SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ३४ गुरुतत्त्वसिद्धिः વિવેચનઃ- (૪) ચારિત્રકષાયકુશીલ - જે મુનિ મિત્ર પર રાગ અને શત્રુ પર દ્વેષ રાખ્યા વિના, પ્રાણીમાત્ર પર સમાનદૃષ્ટિ રાખનાર છે, તે જો સંજવલન કષાયને લઈને શાપ આપે તે.. (૫) યથાસૂમકષાયકુશીલ - જે ચારિત્રધર મનથી કષાયોને સેવે, પણ વચનાદિથી તેને પ્રગટ ન કરે તે.. (૧૫) કેટલાક વળી કષાયકુશીલની વ્યાખ્યા બીજી રીતે કરે છે, તે આ રીતે - *મતાંતરે કષાયકુશીલ ક શ્લોકાર્ધ - અથવા જે કષાયો વડે જ્ઞાનાદિનો વિરાધક થાય, તે જ્ઞાનાદિકષાયકુશીલ જાણવો - એ વ્યાખ્યાનભેદ છે..(૧૬) વિવેચન - પૂર્વે “જે ચારિત્રી ક્રોધ-માનાદિથી યુક્ત થઈને જ્ઞાન, દર્શન અને તપનો કષાય વિશે ઉપયોગ કરે” -તેને જ્ઞાનાદિકુશીલ કહ્યો હતો. જ્યારે અહીં- “કષાયો વડે જે જ્ઞાનાદિનો વિરાધક થાય” -તે જ્ઞાનાદિકુશીલ. એવો અર્થઘટાવ્યો છે. આ પ્રમાણે બંને મતે જુદી જુદી વ્યાખ્યાઓ છે. (૧૬) સંદર્ભ આ પ્રમાણે વિસ્તારથી બકુશ-કુશીલોનું સ્વરૂપ બતાવ્યું. હવે પાંચ પ્રકારના કયા ભેદોમાં મૂળગુણસંબંધી વિરાધના છે? અને ક્યા ભેદોમાં ઉત્તરગુણસંબંધી વિરાધના છે? તે જણાવે છે - मूलुत्तरगुणविसया पडिसेवासेवए पुलाए अ । उत्तरगुणेसु बउसो सेसा पडिसेवणारहिआ ॥१७॥ १. मूलगुणाः प्राणातिपातविरमणादयः, दशविधप्रत्याख्यानादयस्तूत्तरगुणाः, तद्विषया प्रतिसेवा मूलोत्तरगुणप्रतिसेवा तस्या आसेवकः पुलाकः प्रतिसेवाकुशीलश्च । बकुश उत्तरगुणप्रतिसेवकः । शेषाः प्रतिसेवनारहिताः ।।१७।। – ગુરુગુણરશ્મિ – શ્લોકાર્થઃ-પુલાક અને પ્રતિસેવનાકુશીલને મૂળગુણ અને ઉત્તરગુણસંબંધી પ્રતિસેવના હોય. બકુશને ઉત્તરગુણની પ્રતિસેવના... અને બાકીના પ્રતિસેવનારહિત.(૧૭) વિવેચન :- પ્રતિસેવના એટલે વિરાધના. (૧) પુલાક અને પ્રતિષેવનાકુશીલને મૂળગુણસંબંધી (મહાવ્રતસંબંધી) વિરાધના અને ઉત્તરગુણસંબંધી (પચ્ચકખાણાદિસંબંધી) વિરાધના-બંને પ્રકારની વિરાધના હોય છે.. (૨) બકુશને ઉત્તરગુણસંબંધી વિરાધના હોય છે.. (૩) કષાયકુશીલ, નિગ્રંથ અને સ્નાતક – એ ત્રણ પ્રતિસેવના રહિત(=મૂળગુણસંબંધી-ઉત્તરગુણ-સંબંધી વિરાધનાથી રહિત) હોય છે.. આ પ્રમાણે પંચનિગ્રંથ પ્રકરણને અનુસારે બકુશ-કુશીલોનું સ્વરૂપ અને પાંચ નિગ્રંથોમાં કોને કઈ વિરાધના હોય? તે બધું જણાવીને, હવે પ્રસ્તુતમાં તે બધાનો અર્થોપનય કરવા ગ્રંથકારશ્રી જણાવે છે કે -
SR No.022195
Book TitleGurutattva Siddhi
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherJingun Aradhak Trust
Publication Year2015
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy