SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ નિરપેક્ષ એવું બીજાના ધનને હરવાનું તીવ્ર ચિંતન તે ચૌર્યાનન્દરૌદ્રધ્યાન. (૪) સંરક્ષણાનન્દરૌદ્ર - બધાની શંકા કરવામાં તત્પર એવું, શબ્દ વગેરે વિષયોના સાધનરૂપ ધનના સંરક્ષણનું તીવ્ર ચિંતન તે સંરક્ષણાનન્દરૌદ્ર. રૌદ્રધ્યાનથી નરકગતિ મળે છે. (C) ધર્મધ્યાન :- તેના ૪ પ્રકાર છે. તે આ પ્રમાણે - (૧) મૈત્રી - કોઈ પાપો ન કરે, કોઈ દુઃખી ન થાય, બધા જીવોની મુક્તિ થાય એવી બુદ્ધિ તે મૈત્રી. (ર) પ્રમોદ :- દોષો વિનાના અને વસ્તુના સાચા સ્વરૂપને જોનારા એવા ગુણવાનોના ગુણોમાં જે પક્ષપાત તે પ્રમોદ. (૩) કારુણ્ય :- દીન, પીડિત, ડરેલા, જીવન માંગનારા જીવોના દુઃખો દૂર કરવાની બુદ્ધિ તે કારુણ્ય. માધ્યશ્ય - ક્રૂર કાર્યો કરનારા, દેવતા-ગુરુની નિષ્ફરપણે નિંદા કરનારા, પોતાની પ્રશંસા કરનારા જીવોની જે ઉપેક્ષા કરવી તે માધ્યચ્ય. અથવા, બીજી રીતે ધર્મધ્યાનના ૪ પ્રકાર છે. તે આ પ્રમાણે - (૧) આજ્ઞાવિચય:- સર્વજ્ઞોની અબાધિત આજ્ઞાને આગળ કરીને પદાર્થોના સાચા સ્વરૂપને વિચારવો તે આજ્ઞાવિય ધર્મધ્યાન. (૨) અપાયરિચય :- રાગ-દ્વેષ-કષાયો વગેરેથી થતાં નુકસાનોને વિચારવા તે અપાયરિચય ધર્મધ્યાન (૩) વિપાકવિચયઃ- કર્મના ફળની વિચારણા કરવી તે વિપાકવિચય ધર્મધ્યાન. (૪) સંસ્થાનવિચય :- અનાદિ અનંત અને ઉત્પત્તિ-સ્થિતિ-વ્યય સ્વરૂપ એવા લોકની આકૃતિને વિચારવી તે સંસ્થાનવિય ધર્મધ્યાન. અથવા, ત્રીજી રીતે ધર્મધ્યાનના ૪ પ્રકાર છે, તે આ પ્રમાણે - (૧) રૂપસ્થ - જિનેશ્વર પ્રભુના સાચા રૂપનું ધ્યાન કરવું તે રૂપસ્થ ધર્મધ્યાન. (૨) પદસ્થ :- સ્વાધ્યાયમાં, મન્ટમાં કે ગુરુદેવની સ્તુતિમાં ચિત્તની એકાગ્રતા તે પદસ્થ ધર્મધ્યાન. ૪ પ્રકારના ધ્યાન
SR No.022237
Book TitleGurugunshat Trinshtshatrinshika Kulak
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2014
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy