SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ દિનનૃત્યપ્રકાશ સ્વભાવથી સ્ત્રીવેદ વિચ્છેદ કરી નાંખ્યો, એટલું જ નહીં પણ રાજાને અત્યંત માન્ય થઈ. આશ્ચર્ય છે કે જીવો પોતાની મૂર્ખતાથી ફોકટ પોતાના આત્માને માયા (કપટ) કરવાથી નીચ ગતિમાં લઈ જાય છે. ૨૫ એક વખત તે રાજા પોતાની આ બે રાણીઓની સાથે રાજમહેલના ગોખમાં ઉભો ઉભો નગરીની શોભા જોતો હતો, તેટલામાં મનુષ્યના મોટા સમુદાયને નગરમાંથી બહાર જતો જોયો. તે જ વખતે તેણે તે વિષે તપાસ કરવા સેવકને આજ્ઞા કરી. તેણે તપાસ કરી આવી કહ્યું કે, રાજેન્દ્ર ! શંખપુરીનગરથી એક મોટો સંઘ આવ્યો છે, તે સિદ્ધાચલ તીર્થની યાત્રા કરવા જાય છે, તે સાંભળી કૌતુકથી રાજા સંઘના ઉતારે ગયો, અને ત્યાં રહેલા શ્રી શ્રુતસાગરસૂરિને વંદન કર્યું, પછી સરલ આશયવાળા તે રાજાએ આચાર્યશ્રીને પૂછ્યું કે, એ સિદ્ધાચલ તે કયો ? તે તીર્થ કેમ ? અને તે તીર્થનું માહાત્મ્ય શું છે ? ક્ષીરાશ્રવલબ્ધિના ધારક તે આચાર્યશ્રી બોલ્યા કે - રાજન્ ! આ લોકમાં ધર્મથી જ સર્વ ઈષ્ટ-સિદ્ધિ પ્રાપ્ત થાય છે અને આ વિશ્વમાં ધર્મ એ જ સર્વ સારમાં સારભૂત છે, નામધર્મ (જેનું માત્ર નામ ધર્મ હોય, પણ જેમાં ધર્મત્વ ન હોય તે) તો ઘણા છે પણ અર્હત્-પ્રણીત ધર્મ જ અત્યંત શ્રેયસ્કર-કલ્યાણ કરનાર છે; કેમ કે, સમ્યક્ત્વ (તત્ત્વશ્રદ્ધા), એ જ જેનું મૂળ છે, તેના વિના પ્રાણી જે તપ, જપ, વ્રત, કષ્ટાનુષ્ઠાનાદિક કરે છે, તે સર્વ ફળહીન વૃક્ષની જેમ વ્યર્થ છે. તે સમ્યક્ત્વ પણ ત્રણ તત્ત્વના ગ્રહણ કરવારૂપ છે; તે વીતરાગ દેવ, શુદ્ધ-પ્રરૂપક ગુરુ અને કેવલિ-ભાષિત ધર્મરૂપ છે. તે ત્રણ તત્ત્વમાં પણ પ્રથમ ‘દેવતત્ત્વ' અરિહંત જાણવા. અરિહંત દેવમાં પણ પ્રથમ અરિહંત શ્રી યુગાદિદેવ ઋષભદેવ' છે. એ અત્યંત મહિમાવંત દેવ જે તીર્થ પર બિરાજે છે. તે "સિદ્ધાચલ" નામનું તીર્થપણ મહાપ્રભાવિક છે. એ વિમલાચલ તીર્થ સર્વે તીર્થોમાં મુખ્ય છે; એ તીર્થનાં નામો પણ જુદાં જુદાં કારણે અનેક છે. જેમ કે, ૧. સિદ્ધક્ષેત્ર, ૨. તીર્થરાજ, ૩. મરુદેવ, ૪. ભગીરથ, ૫. વિમલાચલ, ૬. બાહુબલિ, ૭. સહસ્ત્રકમલ, ૮. તાલધ્વજ, ૯. કદંબગિરિ, ૧૦. શતપત્ર, ૧૧. નગાધિરાજ, ૧૨. અષ્ટોત્તરશતકુલ, ૧૩. સહસ્ત્રપત્ર, ૧૪. ઢંક, ૧૫. લોહિત્ય, ૧૬. કપર્દિનિવાસ, ૧૭. સિદ્ધિશેખર, ૧૮. પુંડરીક, ૧૯. મુક્તિનિલય, ૨૦. સિદ્ધિપર્વત, ૨૧. શત્રુંજય, એવાં એકવીશ નામ છે. તે પૈકી કેટલાંક મનુષ્યકૃત, કેટલાંક દેવકૃત અને કેટલાંક ઋષિકૃત મળી ૨૧ નામોમાંથી કેટલાંક આ અવસર્પિણીમાં થયાં છે; અને કેટલાંક હવે પછી થશે. આ વર્તમાન અવસર્પિણીનાં જે એકવીશ નામ મેં તને કહ્યાં, તેમાંનું "શત્રુંજય” એવું એકવીશમું જે નામ આવેલું છે, તે આવતા ભવે તારાથી જ પ્રસિદ્ધ થશે એમ અમે જ્ઞાની પાસેથી સાંભળેલું છે. વળી સુધર્માસ્વામીના રચેલા "મહાકલ્પ" નામના ગ્રંથમાં આ તીર્થનાં અષ્ટોત્તરશત (એકસો આઠ) નામ પણ કહેલાં છે. તે આ પ્રમાણે. ૧. વિમલાચલ, ૨. સૂરશૈલ, ૩. સિદ્ધક્ષેત્ર, ૪. મહાચળ, ૫. શત્રુંજય, ૬. પુંડરીક, ૭. પુણ્યરાશિ, ૮. શ્રીપદ, ૯. સુભદ્ર, ૧૦. પર્વતેન્દ્ર, ૧૧. દૃઢશક્તિ, ૧૨. અકર્મક, ૧૩. મહાપદ્મ, ૧૪. પુષ્પદંત, ૧૫. શાશ્વત, ૧૬. સર્વકામદ, ૧૭. મુક્તિગેહ, ૧૮. મહાતીર્થ, ૧૯. પૃથ્વીપીઠ, ૨૦. પ્રભુપદ, ૨૧. પાતાલમૂળ, ૨૨. કૈલાસ, ૨૩. ક્ષિતિમંડન, ૨૪. રૈવતગિરિ, ૨૫. મહાગિરિ, ૨૬. શ્રીપદગિરિ, ૨૭. ક્ષીરાશ્રવલબ્ધિ-દૂધપાકના જેવી જેના વચનમાં મધુરતા (મીઠાશ) હોય તેવી શક્તિ.
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy