SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૩૬-૧૩૭ સ્મરણ કરું છું, ત્યાં સુધી મારે ભોજન કરવું નહિ” એ પ્રમાણે અભિગ્રહને ગુરુની આજ્ઞાથી ગ્રહણ કરીને તે જ દેશમાં સ્થાનમાં, પહેલાં દુઃખી કરાયેલા લોકોથી આક્રોશાદિ વડે પ્રતિક્ષણ અલના કરાતા પણ થયેલા તત્વના નિર્ણયપણાથી અદીન મનવાળા નિરાહારી દઢપ્રહારી કંઈક કાલ સુધી વિહાર કરીને પાપને પ્રક્ષાલન કરીને શિવને પામ્યા. /૧૩ ભાવાર્થ : જે મુનિઓએ પરલોકનો માર્ગ જામ્યો છે અર્થાત્ વર્તમાનમાં જેમ જેમ સમભાવની વૃદ્ધિ કરીશ, તેમ તેમ પરલોકમાં મારા હિતની પરંપરા થશે, એ પ્રકારનો જેઓને બોધ છે, તેવા મુનિઓ વર્તમાનના તપ-સંયમનો નાશ પરલોકના વિનાશનું કારણ છે, તેમ જાણીને કોઈ જીવ તેને આક્રોશ કરે, તર્જના કરે, તાડન કરે, અપમાન કરે, હીલના કરે, તોપણ તે નિમિત્તે ચિત્તમાં લેશ પણ વિપરિણામને કરતા નથી. પરંતુ શમભાવની પરિણતિવાળા તે મહાત્માઓ વિચારે છે કે આક્રોશાદિ કરનારા તે જીવો મારા નિમિત્તે કર્મ બાંધીને દુર્ગતિમાં જશે, તેમ તેઓ પ્રત્યે દયાળુ હૃદયવાળા તે મુનિઓ કુપિત થયા વગર તે સર્વ ઉપસર્ગો સહન કરે છે, તેનાથી તેઓના તપ-સંયમ વિશુદ્ધ વિશુદ્ધતર બને છે. જેમ દઢપ્રહારી મહાત્મા લોકોના આક્રોશાદિને સહન કરીને કેવળજ્ઞાનને પામ્યા. I૧૩૬ાા અવતરણિકા : अन्यच्च અવતરણિકાર્ય - અને અન્ય =બીજું દષ્ટાંત, લોકોના ઉપસર્ગોને સહન કરવાના વિષયમાં બતાવે છે – ગાથા - अहमाहय त्ति न य पडिहणंति सत्तावि न य पडिसवंति । મરિન્નતાવિ નર્ડ, સતિ સીહન્તિો a શરૂછા ગાથાર્થ - અધમો વડે હણાયેલા સાધુઓ પ્રતિઘાત કરતા નથી જ અને આક્રોશ કરાયેલા પણ પ્રતિઆક્રોશ કરતા નથી, મરાતા પણ સાધુ સહસ્ત્રમલમુનિની જેમ સહન કરે છે. ll૧૩૭ll ટીકા - अधमैनीचैराहता मुष्ट्यादिभिरिति हेतोन च नैव प्रतिघ्नन्ति, शप्ता अपि न च नैव प्रतिशपन्ते आक्रोशिता अपि नाक्रोशन्तीत्यर्थः । किं बहुना ? मार्यमाणा अपि यतयः सहन्ते सहस्रमल्लवत् । स हि वीरसेननामा पदातिः सन् जीवनं ग्रासं दीयमानमपि राज्ञा त्वयि तुष्टे सर्वं शोभनं
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy