SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૨, ૧૩–૧૪ ટીકાર્ય ઃ कदापि યુદ્ધમિતિ ।। કોઈક કાળમાં જિનેશ્વરો જ્ઞાનાઘાત્મક પથને=માર્ગને, ભવ્ય જીવોને આપીને અજરામરને=જરા-મરણ રહિત મોક્ષને, પ્રાપ્ત થયેલા છે અને ત્યારપછી તે કાળમાં તેમના અનુભાવથી જ=ભગવાનના અનુશાસનથી જ, પ્રવચન મર્યાદાવર્તી વર્તે છે, તેમના વિરહમાં=તીર્થંકરોના વિરહમાં, વળી આચાર્ય વડે પ્રવચન=તીર્થ અથવા ચાતુર્વર્ણ સંઘ અથવા આગમરૂપ પ્રવચન, સાંપ્રત= યુક્ત અનુવૃંખલ મર્યાદાવર્તી અને અવિસ્મૃત, સકલ=સવિજ્ઞાન અને સંપૂર્ણ, ધારણ કરાય છે અને અવિચ્યુતિથી સ્મરણ કરાય છે અને ગુણવિકલ વડે=ગુણરહિત આચાર્ય વડે, આ=પ્રવચનનું ધારણ, કરવાનું શક્ય નથી, આથી તેનું અન્વેષણ=આચાર્યના ગુણનું અન્વેષણ, યુક્ત છે. ।।૧૨।। ભાવાર્થ: ..... પૂર્વમાં આચાર્ય કેવા સ્વરૂપવાળા જોઈએ તે ગાથા-૧૦-૧૧માં બતાવ્યું. અહીં પ્રશ્ન થાય કે આચાર્યના તેવા ગુણો કેમ ઇચ્છાય છે ? માત્ર શાસ્ત્રઅધ્યયન કે અન્ય સામર્થ્ય ઇચ્છાતું નથી ? એથી કહે છે – તીર્થંકરો ભવ્ય જીવોને જ્ઞાનાદિ સ્વરૂપ માર્ગ આપીને મોક્ષને પામ્યા, એથી જ્યારે તીર્થંકરો વિદ્યમાન હતા ત્યારે તીર્થંકરના અનુશાસનથી પ્રવચન મર્યાદાવર્તી વર્તતું હતું અર્થાત્ ચતુર્વર્ણ સંઘ ભગવાનના વચનથી જ્ઞાનાદિ માર્ગમાં પ્રવર્તતો હતો અથવા તરવાનું સાધન એવું તીર્થ એ રૂપ પ્રવચન ભગવાનના અનુભાવથી મર્યાદામાં વર્તતું હતું; કેમ કે મહાપુણ્યશાળી તીર્થંકરોના અનુભાવથી જીવોને સન્માર્ગની પ્રાપ્તિ અને સન્માર્ગમાં પ્રસ્થાન સુખપૂર્વક થતું હતું, જ્યારે ભગવાનનો વિરહ થાય ત્યારે તે ચતુર્વિધ સંઘ ઉચ્છુંખલ ન થાય. અમર્યાદાવાળો ન રહે અને ભગવાનનો માર્ગ વિસ્મરણવાળો ન થાય તેવું યુક્ત પ્રવચન રાખવા માટે આચાર્ય સમર્થ છે, તેથી ઘણા ગુણોથી યુક્ત આચાર્ય હોય તો જ ભગવાનના વિરહકાળમાં ચતુર્વિધ સંઘને કે આગમને ભગવાનના વચનાનુસાર અનુચ્છેખલ મર્યાદાવાળું અને ભગવાને બતાવેલા માર્ગના અવિસ્મરણવાળું રાખવા સમર્થ થઈ શકે અને અનેક ગુણોથી રહિત એવા આચાર્ય પ્રવચનનું રક્ષણ કરી શકે નહિ, આથી તેવા ગુણવાળા આચાર્યનું અન્વેષણ યુક્ત છે. આનાથી એ ફલિત થાય કે ગાથા-૧૦-૧૧માં બતાવ્યા તેવા ગુણો બહુલતાએ જેઓમાં નથી, ક્વચિદ્ મધુરભાષી આદિ ગુણો હોય તોપણ શાસ્ત્રોના પારમાર્થિક સૂક્ષ્મભાવોને જાણનારા નથી તેવા આચાર્ય ચતુર્વિધ સંઘને ભગવાનના વચનાનુસાર પ્રવર્તાવી શકે નહિ, તેથી સંઘ સ્વસ્વમતિ અનુસાર પ્રવર્તનરૂપ ઉશૃંખલ બને, ભગવાનના વચનની મર્યાદાવાળો રહી શકે નહિ, તેથી જે કાંઈ સંઘનો વિનાશ થાય તે સર્વમાં તેવા નિર્ગુણ આચાર્ય કારણ બને છે. ૧૨ અવતરણિકા : तदेवं शिष्यस्य विनयोपदेशो दत्तो गुरुणा चैवंविधेन भाव्यमित्युक्तम्, अधुना साध्वीरधिकृत्य विनयोपदेशः, स च साधूनामद्यदीक्षितानामपि ताभिः कार्य इति ।
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy