________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૩૬
૨૨૧
ટીકા :
आक्रोशो वचनैः शपनं, तर्जना साक्षेपमङ्गुल्यादिभिनिर्भर्त्सनं, ताडना रज्ज्वादिभिः कुट्टनम्, आक्रोशश्च तर्जना च ताडना चेत्यादिद्वन्द्वस्तांस्तथा, अपमानः क्रियया परिभवः, हीलना जात्यादिभिर्निन्दा, अनयोरपि द्वन्द्व एव तैः, चः समुच्चये, मुनयो मुणितपरभवा ज्ञातपरलोकमार्गा विषहन्ते क्षमन्ते, किंवदित्याह दृढप्रहारिवत् ।
तथाहि-स पल्लीपतिः सन् पतितो ग्रामे, तच्चौरैविलुम्प्यमानैरेकस्य धिग्जातेः स्नानाय गतस्य गृहादारटतां सब्राह्मणीकानां पृथुकानामानीय पायसं भक्षितुमारब्धम्, समागतो भट्टः, एतं वृत्तान्तं श्रुत्वा रुषा गृहीत्वाऽर्गलां गत्वा तन्मध्ये पश्चाल्लग्नभार्यः प्रहर्तुमारब्धो ब्राह्मणः, व्यापादिता कतिचिच्चौराः, ततो जातरोषेण दृढप्रहारिणा करवालेन द्वधा कृतः, तद्भार्या च निवारणबुद्ध्या तच्छरीरसंसक्तत्वात् पतितः स्फुरंस्तद्गर्भः, तद्दर्शनाद् धिग्मामतिपापकारिणं, कुतो मे शुद्धिरिति जातोऽस्य गाढः पश्चात्तापः । ततो भवितव्यतयाऽऽसाद्य सुगुरुं तद्देशनया जातविवेको निष्क्रान्तो यावत्तं गर्भं स्फुरन्तं स्मरामि तावन्मया न भोक्तव्यमिति गुर्वनुज्ञातो गृहीत्वाऽभिग्रहं तस्मिन्नेव देशे प्राग्विराधितजनैराक्रोशादिभिः प्रतिक्षणं खलीक्रियमाणोऽपि जाततत्त्वनिर्णयत्वाददीनमनस्को विहृत्य कञ्चित्कालं निरशनः प्रक्षाल्य पापं गतः शिवमिति ।।१३६ ।। ટીકાર્ય :
સોશો. શિવમતિ ાા વચન વડે શપત આક્રોશ, તર્જના=અંગુલી આદિ વડે સાક્ષેપ નિર્ભર્જન, તાડના=દોરડા આદિથી મારવું, આક્રોશ, તર્જના ઈત્યાદિ દ્વન્દ સમાસ છે, તેને મુનિ સહન કરે છે, એમ અવાય છે અને અપમાન ક્રિયાથી પરિભવ, હીલના=જાતિ આદિથી નિંદા, આ બેનો પણ દ્વન્દ સમાસ છે, તેને મુનિ સહન કરે છે. ર શબ્દ સમુચ્ચયમાં છે, જણાયેલા પરભવવાળા મુનિઓ=જણાયો છે પરલોકનો માર્ગ એવા મુનિઓ, સહન કરે છે, કોની જેમ ? એથી કહે છે – દઢપ્રહારીની જેમ. તે આ પ્રમાણે –
તે=ઢપ્રહારી, પીપતિ છતો ગામમાં આવ્યો, લૂંટતા એવા તેના ચોરો વડે સ્નાન માટે ગયેલા વિષ્ણુ જાતિવાળા એકના ઘરમાંથી બ્રાહ્મણી સહિત બાળકોના પાયસનેઃખીરને, લાવીને ખાવાને માટે શરૂ કરાયું, બ્રાહ્મણ આવ્યો, આ વાત સાંભળીને રોષ વડે અર્ગલાને સાંકળને, ગ્રહણ કરીને તેમની મધ્યમાં જઈને પાછળ લાગેલી ભાર્યાવાળા બ્રાહ્મણે હણવા માટે આરંભ કર્યો. કેટલાક ચોરો મારી નંખાયા, તેથી થયેલા રોષવાળા દઢપ્રહારી વડે આ બ્રાહ્મણ અને તેની ભાર્યા કરવાલથી બે ભાગ કરાયા. નિવારણબુદ્ધિથી તેણીના શરીરનું સંસક્તપણું હોવાથી સ્કુરાયમાન થતો એવો તેનો ગર્ભ પડ્યો. તેના દર્શનથી અતિપાપકારી એવા મને ધિક્કાર હો, મારી શુદ્ધિ ક્યાંથી ? એ પ્રમાણે આને ગાઢ પશ્ચાત્તાપ થયો. ત્યારપછી ભવિતવ્યતાથી સુગુરુને મેળવીને તેમની દેશનાથી થયેલા વિવેકવાળાએ સંયમ સ્વીકાર્યું, “જ્યાં સુધી તે સ્કુરાયમાન થતા તરફડતા, ગર્ભને