SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મોપકરણની અબાધક્તાને વિચાર अथ निश्चयतो रागद्वेषयोः परद्रव्यप्रवृत्तिजन्यजनकभावो नास्तीत्युपदिशति परदव्वम्मि पवित्ती ण मोहजणिया व मोहजण्णा व । जोगकया हु पवित्ती फलकंखा रागदोसकया ॥२२॥ [ પ્રવૃત્તિને મોનિા વા મોહત્રા વા યોગતા વહુ પ્રવૃત્તિઃ ક્રાલ્લા રાષતા સા ] ઉત્તરપક્ષઃ આવું કહેતે તું ખરેખર પ્રવચનના મર્મોને અનભિજ્ઞ છે. ઋજુસૂત્રનયે (અશુદ્ધ નિશ્ચયન) રાગની સંલેશ–વિશુદ્ધિના કારણે બે પ્રકારના ભાગ પાડવા રૂપ જે ભજના કરી તે પણ બેમાંથી એક એકની ગેરહાજરીના કાળને અનુસરીને જ કરી હોવાથી અભિવંગરૂપ રાગાંશ પણ સ્વરૂપથી તે અવિશુદ્ધ જ છે. છતાં જ્યારે . અનુગ્રહ પરિણામનું જોર હોય ત્યારે એની અપેક્ષાએ (એના કારણે) એ વિશુદ્ધ કહેવાય છે. સ્વતાજ જે એ વિશુદ્ધ હોય તે તે એ અપ્રશસ્ત જ ન બનવાથી એનું દૈવિધ્ય જ રહે નહિ. આમ અનુગ્રહપરિણામાદરૂપ પરસાપેક્ષ જ એના પ્રશસ્ત-અપ્રશસ્ત એમ બે ભેદ પડે છે અને એ જ રીતે દ્વેષમાં પણ પરની સાપેક્ષતા તુલ્ય હોવાથી એને પણ એવા બે ભેદ પડે જ છે. - શંકા : પણ છતાં પ્રશસ્તોદેશથી થતે દ્વેષ પણ શુદ્ધ પગને તે ધક્કો જ લગાડતો હોવાથી નિશ્ચયનયાનુસારે ફલતઃ ઉપઘાતાત્મક જ છે અને તેથી એ પ્રશસ્ત શી રીતે કહેવાય કે જેથી શ્રેષના બે ભેદ પડી શકે ? સમાધાન -આ રીતે નિશ્ચયનય મુજબની ફલતઃ ઉપઘાતાત્મકતા તે રાગમાં પણ સમાન જ છે. પ્રશસ્ત રાગ પણ આમાનું શુદ્ધ સ્વરૂપ પ્રકટ થવામાં પ્રતિબંધક બને જ છે તેથી દ્વેષ નિશ્ચયનય મુજબ ઉપઘાતાત્મક જ હોવા માત્રથી જે દ્વિવિધ માની શકાતું ન હોય તો રાગ પણ શી રીતે દ્વિવિધ માની શકાય? શંકા-પ્રશસ્ત દેશથી કરાએલે રાગ તત્કાળ શુદ્ધ પગને પ્રતિબંધક બનતો હોવા છતાં ભવિષ્યમાં એને પ્રકટ થવા માટે ઉપકાર કરતો હોવાથી એ પ્રશસ્ત બનતો હેવાના કારણે રાગના બે ભેદ માની શકાય છે. શ્રેષમાં તે આવું પરંપરાએ ઉપકાર કરવા પણું પણ ન હોવાથી એ દ્વિવિધ શી રીતે બને? સમાધાન : તાત્કાલિક ઉપઘાત કરનારો દ્વેષ પરંપરાએ પણ શુદ્ધપાગ ને ઉપકારી બનતું નથી એ વાત અસિદ્ધ છે કારણ કે દુષ્કતને પશ્ચાત્તાપ આદિ ૫. દ્વેષ શુદ્ધસ્વરૂપના પ્રકટીકરણમાં ઉપકારી હવે ઉભયપ્રસિદ્ધ છે. નિશ્ચયનયથી રાગ કે દ્વેષમાંથી એકેયને પારદ્રવ્યપ્રવૃત્તિ સાથે જન્યજનકભાવ નથી એવું જણાવતાં ગ્રન્થકારશ્રી કહે છે
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy