SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક | શ્લોક : ૯૦ સંકીર્ણ સ્વભાવવાળું કર્મ કેમ નથી ? તેમાં અનુમાન પ્રયોગ બતાવે છે अत्र प्रयोगः વન્ધ્યાવુત્રર્વાતિ । અહીંયાં=સંકીર્ણ સ્વભાવવાળું કર્મ નથી એમાં, પ્રયોગ છે. સંકીર્ણ ઉભયરૂપ કર્મ (પક્ષ) નથી (સાધ્ય); કેમ કે અસંભાવ્યમાન એવા પ્રકારનું કારણપણું છે (હેતુ) વંધ્યાપુત્રની જેમ (દૃષ્ટાંત). રૂતિ શબ્દ અનુમાન પ્રયોગની સમાપ્તિ સૂચક છે. વિશેષાવશ્યક ગાથા-૧૯૩૪ના ઉત્તરાર્ધનો ભાવાર્થ : વિશેષાવશ્યક ગાથા-૧૯૩૪ના ઉત્તરાર્ધમાં યુક્તિથી બતાવે છે કે પુણ્યપાપાત્મક એક સંકીર્ણ સ્વભાવવાળું કર્મ નથી; કેમ કે એવા પ્રકારના કર્મબંધના કારણનો અભાવ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે જીવના યોગના પરિણામથી કર્મ બંધાય છે, અને સંકીર્ણ યોગનો પરિણામ જીવનો નથી. માટે શાસ્ત્રકારોએ સંકીર્ણ કર્મબંધ સ્વીકાર્યો નથી. ટીકા ઃ तोरसिद्धतां परिहरन्नाह - ૧૩૨૯ "कम्मं जोगनिमित्तं सुभोऽसुभो वा स चेगसमयंमि । होज्ज ण उभयरूवो कम्मं पि तओ तयणुरूवं" ।। [विशेषावश्यक गा. १९३५ ] [कर्मयोगनिमित्तं शुभोऽशुभो वा स चैकसमये । भवेत् न तूभयरूपः कर्मापि ततस्तदनुरूपम् ।।। “मिथ्यात्वाविरतिप्रमादकषाययोगा बन्धहेतवः " [ तत्त्वार्थ अ. ८ सू. १] इति पर्यन्ते योगाभिधानात् सर्वत्र कर्मबन्धहेतुत्वस्य योगाऽविनाभावाद् योगानामेव बन्धहेतुत्वमिति कर्मयोगनिमित्तमित्युच्यते स च मनोवाक्कायात्मको योग एकस्मिन् समये शुभोऽशुभो वा भवेद् न तु उभयरूपोऽतः कारणानुरूपत्वात् कार्यस्य, कर्मापि तदनुरूपं शुभम्=पुण्यरूपम्, अशुभं वा = पापरूपं बध्यते, न तु सङ्कीर्णस्वभावमुभयरूपमेकदैव बध्यत इति । વિશેષાવશ્યક ગાથા-૧૯૩૫નો અવતરણિકાર્ય : મદ્દ - હેતુની અસિદ્ધતાનો પરિહાર કરતાં વિશેષાવશ્યક ગાથા-૧૯૩૫માં કહે છે ..... વિશેષાવશ્યક ગાથા-૧૯૩૫ની અવતરણિકાનો ભાવાર્થ : વિશેષાવશ્યક ગાથા-૧૯૩૪માં અનુમાન પ્રયોગ કર્યો, તેમાં હેતુ આપ્યો કે અસંભાવ્યમાન એવા પ્રકારનું કા૨ણપણું છે, અને તે હેતુ આપીને સંકીર્ણ કર્મ નથી તેની સિદ્ધિ કરી. ત્યાં કોઈ કહે કે હેતુ અસિદ્ધ છે. માટે તે હેતુ દ્વારા સાધ્યની સિદ્ધિ થશે નહિ. તેથી હેતુ અસિદ્ધ નથી, તે બતાવવા જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વિશેષાવશ્યક ભાષ્ય ગાથા-૧૯૩૫માં કહે છે - વિશેષાવશ્યક ગાથા-૧૯૩૫નો ગાથાર્થ : એક જ “હમ્મ • સવળુરૂવં” ।। કર્મ યોગનિમિત્ત છે અને તે=યોગ, એક સમયમાં શુભ કે અશુભ હોય, પરંતુ ઉભયરૂપ નથી. તેથી તેને અનુરૂપ=યોગને અનુરૂપ, કર્મ પણ ઉભયરૂપ નથી.
SR No.022185
Book TitlePratima Shatak Part 04
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages432
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy