SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભા. ૪/પ્રાકથન શ્લોક-૯૯માં : * પરમાત્માની વીતરાગમુદ્રાના દર્શન પછી અન્યમુદ્રાનું અનાકર્ષણ - અષ્ટસહસ્રીવિવરણનો પાઠ. * સર્વ ઉત્કૃષ્ટ સ્વરૂપરૂપે જ પરમાત્માની ધ્યેયરૂપતાનો ષોડશકનો પાઠ. * ભગવદ્પના ધ્યાન વડે નિશ્ચયનયથી અભેદબુદ્ધિ – પ્રવચનસારનો પાઠ. * કેવલજ્ઞાન પૂર્વે અનાલંબનયોગની પ્રાપ્તિ - ષોડશકનો પાઠ. શ્લોક-૧૦૦માં : * સિદ્ધના સ્વરૂપનું ઉદ્ધરણ - આચારાંગસૂત્રનો પાઠ. શ્લોક-૧૦૧માં : * સંસારના સુખની સાથે સિદ્ધના સુખની તુલનાનું ઉદ્ધરણ - આવશ્યકનિર્યુક્તિનો પાઠ. * સિદ્ધના સુખોને બતાવવા માટે સર્વ કાળના સંપિંડનાદિની વિચારણાના વિશેષ તાત્પર્યનો પાઠ - વિંશતિવિંશિકા - વીશમી વિંશિકા. વળી, આ ગ્રંથની કાવ્યમય રચના હોવાથી મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાએ આ કાવ્યમાં અનેક અલંકારોનો પ્રયોગ કરેલ છે, અને એ અલંકારોના નિરૂપણ વખતે કલિકાલસર્વજ્ઞ પ. પૂ. આ. ભ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાના કાવ્યાનુશાસન અને મમ્મટના કાવ્યપ્રકાશ ગ્રંથના ઉદ્ધરણો પણ ટાંકેલ છે. આપણે અહીં માત્ર કાવ્યદૃષ્ટિએ પ્રતિમાશતક ગ્રંથરત્નમાં શ્લોક-૭૦થી શ્લોક-૧૦૪માં કયા-કયા અલંકારો નિરૂપાયેલા છે, તેનો માત્ર નામનિર્દેશ કરીએ છીએ; કેમ કે તે-તે અલંકારોનું નિરૂપણ તો.ટીકાર્થ અને વિવેચનમાં કરેલ છે. શ્લોક-૭૯માં ઃ- રસનો૫માલંકાર. શ્લોક-૮૦માં :- રૂપક અલંકાર. શ્લોક-૯૮માં :- યમક અલંકાર. આ રીતે તે-તે શ્લોકોમાં તે-તે અલંકારોનું યોજન ગ્રંથકારશ્રીએ કરેલ છે અને એના દ્વારા ગ્રંથકારશ્રીજીની વિશિષ્ટ કવિત્વશક્તિનું પણ આપણને દર્શન થાય છે. વળી, પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૪માં ન્યાયો અને કેટલાક વિશિષ્ટ પ્રયોગો દર્શાવેલા છે. તે આ પ્રમાણે – શ્લોક-૭૩માં : ભંજકત્વાખ્યવિષયત્વમાં સપ્તમી વિભક્તિના પ્રયોગનું સ્થાન “તિો ચ પ્રતિમાનુ રોષ મુળયો: સત્વાવસત્ત્વાત્તથા।।” આ રીતે બતાવેલ છે.
SR No.022185
Book TitlePratima Shatak Part 04
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages432
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy