SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩ SPIRITUAL LIGHT. -“ હે મુનીન્દ્ર ! મુનિએ તને પરમપુરૂષ, સૂર્યવર્ણ, નિર્મળ તથા અન્ધકારથી દૂર એ માને છે. તને જ બરાબર પ્રાપ્ત કરીને મુનિઓ મૃત્યુને જીતે છે. એ સિવાય મુક્તિપદને કઈ બીજો માર્ગ નથી.” “ પ્રભે! સન્ત તને અવ્યય, વિભુ, અચિન્ય, અસંખ્ય, “આઘ, બ્રહ્મા, ઈશ્વર, અનન્ત, અનંગકેતુ, યોગીશ્વર, યોગસ્વરૂપ, અનેકરૂપ, એકરૂપ, જ્ઞાનાત્મા તથા નિર્મલ એવા શબ્દોથી કથે છે.” ભગવન ! તું ૧૨ બુદ્ધ છે, કારણ કે સર્વવિબુધમાન્ય એવી બુદ્ધિને તું પ્રચાર કરનાર છે. તું શંકર છે, કેમકે ત્રણે જગતને તું સુખ આપનાર છે. તું ૧ વિધાતા છે, કારણ કે મુકિતમાર્ગનું તું વિધાન કરનાર છે. વળી સ્પષ્ટ રીતે તું પુરૂષોત્તમ છે, કેમકે સર્વ પુરૂષામાં તું ઉત્તમ છે. ” એ આપણે જોઈ લીધું કે ઈશ્વરનું કેવું સ્વરૂપ છે. હવે કહેવાની એજ વાત છે કે ઈશ્વરભજનમાં પ્રમાદ રાખવો ન જોઈએ. - ગનાં સાધનો મેળવવાને સગવડતાભર્યો કોઈ માર્ગ હેય, તે તે ઈશ્વરપ્રણિધાન છે. + સૂર્યને વર્ણ મૂર્ત છે અને ભગવાનનું સ્વરૂપ અમૂર્ત છે, એથી એ વિષમ દષ્ટાન્ત છે; છતાં સંસારના સર્વ તેજસ્વીઓમાં સૂર્ય પ્રબળ તેજસ્વી હેવાથી અને ભગવાનના સ્વરૂપને લાગુ પડતું સંસારમાં કઈ પણ દૃષ્ટાન્ત નહિ હેવાથી, અગત્યા સૂર્યનું સાધમ્મ દર્શાવવામાં આવ્યું છે. ૧ “અવ્યય” અવિનાશી. ૨ “વિભુ જ્ઞાનથી વ્યાપક. ૩ અચિન્ય છવની બુદ્ધિથી અગમ્યસ્વરૂપધારી. ૪ આત્માના અસંખ્ય પ્રદેશ હોવાથી અસંખ્ય ૫ કર્મક્ષયથી જ્યારે મુક્તિ પ્રાપ્ત થઈ, તે સમયની દષ્ટિએ આઇ” ૬ બ્રહ્મ એટલે જ્ઞાન અથવા સિદ્ધઅવસ્થા, તેથી યુક્ત બ્રહ્મા ૭ “ઈશ્વર અનન્તશક્તિમાન. ૮ “અનન્ત” અનન્તજ્ઞાનાદિગુણવાન. ૯ અંગ એટલે શરીર, તે રૂ૫ કેતુ એટલે ચિફ તે નહિ રહેવાથી “અનંગકેતુ”. ૧૦ “અનેકરૂપ” પ્રત્યેક સિદ્ધવ્યક્તિની અપેક્ષાએ અથવા જ્ઞાનાદિ અનેકસ્વરૂપની અપેક્ષાએ. ૧૧ સર્વ સિદ્ધો જુદા જુદા પાણીની જેમ અતિગાઢ સંયુક્ત મળેલા હેવાથી અથવા એક મુખ્ય ચૈતન્યસ્વરૂપની અપેક્ષાએ “એકરૂ૫” ૧૨ કુષ્ય વધતિ વા તરવાનિ, રાત સુરા ૧૩ ( सुखं ) करोतीति शंकरः । १४ मुक्तिमार्गस्य विधानं करोतीति विधाता। 263
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy