________________
૨૨
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૩-૧૪
ધર્મની યોગ્યતા જણાઈ, મધુર વચનો વડે બોલાવાયો, આને હમણાં આ ઉચિત છે, એ પ્રમાણે પરમાત્તથી ભોજન કરાવાયો, મન વડે વિચારાયું=શેડુવક વડે મનથી વિચારાયું – અહો ! આમની કરુણાપરતા, ઉભયલોકહિત જીવિત છે=આચાર્યનું જીવિત છે. પોતાનો અભિપ્રાય જણાવીને પ્રવજ્યાને સ્વીકારી, સ્થિરીકરણ માટે સુસાધુની સહાયવાળો ગુરુ વડે ઉપાશ્રયે=સાધ્વીના ઉપાશ્રયમાં, મોકલાયો, તેમાં પ્રવેશ કરીને સાધુઓ બહાર રહ્યા, પરિવાર સહિત ચંદના વડે અભ્યત્થાન કરાયું, નહિ વાપરેલું આસન અપાયું, વિનય સહિત વંદન કરાયું.
એટલામાં તેણીની આર્થિકાઓ વડે=શિષ્યાઓ વડે, આસન લવાયું, આની વડે–ચંદનબાળા વડે, ઈચ્છાયું નહિ અને વિરચિત કરમુકુલ વડે કહેવાયું – ભગવાનના આગમનનું શું પ્રયોજન છે ?, ત્યારપછી આ=શેડુવક મુનિ, અહો ધર્મનો પ્રભાવ જે આવા પ્રકારનું પણ આકચંદનબાળા, આ રીતે વર્તે છે એ મને પણ એ પ્રમાણે વર્તે છે. એ પ્રમાણે વિચારીને કહે છે - તમારી સુખવાત પૂછવાને માટે હું ગુરુ વડે મોકલાયો છું, એ પ્રમાણે સ્થિર થયેલા ધર્મના અભિતિવેશવાળા=તે શેડુવક મુનિ ઉપાશ્રયથી નીકળ્યા અને તે પ્રમાણે કહે છે–સાધ્વીજીએ નવદીક્ષિત પણ સાધુનો વિનય કરવો જોઈએ, એ પ્રમાણે કથાનકમાં બતાવ્યું તે પ્રમાણે ગાથામાં કહે છે –
ગાથા :
अणुगम्मई भगवई, रायसुयज्जा सहस्सविंदेहिं । तह वि न करेइ माणं, परियच्छइ तं तहा नूणं ।।१३।। दिणदिक्खियस्स दमगस्स, अभिमुहा अज्जचंदणा अज्जा ।
नेच्छइ आसणगहणं, सो विणओ सव्वअज्जाणं ।।१४।। ગાથાર્થ :
હજારો વૃદોથી અનુસરાતાં ભગવતી રાજપુત્રી આર્ય ચંદના છે, તોપણ માનને કરતાં નથી, તેને તે સન્માનને, ખરેખર તે પ્રકારે જાણે છે.
નવદીક્ષિત દ્રમકની અભિમુખ સાધ્વી આર્યચંદના ગયાં, આસન ગ્રહણને ઈચ્છતાં નથી, તે સર્વ આર્યાઓનો વિનય છે. II૧૩-૧૪ ટીકા :
अनुगम्यते भगवती राजसुता आर्यचंदना वृंदसहस्रैः पूजितलोकानामिति गम्यते । वृंदशब्दस्य परनिपातः प्राकृतत्वात्, तथापि न करोति मानं गर्वं, 'परियच्छइ 'त्ति पर्यवस्यति जानीते तत्तथा नूनं निश्चितं यथेदं गुणानां माहात्म्यं न ममेति तथा दिनदीक्षितस्य तदिवसप्रव्रजितस्य द्रमकस्य अभिमुखाऽभ्युत्थितेति शेषः, काऽसावार्या साध्वी, कतमा ? आर्यचंदना, तथा नेच्छत्यासनग्रहणं