SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૩૦ પ્રતિમાશતક | શ્લોક : ૯૦ અહીં પ્રશ્ન થાય કે કર્મબંધનાં કારણો અનેક છે, આમ છતાં યોગને કર્મબંધનું કારણ કેમ કહ્યું? તેથી વિશેષાવશ્યક ભાષ્ય ગાથા-૧૯૩૫ની ટીકામાં કહે છે – વિશેષાવશ્યક ગાથા-૧૯૩પનો ટીકાર્ય : મિથ્યાત્વ .... ૩વ્યતે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ બંધના હેતુઓ છે. (તસ્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૮, સૂત્ર-૧] એ પ્રકારે તત્વાર્થસૂત્રના વચનના પયંતમાં યોગનું કથન હોવાને કારણે સર્વત્ર કર્મબંધના હેતુપણાનું યોગોની સાથે અવિનાભાવીપણું હોવાથી યોગોનું જ કર્મબંધનું હેતુપણું છે. એથી વિશેષાવશ્યક ભાષ્ય ગાથા-૧૯૩૫માં કર્મ યોગનિમિત્ત છે, એ પ્રમાણે કહેવાય છે. સવ ... વધ્યત તિ મન-વચન અને કાયારૂપ તે યોગ, એક સમયમાં શુભ કે અશુભ હોય, પરંતુ ઉભયરૂપ નથી. આથી કાર્યનું કારણને અનુરૂપપણું હોવાથી કર્મરૂપ કાર્યનું યોગરૂપ કારણને અનુરૂપપણું હોવાથી, કર્મ પણ તેને અનુરપયોગને અનુરૂપ, શુભ-પુણ્યરૂપ અથવા અશુભ પાપરૂપ, બંધાય છે, પરંતુ સંકીર્ણ સ્વભાવવાળું ઉભયરૂપ એક વખતે જ બંધાતું નથી. ‘ત' શબ્દ કથનની સમાપ્તિ સૂચક છે. વિશેષાવશ્યક ભાષ્ય ગાથા-૧૯૩૫નો ભાવાર્થ - વિશેષાવશ્યક ગાથા-૧૯૩૪ના ઉત્તરાર્ધની ટીકામાં અનુમાન કર્યું કે સંકીર્ણ=મિશ્ર ઉભયરૂપ કર્મ નથી, તેમાં હેતુ આપ્યો કે સંકીર્ણ ઉભયરૂપ કર્મને બાંધે એવા પ્રકારના કર્મબંધના કારણનો અસંભવ છે; અને એ હેતુ અસિદ્ધ નથી, તે પ્રસ્તુત ગાથા-૧૯૩પમાં બતાવે છે – કર્મ યોગનિમિત્તે બંધાય છે, અને યોગ એક સમયમાં શુભ હોય અથવા તો અશુભ હોય, પરંતુ શુભાશુભરૂપ મિશ્ર યોગ નથી, તેથી યોગના ફળરૂપ કર્મબંધ પણ મિશ્રરૂપ નથી. અહીં પ્રશ્ન થાય કે કર્મ યોગનિમિત્તે બંધાય છે તેમ કેમ કહ્યું ? કેમ કે કર્મબંધનાં તો અનેક કારણો છે. તેથી કહે છે – તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૮, સૂત્ર-૧માં મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગને બંધના હેતુઓ કહ્યા છે અને તે બંધના હેતુઓમાં છેલ્લે યોગ શબ્દ કહ્યો છે, તેથી એ પ્રાપ્ત થાય કે યોગ કર્મબંધનું નિમિત્ત છે, અને યોગની પરિણતિ મિથ્યાત્વાદિ અન્ય ચાર ભાવોથી સંશ્લેષવાળી હોય ત્યારે મિથ્યાત્વાદિ ભાવોને યોગથી પૃથ ગ્રહણ કરીને કર્મબંધના કારણરૂપે બતાવેલ છે. વસ્તુતઃ મિથ્યાત્વાદિ ભાવો મન, વચન અને કાયાના યોગો અંતર્ગત પરિણામવિશેષ છે, તેથી યોગને કર્મબંધનું કારણ કહ્યું છે. વળી, જે જીવને પાંચ બંધહેતુઓમાંથી મિથ્યાત્વરૂપ કર્મબંધનો હેતુ જાય ત્યારે બાકીના અવિરતિ આદિ ભાવોથી સંશ્લિષ્ટ યોગો પ્રવર્તે છે અને યોગથી કર્મબંધ થાય છે, જે જીવને મિથ્યાત્વ અને અવિરતિ બે કર્મબંધના હેતુ જાય ત્યારે બાકીના પ્રમાદ અને કષાયથી સંશ્લિષ્ટ એવા યોગથી કર્મબંધ થાય છે, અને જેમને મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાય ગયા હોય તેમને માત્ર યોગથી કર્માંધ થાય છે. પરંતુ યોગ ન હોય અને મિથ્યાત્વાદિ કોઈ પરિણામ હોય અને તેનાથી કર્મબંધ થાય તેવું નથી, તેથી મિથ્યાત્વાદિ
SR No.022185
Book TitlePratima Shatak Part 04
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages432
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy