SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૦ GG દેશના વળી પ્રસ્તાવના-ઔચિત્યાદિ સર્વ ગુણથી સુભગ છે. પરંતુ કેવલ ઉસૂત્ર પ્રરૂપણાના દૂષણથી કલિત છે. તે પણ નગરના નિર્ધમાન જલ=ગંદા પાણી, તુલ્ય છે; કેમ કે અમેધ્યના લશથી ગંદકીના લેશથી, નિર્મલ જલની જેમ ઉસૂત્ર લેશની પ્રરૂપણાથી પણ સર્વ પણ ગુણો જે કારણથી દૂષણતાની જેમ પ્રાપ્ત થાય છે; કેમ કે તેનું=ઉસૂત્રનું વિષમવિપાકપણું છે. જે કારણથી આગમ છે – ‘એક દુર્ભાષિત વડે..." ઈત્યાદિ. અને ત્યાં જsઉપદેશરત્નાકરમાં જ, પ્રદેશાત્તરમાં કહેવાયું છે – “કેટલાક ગુરુઓ આલંબન વિના જ સતત બહુતરપ્રમાદસેવીપણાથી કુચારિત્ર છે અને દેશનામાં પણ અચાતુર્યને ધારણ કરનારા છે. જે પ્રમાણે તેવા પ્રકારના પાર્શ્વસ્થ આદિ. અથવા જે પ્રમાણે મરીચિ, હે કપિલ ! અહીં પણ અને અહીં પણ ઈત્યાદિ દેશનાને કરનાર; અને ઉસૂત્રના પરિહારથી અને સમ્યફ સભાના પ્રસ્તાવનાના ઔચિત્યાદિ ગુણવાનપણાથી દેશનાનું ચાતુર્ય જાણવું.” (તટ ૧, અં. ૨, તા. ૧૧) ઈત્યાદિ. ઉસૂત્ર લેશ વચનના સામર્થ્યથી જ પ્રતીત થાય છે કે મરીચિનું વચન કેવલ ઉસૂત્ર નથી, પણ ઉસૂત્રમિશ્ર છે. એ પ્રમાણે જે વળી કોઈક કહે છે, તે બરાબર નથી; કેમ કે આમ હોતે છતે ઉસૂત્ર લેશના બળથી મરીચિનું વચન ઉસૂત્રમિશ્ર પૂર્વપક્ષે સ્વીકાર્યું એમ હોતે છતે, ‘જે જ ભાવલેશ છે દ્રવ્યસ્તવમાં ભાવલેશ છે, તે જ ભગવાનને બહુમત છે. એ પ્રમાણે છઠ્ઠા પંચાશકના વચનથી જે ભાવલેશ ભગવાનના બહુમાનરૂપ દ્રવ્યસ્તવથી થાય છે તે જ મુખ્ય વૃત્તિથી ભગવાનને બહુમત છે. એ પ્રકારના અર્થતી પ્રતિપત્તિ હોતે છતે ત્યાં=ભગવાનના બહુમાને કહેતારા વચનમાં, ભાવલેશને અભાવમિશ્રિતીકકુત્સિત ભાવમિશ્રિતની, ભગવદ્ બહુમતત્વની આપત્તિ છે. તે કારણથી=ઉસૂત્ર લેશ શબ્દથી ઉત્સુત્રમિશ્રિતની પ્રાપ્તિ થઈ શકે નહીં તેમ પૂર્વમાં યુક્તિથી સ્થાપન કર્યું તે કારણથી, લેશ પદ=ઉસૂત્રલેશમાં રહેલું લેશ પદ અને ભાવલેશમાં રહેલું લેશ પદ, અપકર્ષનું અભિધાયક છે, પરંતુ મિશ્રિતત્વનું અભિધાયક નથી, એ પ્રમાણે જાણવું. આ અભિપ્રાય થાય – ‘ધર્મનો પણ અશુભ અનુબંધ હોવાથી એથી કહે છે – “ઘર્મ પણ શબલ થાય છે.” ઈત્યાદિ દ્વારા શાસ્ત્રમાં ધર્મનું પણ શબલપણું કહેવાય છે. અને શબલપણું મિશ્રપણું છે, એથી કુદર્શનની પ્રવૃત્તિ હોવાને કારણે અશુભ અનુબંધ હોવાથી મરીચિકા વચનનું પણ મિશ્રપણું અવિરુદ્ધ છે. અહીં પ્રશ્ન થાય કે મરીચિના વચનથી કુદર્શનની પ્રવૃત્તિ થઈ એ કેવી રીતે નક્કી થાય ? તેમાં હેતુ કહે તેની કુદર્શનની પ્રવૃત્તિનું જ સંસારની વૃદ્ધિના હેતુપણાથી આવશ્યક ચૂણિમાં ઉક્તપણું છે. તે આરસ્યાથી માંડીને જે પૂર્વપક્ષીનો અભિપ્રાય બતાવ્યો તે આ, દુરભિપ્રાય છે. જે કારણથી આમ હોતે છતે કુદર્શનની પ્રવૃત્તિને કારણે મરીચિનું વચન ઉસૂત્રમિશ્ર છે એમ સ્વીકાર કરાયે છતે, ફળથી જ આ=મરીચિનું વચન, ઉસૂત્રમિશ્ર થાય, પરંતુ સ્વરૂપથી નહીં. આ મરીચિનું વચન, સ્વરૂપથી પણ ઉત્સુત્ર કહેવાય છે. અને ઉસૂત્રપણું હોવાથી જ સંસારનો હેતુ છે. એથી આ પૂર્વપક્ષીનું કથન, યત્કિંચિત્ છે અર્થવગરનું છે.
SR No.022181
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy