SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ. SPIRITUAL LIGHT. સમજી શકે છે. વીતરાગદેવનું સ્વરૂપ પરમશાન્તિમય છે. રાગ-દ્વેષની અસર તેના સ્વરૂપમાં બિલ્કુલ હાતી નથી. અતઃ તેનું અવલંબન લેવાથી— તેનું ધ્યાન કરવાથી આત્મામાં વીતરાગધના સંચાર થાય છે. અને એ રસ્તે ક્રમશઃ વીતરાગ થઇ શકાય છે. સહુ કાઇ સમજી શકે છે એક રૂપવતી સ્ત્રીનું દર્શન કરવાથી કામની જાગૃતિ થાય છે, પુત્રનું કે મિત્રનું દર્શન કરવાથી સ્નેહને પ્રાદુર્ભાવ થાય છે અને એક સુપ્રસન્ન મુનિમતગજનું દન કરવાથી હૃદયમાં શાન્તિને આહ્વાદ અનુભવાય છે. આ ઉપરથી ‘ સામત તેવી અસર ” એ કહેવત તરફ વધારે માનમાં લાગણી ઉદ્ભવે છે. વીતરાગ દેવની સેાબત-તેનું દર્શન, સ્તવન, પૂજન સ્મરણ કરવું, એ છે. એથી આત્મામાં એવી અસર ઉત્પન્ન થાય છે કે રાગ–દ્વેષની વૃત્તિએ સ્વતઃ એછી થવા પામે છે. આ ઈશ્વરપૂજનનું મુખ્ય ફળ છે. પૂજ્ય પાત્મા પૂજકના તરફથી કાંઇ આકાંક્ષા રાખતા નથી. પૂજ્ય પરમાત્માને પૂજકના તરફથી કાઇ ઉપકાર થતા નથી. પરન્તુ પૂજક પેાતાના આત્માના ઉપકાર અર્થે પૂજ્યની પૂજા કરે છે અને પરમાત્માના આલંબનથી તે તરફની એકાગ્રભાવનાના બળથી પૂજક પોતાનું મૂળ મેળવી શકે છે. અગ્નિની પાસે જનાર મનુષ્ય, જેમ ટાઢ ઉડવાનું મૂળ સ્વતઃ મેળવે છે, પરન્તુ અગ્નિ કાને તે ફળ લેવા ખેાલાવતી નથી, તેમજ તે પ્રસન્ન થઈને કાને તે ફળ દેતી નથી; એ પ્રમાણે વીતરાગ પરમેશ્વરની ઉપાસના કરવાથી રાગાદિષરૂપ ટાઢ સ્વતઃ પલાયન કરી જાય છે, અને ચૈતન્યવિકાસનું મહત્ ળ મેળવાય છે. આવી રીતની ફળપ્રાપ્તિમાં શ્ર્વિરને પ્રસન્ન થયાનું માનવું એ જૈનશાસ્ત્રને સમ્મત નથી. વેશ્યાને સંગ કરનાર મનુષ્ય દુર્ગતિતા ભાજન થાય છે, એ ખરી વાત છે, પરન્તુ એ દુર્ગતિ આપનાર કાણુ ? એ વિચારવુ જોઇએ. વેશ્યાને દુર્ગતિ આપનાર માનવું, એ તાત્ત્વિક દૃષ્ટિએ ભ્રાન્તિ છે; કારણ કે એક તો વેશ્યાને દુર્ગતિની ખબર નથી, અને એ સિવાય કાઇ, કાઇને દુ`તિએ લઇ જવા સમર્થ નથી; ત્યારે દુર્ગાંતિએ લઈ જનાર માત્ર હૃદયની મલિનતા સિવાય ખીજું કાઇ નથી, એ બેધડક ગળામાં ઉતરે એવી હકીકત છે. આ ઉપરથી એ સિદ્ધાન્ત સ્થિર થઇ શકે છે કે સુખ્ 265
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy