SearchBrowseAboutContactDonate
Page Preview
Page 658
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મતત્વોલક, ત્રીલાલસાના પરિણામે આવો ત્યાગ–માર્ગ ગ્રહણ કરાય છે, એ માટે જેમાં અનેક જીવને સંહાર થવાનો સંભવ હોય તેવા પાપમય વેપારે પણ આ વ્રતમાં વજી દેવાય છે. અને એ સિવાય મધ, માંસ, કંદમૂળ વગેરે અભક્ષ્ય ચીજો ખાવાનું પણ આ વ્રતમાં નિષિદ્ધ છે. મઘ, માંસનું અભક્ષ્યત્વ તે સુસ્પષ્ટ છે. પરંતુ એ સિવાય કંદમૂળ પણ ભક્ષણ કરવા યોગ્ય નથી. આ વાતને જૈનશાસ્ત્રકારેજ નહિ, પરંતુ હિંદુધર્મશાસ્ત્રકાર પણ પ્રતિપાદન કરે છે. જુઓ ! મનુસ્મૃતિને પાંચમો અધ્યાય. ત્યાં પાંચમા અને ઓગણીસમા શ્લોકમાં–“ઝશુf pજ્ઞનું નૈવ groડુ” + + + વગેરે શબ્દોથી શણ, ગાજર, ડુંગળી વગેરે અભક્ષ્ય ચીજો ખાવાની મનાઈ કરવામાં આવી છે. આ પદાર્થો તામસ સ્વભાવને પુષ્ટિ આપનારા છે. શિવપુરાણ, ઇતિહાસપુરાણ વગેરે માં પણ એ પદાર્થો ભક્ષણને અગ્ય બતાવ્યા છે. આ સિવાય કોળ (અડદ, મગ, ચણા વગેરે) ની સાથે કાચું ગેરસ (દૂધ, દહીં છાશ) ખાવું તે પણ અભક્ષ્યભક્ષણ છે. આ વાતને પદ્મપુરાણના નીચેના બ્રેકથી પણ પુષ્ટિ મળે છે– " गोरसं माषमध्ये तु मुद्गादिके तथैव च । ___ भक्षयेत् तद् भवेन्नूनं मांसतुल्यं युधिष्ठिर !” ॥ " અર્થાત “અડદ, મગ વગેરેની સાથે (કાચું ) ગેરસ ખાવું તે હે યુધિષ્ઠિર ! માંસ ખાવા બરાબર છે.” એ સિવાય મધુ (મધ) નું ભક્ષણ પણ વર્જિત છે. આ વાતને મહાભારત વગેરે હિન્દુધર્મગ્રંથકારે પણ ટેકે આપે છે. રાત્રિભોજન પણ અભક્ષ્ય છે. આ વાતને માન્ય રાખવા માટે બીજ પ્રમાણે શેધવા પહેલાં આપણે સ્વાનુભવથી વિચાર કરે જોઈએ સંધ્યા પડવાની સાથે અનેક જથ્થાબંધ સૂક્ષ્મ જીવો ઉડવા માંડે છે. રાત્રે દીવાની હામે બેશુમાર જ ફરતા જોવાય છે. ઉઘાડા રાખેલા દીવાના પાત્રમાં પુષ્કળ જીવડાં પડેલાં દેખાય છે, અને એ સિવાય આપણા શરીર ઉપર પણ રાત્રિ પડતાંની સાથે અનેક જીવો બેસવા માંડે છે; આવી સ્થિતિમાં ભેજન ઉપર પણ જીવો અવશ્ય બેસતા હોવા જોઈએ, એ $04.
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy