SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મમત પરીક્ષા શ્લો. ૭૦-૭૧ पश्चाशकव्याख्यानं कथं ? इति चेत् १ कार्य कारणोपचारेण पराभिप्रायेण वा, नह्याहादस्य तत्त्वचिन्ताजनकत्वं नाम, क्षयोपशमेन तस्योपक्षीणत्वात् , तद्विहीनानामपि तत्प्रसङ्गाच्च । तया च तत्त्वचिन्तारूपमव्यवसानं जन्यते यदन्ये विविदिषामाचक्षते, तत एव हि शुश्रुषाश्रवणग्रहणधारणविज्ञानोहापोहतत्त्वाभिनिवेशा प्रज्ञागुणाः प्रादुर्भवन्ति प्रथमजलधरजलनिपातादिवाभिनवप्ररोहाः । एन विना भवन्तस्त्वेते तदाभासा एव, न तु तात्त्विकाः, तदेव प्रज्ञागुणजननक्रमेण तत्त्वचिन्तया बोधिजन्यते । इयं च करणत्र गव्यापाराभिव्यङ्गय प्रशमसंवेगनिर्वेदानुकम्पास्तिक्याभिव्यक्तिलक्षणं सम्यग्दर्शनमुच्यते, तदन्ये विज्ञप्तिमाहुः । ત્યાં સુધી તે અનુષ્ઠાનાદિ ગમે તેવા થયા કરે છે પણ શ્રદ્ધા આવ્યા પછી તેનાથી સાપના માલિકામાં થતા ગમન જેવો એવો વિશેષ પ્રકારનો ક્ષયે પશમ ઊભું થાય છે કે જે સ્વયં પોતે જ ગુણસ્થાના મક રત્નનું દાન કરવામાં કુશળ હોય છે અર્થાત્ ગુણસ્થાનક લાવી આપે છે. આવા ક્ષયોપશમને જ બીજાઓ “સુખા” કહે છે. શક :- પંચાશક શાસ્ત્રમાં તે સુખાને વિશિષ્ટ આહૂલાદરૂપ કહી છે તો પછી તમે કેમ ક્ષપશમવિશેષ રૂપ કહો છો? [મુખા ક્ષપશમવિશેષરૂપી. સમાધાન :- પંચાશકમાં તેવા આહ્લાદ વિશેષને સુખા તરીકે જે કહ્યું છે તે પશમરૂપ સુખા આહૂલાદવિશેષજન્ય હોવાથી કાર્યમાં કારણને ઉપચાર કરીને, અથવા તે પતંજલિઆદિના અભિપ્રાયને આશ્રીને જાણવું. પરમાર્થથી તો તેવો ક્ષયો૫શમ જ સુખ છે કારણ કે આગળ કહેવાના છીએ કે સુખાથી તત્ત્વચિન્તાત્મક વિવિદિષા ઉત્પન થાય છે. આ વિવિદિષા પ્રત્યે કંઈ આહૂલાદ હેતુભૂત નથી, કારણ કે આહ્લાદ તે પશમથી જ ચરિતાર્થ થઈ જાય છે. તેમ જ આહલાદ જ જે તેનો હેતુ હોય તે તે ક્ષે પશમવિહીન જીવોને પણ તે આહૂલાદ માત્રથી તત્ત્વચિન્તા પ્રાપ્ત થઈ જવાની આપત્તિ આવે. માટે તત્વચિન્તાની હેતુભૂત સુખા પરમાર્થથી તે ક્ષપશમરૂપ જ છે છતાં એ પશમ સ્વરૂપસુખ તે આહૂલાદનું કાર્ય હોવાથી કાર્યાત્મક તેનામાં આહલાદને ઉપચાર કર્યો છે. આમ ક્ષયોપશમને જ આહૂલાદ તરીકે કહીને સુખા તરીકે વર્ણવે છે. [સુખાજન્ય વિવિદિષાથી બુદ્ધિગુણે દ્વારા બોધિપત્તિ] આ સુખાથી તત્ત્વચિન્તારૂપ જે અધ્યવસાય કુરે છે તેને જ બીજાઓ વિવિદિષા કહે છે. જેમાં પ્રથમ વૃષ્ટિથી અભિનવ અંકુરો પ્રકટ થાય છે તેમ આ વિવિદિષાથી જ શુશ્રુષા, શ્રવણ, ગ્રહણ, ઘારણ, વિજ્ઞાન, ઉહાપોહ, અપહ અને તત્વાભિનિવેશ રૂપ બુદ્ધિના આઠ ગુણે પ્રકટ થાય છે. વિવિદિષા વિના થતા તત્ત્વના શુશ્રુષા-શ્રવણાદિ પરમાર્થથી શુશ્રુષાદિરૂપ હોતા નથી પણ શુશ્રુષા આભાસાદિરૂપ હોય છે કારણ કે પિતાનું ફળ આપનારા બનતા નથી. આ પ્રમાણે બુદ્ધિગુણોને ઉત્પન્ન કરવાના કામથી
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy