SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ દિનકૃત્યપ્રકાશ (પોતાના ઘરમાં બેઠાં પણ) શત્રુંજયતીર્થનું ધ્યાન ધરવાથી એક હજાર પલ્યોપમના પાપ જતાં રહે છે અને તે તીર્થયાત્રાનો કંઈ અભિગ્રહ ધારણ કરે તો એક લાખ પલ્યોપમનાં દુષ્કર્મો ક્ષય થાય છે. વળી તે તીર્થની યાત્રા કરવાને નિમિત્તે તે તરફ પ્રયાણ કરે તો એક સાગરોપમનાં પાપ નાશ થાય છે. તીર્થ ઉપર ચઢીને મૂળનાયકનાં દર્શન કરે તો તિર્યંચ અને નરક એ બે દુર્ગતિઓને દૂર કરે છે અને જો ત્યાં પૂજા, સ્નાત્ર ભણાવે તો એક હજાર સાગરોપમનાં અશુભ કર્મો ક્ષય થાય છે. એ તીર્થની યાત્રા કરવાને તેની સન્મુખ એક એક ડગલું ભરે તો દરેક ડગલે ડગલે કરોડો ભવનાં પાપથી મુક્ત થાય છે. કોઈ ભવ્ય જીવ શુદ્ધ-બુદ્ધિવાળો બીજા સ્થાન ૫૨ ક્રોડપૂર્વ વર્ષ સુધી ક્રિયા કરતાં જેટલાં શુભ ફળને પામે, તેટલું જ ફળ આ તીર્થ પર નિર્મળતાથી કરે તો અંતર્મુહૂર્તમાં પામી શકે. કહ્યું છે કે - जं कोडिए पुण्णं कामिअआहारभोइआएं उ । ? तं लहइ तित्थपुण्णं एगोववासेण सेत्तुंजे ||२८६|| ક્રોડવાર ઈચ્છિત આહારનું ભોજન સાધર્મીને કરાવતાં જેટલું પુણ્ય થાય તેટલું પુણ્ય શત્રુંજય તીર્થ ઉપર એક ઉપવાસ કરવાથી થાય છે. जं किंचि नामतित्थं, सग्गे पायालि माणुसे लोए । तं सव्वमेव दिवं पुंडरिए वंदिए संते ||२८७|| સ્વર્ગ, પાતાળ અને મનુષ્યલોકમાં જેટલાંયે નામ રૂપ તીર્થ છે, તે બધાનાં દર્શન બરાબ૨નું ફળ એ સિદ્ધાચલને વંદન કરવાથી પામી શકાય છે. पडिलाभंते संघं, दिट्ठमदिट्ठे अ साहू सित्तुंजे । कोडिगुणं च अदिट्ठे, दिट्ठे य अणतगं होइ ॥ २८८|| ૨૭ ભવ્યજીવ શ્રેષ્ઠ એવા શત્રુંજયનાં દર્શન કરે અથવા ન કરે તો પણ શત્રુંજય જતા સંઘનું વાત્સલ્ય કરે તો ઘણું પુણ્ય ઉપાર્જન કરે છે. શત્રુંજય પર્વતને જોયા વગર જ શત્રુંજય જતા સંઘનું વાત્સલ્ય કરે તો ક્રોડગણું ફળ થાય અને તીર્થયાત્રા કરીને સ્વામિવાત્સલ્ય કરે તો અનંતગણું ફળ થાય. नवकारसहिए, १ पुरिमड्ढेगासणं च आयामं । पुंडरियं च समरंतो, फलकंखी कुणइ अभत्तट्टं ॥२८९|| छट्ठट्ठमदसमदुवालसाण मासद्धमासखवणाणं । तिगरणसुद्धोर लहए सत्तुंजे संभरंतो अ ||२९०|l શ્રી શત્રુંજયનું સ્મરણ કરતો, મન, વચન અને કાયાના એમ ત્રિકરણ શુદ્ધિવાળો ભવ્ય પ્રાણી નવકારસીથી છઠ્ઠનું, પોરસીથી અક્રમનું, પુરિમદ્ભથી ચાર ઉપવાસનું, એકાસણથી છ ઉપવાસનું, આયંબિલથી પંદર ઉપવાસનું અને ઉપવાસથી માસક્ષમણ (મહિનાના ઉપવાસ)નું ફળ પામે છે. ૧. પોરસાણ, ૨. મુદ્દો, રૂ. સિત્તુંનં
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy