________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૩-૧૪
૨૧
अत्र कथानकम् - कौशाम्ब्यां नगर्यां शेडुवकनाम्ना निःस्वेन काकन्दीपुरतो वैराग्यादागतेन राजमार्गावतीर्णा गणनातिक्रांतसाध्वीश्राविकालोकपरिकरा राजसामंतश्रेष्ठिपौरजनपदैः पूज्यमानाऽनुगम्यमाना च तथाप्यनुत्सेकवती शमश्रीरिव मूर्तिमती वपुलक्षण्याऽपहसितामरसुंदरीसौंदर्या आर्यचंदना ददृशे । ततः स सजातकौतुकः कञ्चन वृद्धं पप्रच्छअथ केयं भगवतीति ? स प्राह-एषा चंपाधिपदधिवाहनराजदुहिता वसुमती स्वगुणोपार्जितचंदनाभिधाना तृणवदपहाय राज्यसुखं प्रव्रजिता वीरस्य भगवतः प्रथमांतेवासिनी आचार्यसुस्थितवंदनार्थमुच्चलितेति । ततो भक्तिकुतूहलाभ्यामाकृष्टचित्तः स साधूपाश्रयं जगाम । चंदनापि गुरुं वंदित्वा स्वोपाश्रयमगमत् । दृष्टोऽसौ गुरुणा ज्ञानावलोकेन, लक्षिता धर्मयोग्यता, सम्भाषितो मधुरवचनैः, अस्योचितमिदमिदानीमिति, भोजितः परमानैः, चिंतितमनेनाऽहो ! करुणापरतैषाम्, उभयलोकहितं जीवितं, निवेद्य स्वाभिप्रायं प्रपत्रः प्रव्रज्यां, स्थिरीकरणार्थं सुसाधुसहायः प्रहितः प्रतिश्रयं गुरुणा, तस्मिन् प्रवेश्य बहिः स्थिताः साधवः, अभ्युत्थितः सपरिकरयाऽऽर्यचंदनया, दापितमपरिभोगमासनं, वंदितः सविनयम् । अत्रांतरे तस्या उपनीतमार्यिकाभिर्विष्टरं, नेष्टमेतया विरचितकरमुकुलया चोक्तं-किं भगवतामागमनप्रयोजनमिति ?। ततोऽसावहो ! धर्मप्रभावो यदेवंविधापीयं ममाप्येवं वर्तते । इति सञ्चिन्त्यायुष्मदुदन्तान्वेषणनिमित्तं गुरुभिः प्रेषितोऽहमिति स्थिरीभूतधर्माभिनिवेशो निर्गतः प्रतिश्रयात् । तथा चाहअवतरािर्थ :
તે કારણથી આ પ્રમાણે શિષ્યને વિનયનો ઉપદેશ અપાયો, આવા પ્રકારના ગુરુ વડે થવું જોઈએ=આચાર્ય થવું જોઈએ એ પ્રકારે કહેવાયું. હવે સાધ્વીઓને આશ્રયીને વિનયનો ઉપદેશ છે અને તે=વિનય, આજે દીક્ષિત થયેલા સાધુઓનો પણ તેણીઓએ કરવો જોઈએ, એમાં સાધ્વીના વિનયના વિષયમાં, કથાનક છે –
કૌશાંબી નગરીમાં કાકંદીપુરથી વૈરાગ્યથી આવેલા શેડુવક નામના નિર્ધન વડે રાજમાર્ગ ઉપર ચાલતાં ગણનાતીત સાધ્વી-શ્રાવિકા લોકોથી પરિવરેલા રાજા-સામત્ત-શ્રેષ્ઠિ-નગરજનો વડે પૂજાતાં અને અનુસરતાં તોપણ ગર્વ વગરનાં, મૂર્તિમતી શમની લક્ષ્મી જેવાં, શરીરની વિલક્ષણતાથી હસાયું છે અમર સુંદરીઓનું સૌદર્ય જેમના વડે એવાં આર્યચંદના જોવાયાં, તેથી થયેલા કૌતુકવાળા તેણે કોઈક વૃદ્ધને પૂછ્યું – આ ભગવતી કોણ છે ? તેણે કહ્યું – આ ચંપાના રાજા દધિવાહન રાજાની પુત્રી વસુમતી પોતાના ગુણથી મેળવેલા ચંદના નામવાળી તૃણની જેમ રાજ્યસુખને છોડીને પ્રવ્રજિત થયેલી વીર ભગવાનની પ્રથમ શિષ્યા આચાર્ય સુસ્થિતસૂરિને વંદના માટે જઈ રહ્યાં છે, ત્યારપછી ભક્તિ અને કુતૂહલથી આકૃષ્ટ ચિત્તવાળો તે=શેડુવક, સાધુના ઉપાશ્રયે ગયો, ચંદના પણ ગુરુને વંદન કરીને પોતાના ઉપાશ્રયે ગયાં, આ=શેડુવક, ગુરુ વડે જ્ઞાનપ્રકાશથી જોવાયો,