SearchBrowseAboutContactDonate
Page Preview
Page 659
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ] SPIRITUAL LIGH'r. ખુલ્લી વાત છે. આથી ભોજનની સાથે જીવડાને પણ ભક્ષણ કરી જવાનું પાપ રાત્રિભોજન કરનારને ચોખ્ખી રીતે લાગતું જણાય છે. કેટલાંક ઝેરી જીવડાં ભેજનની સાથે પેટમાં આવતાં રોગને ઉત્પન્ન કરનાર થાય છે. કેટલાક ઝેરીલા જીવોની અસર તુરત નહિ થતાં લાંબે કાળે પણ થાય છે. ભોજનમાં જ આવી હોય તે જ દર પેદા થાય છે. કળીયે આવવાથી કોઢ ઉત્પન્ન થાય છે. કીડી આવવાથી બુદ્ધિ હણાય છે. લાકડાને કકડો આવી ગયો હોય તે ગળામાં પીડા ભોગવવી પડે છે. માખી આવવાથી વમન થાય છે. અને કોઈ ઝેરી પ્રાણી ખાવામાં આવી ગયું હોય તે અકાલ મૃત્યુના પંજામાં સપડાવું પડે છે. સાયંકાલે ( સૂર્યના અસ્ત થવા પહેલાં ) કરેલું ભોજન, રાત્રે સુઈ જવાના વખત સુધીમાં ઘણું ખરું જઠરાગ્નિની વાલા ઉપર ચઢી જવાથી નિદ્રામાં તેની માઠી અસર થતી નથી. તેથી ઉલટી રીતે વર્તવામાં-રાત્રે ખાઈને થોડીવારમાં સુઈ જવાથી, હરફર કરવાનું ન બનવાને લીધે પેટમાં તરતનું ભરેલું અન્ન નિદ્રામાં ઘણી વખતે ગંભીર બીમારી ઉત્પન્ન કરે છે. ભોજન કર્યા પછી થોડું થોડું પાણી પીવાને ડૉકટરી નિયમ છે. આ નિયમ, રાત્રિએ જમવાથી જોઈતા પ્રમાણમાં પાણી પીવાને વખત નહિ મળવાને લીધે સચવાઈ શકે નહિ; અને એથી અજીર્ણ પેદા થાય છે. “અજીર્ણ સર્વ રોગોનું મૂળ છે” એ વાત “કોમેશા r:” એ વાક્યથી જગજાહેર છે. આ બધી અનુભવસિદ્ધ બાબતે ઉપરથી-હિંસાના પાપની દષ્ટિને બાજુ ઉપર મૂકતાં આરોગ્યની દૃષ્ટિએ પણ–રાત્રિએ ભજન કરવું ગેરવ્યાજબી ઠરે છે. આ સંબંધમાં લગાર ધર્મશાસ્ત્ર તરફ ઉડતી નજરથી જોઈ લઈએ. હિન્દુધર્મશાસ્ત્રમાં “ માર્કણ્ડ” મુનિનું નામ જાણીતું છે. તેઓને અભિપ્રાય-રાત્રિએ ખાવું તે માંસભક્ષણની બરાબર અને રાત્રિએ પાન કરવું તે રૂધિર પીવા બરાબર છે. તે અર્થને ક આ છે– " अस्तं गते दिवानाथे आपो रुधिरमुच्यते । अनं मांससमं प्रोक्तं मार्कण्डेन महर्षिणा"॥ 508
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy