SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ સંગ્રહ. Nિણીમાં આદિનું જે જે દેહ આયુષ્ય પ્રમુખનું માન હોય તે તે ( પુલ મત્તે ) પહેલા અવસર્પિણીના આરાને અંતે જાણવું એટલે ઉત્સર્પિણીમાં (અન્ન ) અન્યથા પ્રકારે જાણવું. (નવ) એટલું વિશેષ છે કે હવે પછીના આરાની ઉત્સર્પિણી સંજ્ઞા છે. ( ફુદં તુ ફક્ત) અહીં અવસર્પિણીમાં છઠ્ઠા આરાને અંતે (દથતg સોટવરિત) એક હાથનું શરીર અને સોળ વર્ષનું આયુષ્ય હોય. ૬૦. ( એ પ્રમાણે ઉત્સર્પિણીના પહેલા આરાના પ્રારંભમાં હોય ). पुक्खलखीरघयामय-रसमेहा वरिसिहंति पढमंते । भूसीयलन्ननेहो-सहिरसया सत्तसत्तदिणे ॥ ६१ ॥ અર્થ –ઉત્સર્પિણીના પહેલા આરાને અંતે અને બીજા આરાના પ્રારંભમાં (ગુરુ) પુષ્પરાવર્ત મેઘ વરસશે. તે મેઘ કેવો છે ? પહેલાં અવસર્પિણીના છઠ્ઠા આરામાં ક્ષારાદિકના ખરાબ મેઘો વરસવાથી થયેલી ઈંગાલ-ક્ષારમય પૃથ્વીને સ્વાદ, સ્વચ્છ અને હિતકારી જળ વરસવાથી શાંત કરી દેશે. એ પહેલા પુષ્કરાવર્ત મેઘ દાહને ઉપશમાવે છે. ત્યારપછી ( ર ) બીજે ખીરરસ મેઘ વરસશે તેથી પૃથ્વી પર ઘણું ધાન્ય નીપજશે. (૨) ત્રીજે તરસ મેઘ વરસશે તે પૃથ્વીમાં સ્નિગ્ધતાને ઉત્પન્ન કરશે. (૩મ) ચોથો અમૃતરસ મેઘ વરસશે તે નાના પ્રકારની ઔષધિને તેમજ નાના પ્રકારના વૃક્ષો અને લતાના અંકુરાને ઉત્પન્ન કરશે અને (રમેહા ) પાંચમે રસમેઘ સુરસમય ઉદકવાળ વરસશે તે વનસ્પતિઓમાં તિક્તાદિ પાંચ પ્રકારના રસને ઉત્પન્ન કરશે. (તત્તવત્તળેિ) આ પાંચ પ્રકારના મેઘે અનુક્રમે સાત સાત દિવસ ( સિહૃતિ ) વરસશે. તે ( મૂર્વીયઇજનેરા ) પૃથ્વીને શીતલ કરશે, અન્ન ઉપજાવશે અને સ્નેહ સહિત (સ્નિગ્ધ), ઓષધિ સહિત તેમજ રસ સહિત કરશે. ૬૧. बीए उ पुराइकरो, जाइसरो विमलवाहणसुदामो । संगमसुपासदत्तो, सुमुहो सम्मइ कुलगर त्ति ॥ ६२ ॥ અર્થ:– થી ૩) તથા બીજે આરે-પ્રાંત ભાગે ( પુજારે) નગરાદિકને કરનાર, ( ર) જાતિસ્મરણજ્ઞાનવાળા ( વિમઢવાળ ) પહેલા વિમલવાહન, (પુવાનો) બીજા મુદામ, (સંગમ) ત્રીજા સંગમ, ( સુપાસ ) ચેથા સુપાર્શ્વ, (૨ ) પાંચમા દત્ત, ( કુમુહો ) છઠ્ઠા (સુમુખ અને (રામ ) સાતમા સન્મતિ–આ સાત (ા ત્તિ) કુલકર થશે. (સ્થાનાંગસૂત્રના સાતમા સ્થાનમાં કહ્યું છે કે-ભરતક્ષેત્રમાં આવતી ઉત્સર્પિણીમાં મિત્રવાહન ૧, સુભૂમ ૨, સુપ્રભ ૩, સ્વયંપ્રભ ૪, દત્ત ૫, સુધર્મ ૬ અને સુબંધુ ૭. આ નામના સાત કુલકર થશે તે વ્યવહારાદિક ચલાવશે.) ૬૨.
SR No.022215
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy