SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધવિધિ પ્રકરણ ઈન્દ્રપ્રકાશ, ૨૮. મહાપર્વ, ૨૯. મુક્તિનિલય, ૩૦. મહાનંદ, ૩૧. કર્મસૂદન, ૩૨. અકલંક, ૩૩. સૌંદર્ય, ૩,. વિભાસન, ૩૫. અમરકેતુ, ૩૬. મહાકર્મસૂદન, ૩૭, મહોદય, ૩૮. રાજરાજેશ્વર, ૩૯. ઢંક, ૪૦. માલવતોય, ૪૧. સુરગિરિ, ૪૨. આનંદમંદિર, ૪૩. મહાયશ, ૪૪. વિજયભદ્ર, ૪૫. અનંતશક્તિ, ૪૬. વિજયાનંદ, ૪૭. મહાશૈલ, ૪૮. ભદ્રકર, ૪૯. અજરામર, ૫૦. મહાપીઠ, ૫૧. સુદર્શન, પર. ચર્ચગિરિ, પ૩. તાલધ્વજ, ૫૪. ક્ષેમકર, ૫૫. અનંતગુણાકાર, ૫૬. શિવંકર, પ૭. કેવળદાયક, ૫૮. કર્મક્ષય, પ૯, જ્યોતિસ્વરૂપ, ૬૦. હિમગિરિ, ૬૧. નગાધિરાજ, ૬૨. અચલા, ૬૩. અભિનંદ, ૧૪. સુવર્ણ, ૬૫. પરમબ્રહ્મ, ૬૬. મહેન્દ્રધ્વજ, ૬૭. વિશ્વાધિશ, ૬૮. કદંબક, ૬૯. મહીધર, ૭૦. હસ્તગિરિ, ૭૧. પ્રિયંકર, ૭૨. દુઃખહર, ૭૩. જયાનંદ, ૭૪. આનંદધર, ૭૫. યશોધર, ૭૬. સહસ્ત્રકમલ, ૭૭. વિશ્વપ્રભાવક, ૭૮. તમાકંદ, ૭૯. વિશાલગિરિ, ૮૦. હરિપ્રિય, ૮૧. સુરકાંત, ૮૨. પુણ્યકેશ, ૮૩. વિજય, ૮૪. ત્રિભુવનપતિ, ૮૫. વૈજયંત, ૮૬. જયંત, ૮૭. સ્વાર્થસિદ્ધ, ૮૮. ભવતારણ, ૮૯. પ્રિયંકર, ૯૦. પુરુષોત્તમ, ૯૧. કાંબૂ, ૯૨. લોહિતાક્ષ, ૯૩. મણિકાંત, ૯૪. પ્રત્યક્ષ, ૯૫. અસીવિહાર, ૯૬. ગુણકંદ, ૯૭. ગજચંદ્ર, ૯૮. જગતરણી, ૯૯. અનંતગુણાકર, ૧૦૦. અગશ્રેષ્ઠ, ૧૦૧. સહજાનંદ, ૧૦૨. સુમતિ, ૧૦૩. અભય, ૧૦૪. ભવ્યગિરિ, ૧૦૫. સિદ્ધશેખર, ૧૦૬. અનંતરલેશ, ૧૦૭. શ્રેષ્ઠગિરિ, ૧૦૮. સિદ્ધાચલ આ અવસર્પિણીમાં પહેલા ચાર તીર્થકર ભગવંતો (ઋષભદેવ, અજિતનાથ, સંભવનાથ અને અભિનંદન સ્વામી)નાં સમવસરણ આ તીર્થ ઉપર થયાં છે. વળી ઓગણીસ તીર્થંકરો (સુમતિનાથ, પદ્મપ્રભ, સુપાર્શ્વસ્વામી, ચંદ્રપ્રભપ્રભુ, સુવિધિનાથ, શીતલનાથ, શ્રેયાંસ, વાસુપૂજ્ય, વિમલનાથ, અનંતનાથ, ધર્મનાથ, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, મલ્લિનાથ, મુનિસુવ્રતસ્વામી, નમિનાથ, પાર્શ્વનાથ, અને મહાવીરસ્વામી)ના સમવસરણ પણ થનાર છે. એક નેમિનાથ સિવાય આ ચોવીસીના બીજા બધા તીર્થકરો અહીંયા સમવસરશે. આ તીર્થ ઉપર અનંતા મુનિઓ સિદ્ધિપદને પામ્યા છે-પામશે, માટે આ તીર્થનું નામ સિદ્ધક્ષેત્ર પ્રસિદ્ધ થયું છે. વિશ્વમાં પ્રશંસનીય શ્રી તીર્થકર-ભગવંતોએ પણ આ તીર્થની પ્રશંસા કરી છે, તેમજ મહાવિદેહમાં રહેલા ભવ્ય-પ્રાણીઓ તેનું નિરંતર સ્મરણ કરે છે. (જેમ સારી ભૂમિમાં વાવેલું બીજ અત્યુત્તમ ફળ આપે તેમ પ્રાયઃ શાશ્વત એવા આ તીર્થ ઉપર કરેલા જપ, તપ, પૂજા, સ્નાત્ર, દાનાદિક અનંત ફળને આપે છે) કહ્યું છે કે : पल्योपमसहस्रं च ध्यानाल्लक्षमभिग्रहात् । दुष्कर्म क्षीयते मार्गे सागरोपमसम्मीतम् ॥ शत्रुअये जिने दुष्टे दुर्गतिद्वितयं क्षिपेत् । सागराणां सहस्रं च पूजास्नात्रविधानतः ॥ • સિદ્ધગિરિ (શત્રુંજય)ના એકસો આઠ નામ મધ્યે ત્રેવીશ નામ ટીકાકારે મૂકેલાં છે. (અને આદિ એકસો આઠ નામ જાણવા એમ વર્ણવેલું છે, તે જ અનુક્રમે (એ ત્રેવીશ નામો) મૂકી મહાકલ્પનામાં ગ્રંથ નહીં મળવાથી (બાકીના) નામો ખમાસમણમાં નમસ્કાર કરવામાં આવતા દુહા તથા પૂજાદિકમાં શોધી મૂક્યાં છે, જેથી બીજાં પાઠાંતર હશે એમ સંભવે છે.
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy