SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ 00 गुर्जरविवेचनसमन्विता - अत्र मूलगुणोत्तरगुणविषया विराधना पुलाके प्रतिसेवनाकुशीले च, उत्तरगुणविषया च बकुशे, शेषाः प्रतिसेवनारहिता इति श्रीउत्तराध्ययनबृहद्वृत्तावपि षष्ठाध्ययनेऽयमर्थः सविस्तरमुक्तोऽस्ति । तथा तत्रैव बकुशो द्विविधः उपकरणबकुशः शरीरबकुशश्च । तत्रोपकरणाभिष्वक्तचित्तो विविधविचित्रमहाधनोपकरणपरिग्रहयुक्तः, विशेषयुक्तोपकरणकाङ्क्षायुक्तो नित्यं तत्प्रतिकारसेवी भिक्षुरुपकरणबकुशो भवति । शरीराभिष्वक्तचित्तो करचरणनखमुखादिदेहावयवविभूषानुवर्त्तनशीलः शरीरबकुशः । प्रतिसेवनाकुशीलो मूलगुणान् विराधयन् उत्तरगुणेषु काञ्चिद्विराधनां प्रतिसेवन्ते । भगवतीसूत्रे तु "बउसे णं पुच्छा, जाव णो मूलगुणपडिसेवए होज्जा पडिसेवणाकुसीले નહીં પુત્તા ।” ... ३५ - ગુરુગુણરશ્મિ – ભાવાર્થ +વિવેચનઃ- અહીં (=પંચનિગ્રંથીપ્રકરણમાં) પુલાક અને પ્રતિસેવનાકુશીલમાં મૂળગુણ અને ઉત્તરગુણ બંને સંબંધી વિરાધના કહી છે અને બકુશમાં ઉત્તરગુણ સંબંધી વિરાધના કહી છે.. અને તે સિવાયના (=કષાયકુશીલ, નિગ્રંથ અને સ્નાતક) પ્રતિસેવનારહિત=વિરાધનારહિત કહેવાયા છે.. શ્રીશાંતિસૂરિવિરચિત ઉત્તરાધ્યયનસૂત્ર પરની બૃહત્તિમાં છઠ્ઠા અધ્યયનમાં પણ આ જ અર્થ વિસ્તાર સાથે કહેવાયો છે..(અર્થાત્ ત્યાં પણ આ પ્રમાણે જ બકુશ-કુશીલોનું સ્વરૂપ અને તેઓ દ્વારા થનારી મૂળોત્તરગુણવિષયક વિરાધનાનું નિરૂપણ વિસ્તાર સાથે જણાવ્યું છે.) વળી બકુશ બે પ્રકારે છે ઃ (૧) ઉપકરણબકુશ, અને(૨) શરીરબકુશ.. તેમાં (૧) જે વસ્ત્ર-પાત્રાદિ ઉપકરણોમાં આસક્ત ચિત્તવાળો હોય, અનેક પ્રકારના અને અલગઅલગ પ્રકારના મહામૂલ્યવાન ઉપકરણોના પરિગ્રહવાળો હોય, વિશિષ્ટ એવા ઉપકરણની ઝંખનાવાળો હોય અને હંમેશાં તેના પ્રતિકારને સેવનારો હોય અર્થાત્ ઉપકરણ રાખવાનો જે ઉદ્દેશ છે, તેનાથી વિપરીત ઉદ્દેશને રાખવા દ્વારા તેના પ્રતિકારને સેવનારો (આવો અર્થ અમને જણાય છે.) તેવો ભિક્ષુ ઉપકરણબકુશ થાય છે.. (૨) જે શરીર વિશે આસક્ત ચિત્તવાળો હોય, હાથ, પગ, નખ, મુખ વગેરે શરીરના અવયવોની વિભૂષાને અનુસરવાના સ્વભાવવાળો હોય, તેવો ભિક્ષુ શરીરબકુશ થાય છે.. (હવે વિરાધના વિશે જણાવે છે -) પ્રશ્ન ઃ પ્રતિસેવનાકુશીલ જ્યારે મૂળગુણની વિરાધના કરે, ત્યારે તે ઉત્તરગુણની વિરાધના કરે કે નહીં? उत्तराध्ययनबृहद्वृत्तौ तु 'मूलगुणानविराधयन्' इत्युक्तमस्ति तत्त्वं त्वत्र केवलिगम्यम् ।
SR No.022195
Book TitleGurutattva Siddhi
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherJingun Aradhak Trust
Publication Year2015
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy