SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મમત પરીક્ષા શ્લો, ૩૯ નિમિત્તક કર્મબંધ તે હોય જ છે તેમ મોહસત્તાની હાજરીમાં ભાવહિંસાદિ ન હોવા છતાં દ્રવ્યહિંસાદિ રૂ૫ દ્રવ્યથી આશ્ર તો હોય જ છે. કેવળીઓને તે મોહનીયની સત્તા પણ ન હોવાથી દ્રવ્યહિંસા પણ હોતી નથી. કદાચ કે અહીંયા શંકા કરે કે “કેવળીઓ વિહારમાં પગ ઉપાડ્યા પછી પાછો મૂકવા જાય ત્યારે સહસા કઈ જતુ પગ મૂકવાના સ્થાને આવી જાય તે એ પગને અટકાવવો અશક્ય હોવાથી જતુયુક્તભૂમિને પરિવાર પણ અશકય થવાના કારણે એ જીવની હિંસા તે થશે જ. તેથી કેવલીને દ્રવ્યહિંસા પણ હોતી નથી એવું કેમ મનાય?” તે આવી શંકાને એ લોકે એ ઉત્તર આપે છે કે જાજવલ્યમાન કેવલજ્ઞાન-દર્શનરૂપ ઉપયોગવાળા તેઓને અશક પરિહાર જેવું કંઈ હોતું જ નથી. અહીં જીવ આવી પડવાને છે એવું પહેલેથી જ તેઓ જાણતા હોવાથી એવી ભૂમિમાં પગ મૂકવાની ચેષ્ટા કરે એ પહેલાં જ શા માટે પરિવાર ન કરી દે? તેથી અશકયપરિહાર તરીકે પણ કેવળીઓને દ્રવ્યહિંસાદિ મનાય નહિ. કેવલિને દ્રવ્યહિંસા ન હોવાનું જણાવનાર આ (પ્રાય) ધર્મ, સાગર ઉપા૦ના મતની સમાલોચના કરતાં ઉપાડ યશોવિજયજી મહારાજ જણાવે છે કે, તેઓનું આવા અભિપ્રાયરૂપ વૃથા અભિમાન પણ વિચારવા જેવું છે અર્થાત્ . આગળ-પાછળને વિચાર કરવાથી અયુક્ત કરે છે. એકેન્દ્રિયાદિને અજ્ઞાનાદ્યાત્મક પ્રમાદ હાજર હોવાથી ભાવહિંસા જ હોય છે અને એના કારણે જ કર્મબંધ હોય છે નહિ કે માત્ર દ્રવ્યહિંસાના કારણે. જેમ પિતા પોતાના કારણે ભેગા થવા માત્રથી ક્ષેત્રહિંસા વગેરે થઈ જાય છે તેમ દ્રવ્યહિંસા પણ પોતાના કારણે ભેગા થવા માત્રથી થઈ જતી હોવાથી તેને મેહસત્તાજન્ય મનાય નહિ. અને એટલે જ કેવળ દ્રવ્યહિંસાને દ્રવ્યથી આશ્રવરૂપ પણ મનાય નહિ. બાકી એવું માનવામાં તે કેવળીઓને કાયા પણ ત્યાજ્ય બની જશે. કારણ કે એ પણ દ્રવ્યપરિગ્રહરૂપ હોવાથી તમારે દ્રવ્યથી આશ્રવરૂપ માનવી પડે છે. ભૂત કે ભાવિ ભાવનું કારણ હોય તેને દ્રવ્ય કહેવાય એ હિસાબે ગૃહસ્થાદિ અવસ્થામાં શરીર અંગે પણ મૂર્છાદિ પૂર્વે થયા હોવાના કારણે એ કાયામાં મૂરછેંજનન સ્વભાવ તે છે જ. તેથી કેવલી અવસ્થામાં મૂચ્છ કરાવતી ન હોવાના કારણે ભાવપરિગ્રહ રૂપ બનતી ન હોવા છતાં દ્રવ્યપરિગ્રહ સ્વભાવવાળી તે છે જ.. તેથી જે એમ કહેવામાં આવ્યું છે કે-“કવળીઓને “અશક્ય પરિહાર જેવું કંઈ ન હોવાના કારણે દ્રવ્યહિંસાને પરિવાર પણ શક્ય હોવાથી દ્રવ્યહિંસાદિ હોતા નથી.” એવું કહેનારા તમારે કેવલીઓ કાયાને ધારી રાખે છે એવું માનવું શી રીતે સંગત થશે? કારણ કે ક્ષયા પણ દ્રવ્ય પરિગ્રહ રૂપ હોવાથી દ્રવ્ય આશ્રવરૂપ હોવાના કારણે તમારે મને ત્યાજ્ય તો છે જ. હા, પર=દિગંબરોને મતને આધારે હજુ મહાસત્તાના કારણે દ્રવ્યહિંસારૂ૫ દ્રવ્ય આશ્રવ અને મેહદયથી ભાવહિંસાદિરૂપ ભાવ આશ્રવ એમ બે પ્રકાર
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy