SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૩૧ પ્રતિમાશતક | શ્લોક : ૯૦ ચારનો યોગમાં અંતર્ભાવ કરીને યોગથી કર્મબંધ થાય છે, તેમ કહેલ છે. તેથી સર્વત્ર કર્મબંધનો હેતુ યોગ છે, એમ પ્રાપ્ત થાય છે, અને તે યોગ મન, વચન અને કાયાની પ્રવૃત્તિરૂપ છે. તે મન, વચન અને કાયાની પ્રવૃત્તિરૂપ યોગ એક સમયમાં શુભ હોય તો પુણ્યબંધનું કારણ થાય છે અને અશુભ હોય તો પાપબંધનું કારણ થાય છે અને શુભાશુભ મિશ્ર યોગ નથી, તેથી મિશ્ર કર્મબંધ થતો નથી. આનાથી એ ફલિત થાય કે શ્લોક-૮૯માં સ્થાપન કરેલ એ પ્રમાણે મન-વચન-કાયાના વ્યાપારનું કારણ એવી અધ્યવસાયરૂપ પરિણતિ એ ભાવયોગ છે અને પરિસ્પંદરૂપ યોગ એ દ્રવ્યયોગ છે એમ યોગ બે પ્રકારે છે અને અધ્યવસાયરૂપ પરિણતિથી વિશિષ્ટ એવા પરિસ્પંદરૂપ યોગથી કર્મબંધ થાય છે અને પરિણતિરૂપ યોગ અધ્યવસાયરૂપ હોવાથી ભાવયોગ છે, અને તે ભાવયોગ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાયની પરિણતિરૂપ છે અને પરિસ્પંદરૂપ યોગ મન-વચન-કાયાના વ્યાપારરૂપ છે, તેથી શુભ અધ્યવસાયથી પ્રવર્તતી પરિસ્પંદરૂપ બાહ્ય ક્રિયા શુભ કહેવાય છે અને અશુભ અધ્યવસાયથી પ્રવર્તતી પરિસ્પંદરૂપ બાહ્ય ક્રિયા અશુભ કહેવાય છે, તેથી જે શ્રાવક ભગવાનની ભક્તિના શુભ અધ્યવસાયથી ભગવાનની પૂજા કરતા હોય ત્યારે પુષ્પાદિ જીવોની હિંસા થાય છે, તેને આશ્રયીને મિશ્ર કર્મબંધ છે તેમ કહી શકાય નહિ, પરંતુ ભગવાનની ભક્તિની શુભ પરિણતિથી યુક્ત શુભ બાહ્ય ક્રિયા છે, તેથી તે શુભ યોગ છે અને તેનાથી પુણ્યબંધ થાય છે, પરંતુ પુણ્ય-પાપરૂપ મિશ્ર કર્મબંધ થતો નથી, માટે પૂજાને ધર્માધર્મરૂપ મિશ્ર સ્વીકારી શકાય નહિ. ટીકા :પ્રેર: પ્રદિ - 'नणु मण-वइ-कायजोगा सुभासुभावि समयम्मि दीसंति। दव्बंमि मीसभावो न उ भावकरणंमि' ।। [विशेषावश्यक गा. १९३६] ननु मनोवाक्काययोगाः शुभाशुभाश्च मिश्रा इत्यर्थः, एकस्मिन् समये दृश्यन्ते, तत्कथमुच्यते? 'सुहो असुहो वा एगसमयम्मि त्ति' तथाहि-किञ्चिदविधिना दानादिवितरणं चिन्तयतः शुभाशुभो मनोयोगः तथा किमप्यविधिनैव दानादिधर्ममुपदिशतः शुभाशुभो वाग्योगः, तथा किमप्यविधिनैव जिनपूजावन्दनादिकायचेष्टां कुर्वतः शुभाशुभः काययोगः इति । तदेतदयुक्तम्। कुतः? इत्याह-'दव्वम्मि' इत्यादि । इदमुक्तं भवति-इह द्विविधो योगो-द्रव्यतः भावतश्च । तत्र मनोवाक्काययोगप्रवर्त्तकानि द्रव्याणि, मनोवाक्कायपरिस्पन्दात्मको योगश्च द्रव्ययोगः, यस्तु एतदुभयरूपयोगहेतुरध्यवसायः स भावयोगः । तत्र शुभाशुभरूपाणां यथोक्तचिन्तादेशनाकायचेष्टानां प्रवर्तके द्विविधेऽपि द्रव्ययोगे व्यवहारनयदर्शनविवक्षामात्रेण भवेदपि शुभाशुभत्वलक्षणो मिश्रभावः । न तु मनोवाक्काययोगनिबन्धनाध्यवसायरूपे भावकरणे=भावात्मकयोगे। अयमभिप्रायः - द्रव्ययोगो व्यवहारनयदर्शनेन शुभाशुभरूपोऽपीष्यते, निश्चयनयेन तु सोऽपि शुभोऽशुभो वा केवलः समस्ति, यथोक्तचिन्तादेशनादिप्रवर्तकद्रव्ययोगानामपि शुभाशुभरूपमिश्राणां तन्मतेनाभावात्। शुभाशुभ(मनोवाक्कायद्रव्यः-इति तत्र टीकायाम्)योगनिबन्धनाध्यवसायरूपे
SR No.022185
Book TitlePratima Shatak Part 04
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages432
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy