SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ છ ૪ પ્રકારના સ્મારણા વગેરે બ (૧) સ્મારણા ઃ (૨) વારણા :- અનાચારથી અટકાવવું તે વારણા. (૩) નોદના :- ફરી ભૂલ થાય તો ઠપકો આપવો તે નોદના. (૪) પ્રતિનોદના :– વારંવાર ભૂલ કરે તો કડક શબ્દોમાં ઠપકો આપવો તે પ્રતિનોદના. ધર્મક્રિયા ભૂલી જવા પર યાદ કરાવવું તે સ્મારણા. છ ૪ પ્રકારના ધ્યાન ર (A) આર્તધ્યાન :- તેના ૪ પ્રકાર છે. તે આ પ્રમાણે (૧) અનિષ્ટયોગાર્ત :- ખરાબ શબ્દ વગેરે વિષયોના વિયોગનું ચિંતન અને ફરી સંયોગ ન થાય એમ વિચારવું તે અનિષ્ટયોગાર્તધ્યાન. (૨) ઈષ્ટનાશાર્ત:- ઈષ્ટ વિષયો વગેરે અને સુખનો વિયોગ ન થાય એમ વિચારવું અને તેમના સંયોગની ઈચ્છા તે ઈષ્ટનાશાર્તધ્યાન. - (૩) રોગાર્ત :- શૂળ, માથુ દુઃખવું વગેરે રોગોના પ્રતિકારનું ચિંતન, તેમને દૂર કરવાનું ચિંતન અને તેમનો સંયોગ ન થાય તેમ વિચારવું તે રોગાર્તધ્યાન. ...E... : (૪) નિદાનાર્ત :- દેવેન્દ્રપણું, ચક્રવર્તીપણું વગેરેની ઋદ્ધિની પ્રાર્થનારૂપ નિયાણું કરવું તે નિદાનાર્તધ્યાન. આર્તધ્યાનથી તિર્યંચગતિ મળે છે. (B) રૌદ્રધ્યાન તેના ૪ પ્રકાર છે. તે આ પ્રમાણે (૧) હિંસાનન્દરૌદ્ર :- ક્રૂરમનવાળાનું અંતિક્રોધપૂર્વકનું જીવોના વધ, વેધ, બંધન, ડામ દેવા, ચિહ્ન કરવા, મારવા વગેરેનું તીવ્ર ચિંતન તે હિંસાનંદરૌદ્રધ્યાન. - (૨) મૃષાનન્દરૌદ્ર : - બીજાને ઠગવામાં તત્પર એવા માયાવીનું ચાળી ખાવી, અવિદ્યમાનને પ્રગટ કરવું, વિદ્યમાનનો નાશ કરવો વગેરેના વચનોનું તીવ્ર પ્રણિધાન તે મૃષાનન્દરોદ્રધ્યાન. (૩) ચૌર્યાનન્દરૌદ્ર :- તીવ્ર ક્રોધી અને તીવ્ર લોભીનું પરલોકના નુકસાનથી ૪ પ્રકારના સ્મરણા વગેરે, ૪ પ્રકારના ધ્યાન
SR No.022237
Book TitleGurugunshat Trinshtshatrinshika Kulak
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2014
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy