SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મતત્વાક ! બીજું| સર્વ દેને નાશ અને સર્વગુણોની પ્રાપ્તિ, પરમાત્માના અવલંબનજે ઉપર આધાર રાખે છે. જિન્દગીની સફળતાને ઘેરી માર્ગ એજ છે. એજ માટે કહેવામાં આવ્યું છે કે – : ઘરમાં ઘડ્યોતિઃ ઘરમ: છિનાનું ! आदित्यवर्ण तमसः परस्तादामनन्ति यम् ॥ सवें येनोदमूल्यन्त समूला: क्लेशपादपाः । मूर्ना यस्मै नमस्यन्ति सुरासुरनरेश्वराः ॥ प्रावर्तन्त यतो विद्याः पुरुषार्थप्रसाधिकाः ।। यस्य ज्ञानं भवद्भाविभूतभावार्थभासकृत् ॥ यस्मिन् विज्ञानमानन्दं बह्म चकांगतां गतम् । स श्रद्धेयः स च ध्येयः प्रपद्ये शरणं च तम् ॥ तेन स्यां नाथवांस्तस्मै स्पृहयेयं समाहितः । ततः कृतार्थों भूयासं भवेयं तस्य किंकरः ॥ तत्र स्तोत्रेण कुर्यां च पवित्रां स्वां सरस्वतीम् । ... इदं हि भवकान्तारे जन्मिनां जन्मनः फलम् ॥ ( વીતરાગસ્તોત્ર, હેમચન્દ્રાચાર્ય.) હવે અહીં એક પ્રશ્ન ઉભો થાય છે. પ્રશ્ન એ છે કે આપણે જ્યારે એમ જોઈ ગયા કે-“ઈશ્વર જગતને કર્તા નથી” તે પછી ઈશ્વરને પૂજવાથી શું લાભ ? અર્થાત “ઈશ્વર જ્યારે વીતરાગ છે–તુષ્ટ કે રૂષ્ટ થતું નથી, તે તેનું પૂજન શું ઉપયોગી ?” હવે આનો ઉત્તર જોઈએ. જૈનશાસકારોનું કહેવું એવું છે કે–ઈશ્વરની ઉપાસના ઈશ્વરને પ્રસન્ન કરવા વાસ્તે નથી, કિન્તુ પિતાના હૃદયની શુદ્ધિ કરવા વાસ્તે છે. સર્વ દોષોના ઉત્પાદક રાગ-દ્વેષને દૂર કરવા રાગદ્વેષરહિત પરમાત્માનું અવલંબન લેવું અતિ આવશ્યક છે. મોહવાસનાથા ભરેલે આત્મા સ્ફટિકના જે છે. એટલે કે જેવી રીતે સ્ફટિકની પાસે જેવા રંગનું ફૂલ હેય, તેવો રંગ સ્ફટિક પિતામાં ખેંચી લે છે, તેવી રીતે જેવા રાગ-દેવના સંગો આત્માને મળે છે, તેવા પ્રકારની અસર આત્મામાં જલદી ઉત્પન્ન થાય છે. આ માટે સારા સંગે મેળવવાની ખાસ અગત્ય દરેક કલ્યાણુભિલાષી 264
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy