SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૩૫-૧૩૬ ગાથાર્થ ઃ હવે જીવિતનો નાશ કરે છે, (ત્યારે) સંયમને હણીને પાપને એકઠું કરે છે. જેથી=જે પાપથી, પ્રમાદબહુલ જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે. II૧૩૫ ટીકા ઃ अथ जीवितं प्राणधारणं निकृन्तति च्छिनत्ति मारयतीत्यर्थः, तदा हत्वा चशब्दात्सकलकालजनितं संयमं, मलं पापं चिनोति बध्नाति, जीवः प्रमादबहुलः सन् परिभ्रमति येन पापेन हेतुभूतेन સંસારે કૃતિ।।રૂ।। ટીકાર્ય ઃ अथ जीवितं સંસારે કૃતિ ।। હવે જીવિત=પ્રાણધારણ, તેનો નાશ કરે છે, ત્યારે ચ શબ્દથી સકલ કાલથી પ્રાપ્ત કરાયેલા સંયમને હણીને મલને=પાપને, બાંધે છે. જે પાપથી પ્રમાદબહુલ એવો જીવ હેતુભૂત એવા પાપથી સંસારમાં પરિભ્રમણ કરે છે. ૧૩૫।। ..... ભાવાર્થ - કોઈ સાધુ તપ-સંયમમાં ઉદ્યમી હોય, શુદ્ધ સંયમ પાળતા હોય, છતાં કોઈક નિમિત્તે ક્રોધના આવેશમાં આવીને કોઈને મારી નાખે ત્યારે અત્યાર સુધી જે સંયમ પાળ્યું છે=આ ભવમાં કે પૂર્વના ભવોમાં જે કાંઈ સંયમ પાળ્યું છે, તે સર્વનો નાશ કરે છે અને સંસારના પરિભ્રમણના કારણીભૂત પાપને બાંધે છે, તેના ફળરૂપે તે જીવ સંસારમાં પરિભ્રમણ પામે છે. II૧૩૫॥ અવતરણિકા : अत आह અવતરણિકાર્ય : આથી જ કહે છે=ગાથા-૧૩૪-૧૩૫માં કહ્યું એ પ્રમાણે પરુષ વચનાદિથી તપ-સંયમનો નાશ થાય છે આથી જ ગાથામાં કહે છે એ પ્રમાણે મુનિઓ બીજાથી આક્રોશાદિ કરાયેલા પણ સ્વયં આક્રોશ આદિ કરતા નથી. તે કહે છે ગાથા ઃ अक्कोसणतज्जणाताडणाओ, अवमाणहीलणाओ य । मुणिणो मुणियपरभवा, दढप्पहारि व्व विसर्हति । । १३६ ।। ગાથાર્થ : જાણ્યો છે પરભવ એવા મુનિઓ આક્રોશ, તર્જના, તાડના, અપમાન અને હીલનાને દઢપ્રહારીની જેમ સહન કરે છે. II૧૩૬।।
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy