SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ गुरुतत्त्वसिद्धिः Ow ઉત્તર : (પ્રતિસેવના.) મૂળગુણોને વિરાધતો પ્રતિષેવનાકુશીલ, ઉત્તરગુણોની પણ કંઇક વિરાધના કરે છે.. ભગવતીસૂત્રમાં પ્રસ્તુત વિષયને સંપૂર્ણપણે આવરી લેતું સુંદર નિરૂપણ છે. તે આ પ્રમાણે - “ગૌતમસ્વામી - બકુશ વિશે પ્રશ્ન છે (તે વિરાધક છે કે અવિરાધક?)” પરમાત્મા:- ગૌતમ ! તે બકુશ પ્રતિસેવક(=વિરાધક) છે, અવિરાધક નહીં, ગૌતમસ્વામી - પ્રભુ! જો વિરાધક હોય, તો તે મૂળગુણનો વિરાધક કે ઉત્તરગુણનો વિરાધક? પરમાત્મા :- ગૌતમ ! બકુશ મૂળગુણનો વિરાધક નથી, પણ માત્ર ઉત્તરગુણનો વિરાધક છે. અને ઉત્તરગુણની વિરાધના કરતો તે ૧૮ પચ્ચખ્ખાણમાંથી અન્યતર પચ્ચખ્ખાણને વિરાધ છે. ગૌતમસ્વામી પ્રતિસેવનાકુશીલ વિશે પ્રશ્ન છે. (તે વિરાધક કે અવિરાધક?). પરમાત્માઃ ગૌતમ!તેનું બધું પુલાક મુજબ સમજવું. (અર્થાત્ જેમ પુલાકનું મૂળગુણવિરાધકપણું અને ઉત્તરગુણવિરાધકપણું છે, તેમ પ્રતિસેવનાકુશીલમાં પણ બંનેનું વિરાધકપણું સમજવું..” (ભગવતીસૂત્ર-શતક-૫.ઉદ્દેશો-૬) હવે આવા પુલાક વગેરેનું પણ નિર્ગથપણું=શ્રમણપણું હોય છે એ વાત જણાવવા કહે છે अत्र च यत्पुलाकादीनां मूलोत्तरगुणविराधकत्वेऽपि निर्ग्रन्थत्वमुक्तं, तज्जघन्यजघन्यतरोत्कृष्टोत्कृष्टतरादिभेदतः संयमस्थानानामसङ्ख्यतया तदात्मकतया च चारित्रपरिणतेरिति भावनीयम् इति श्रीउत्तराध्ययनबृहद्वृत्तौ ।। – ગુરુગુણરશ્મિ - ભાવાર્થ:- અહીંપુલાક વગેરેનું મૂળ-ઉત્તરગુણસંબંધી વિરાધકપણું હોવા છતાં પણ જે નિર્ગથપણું કહ્યું છે, તે જઘન્ય-જઘન્યતર-ઉત્કૃષ્ટ-ઉત્કૃષ્ટતરાદિ ભેદો વડે સંયમસ્થાનો અસંખ્ય હોવાથી અને ચારિત્રપરિણતિ તેના રૂપ (=સેવા સંયમસ્થાનરૂપ) હોવાથી સમજવું આપ્રમાણે શ્રીઉત્તરાધ્યયનસૂત્રની બૃહદ્રવૃત્તિમાં જણાવ્યું છે. * પુલાક વગેરેમાં પણ નિગ્રંથપણું * વિવેચનઃ-પ્રશ્નઃ-પુલાક વગેરે જો મૂળ-ઉત્તરગુણના વિરાધક હોય, તો તેમાં સંયમ હોઈ શકે? — — — — — — — — — — — *"बउसे णं पुच्छा । गोयमा ! पडिसेवए होज्जा णो अपडिसेवए होज्जा, जइ पडिसेवए होज्जा किं मूलगुणपडिसेवए होज्जा उत्तरगुणपडिसेवए वा होज्जा? गोयमा ! णो मूलगुणपडिसेवए होज्जा उत्तरगुणपडिसेवए होज्जा, उत्तरगुणपडिसेवमाणे दसविहस्स पच्चक्खाणस्स अन्नयरं पडिसेवेज्जा, पडिसेवणाकुसीले जहा पुलाए ॥" (भगवतीसूत्रं शतक-५, उद्देसो-६, સૂત્ર-૭૧૧) *"दसविहस्स पच्चक्खाणस्स' त्ति, तत्र दशविधं प्रत्याख्यानं 'अनागमइक्कंतं कोटीसहिय'मित्यादि प्राग्व्याख्यातस्वरूपम्, अथवा 'नवकारपोरिसीए' इत्याद्यावश्यकप्रसिद्धम् ॥" (भगवतीसूत्रवृत्तौ) — — = = = = = - - - - - - - - — — —
SR No.022195
Book TitleGurutattva Siddhi
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherJingun Aradhak Trust
Publication Year2015
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy