SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પ્રકાશ. રાત્રિકૃત્ય ૩૩૫ અપયશ, નિંદા એવાં દુઃખ મનુષ્ય ભવમાં છે. કેટલાક જીવો મનુષ્ય ભવ પામીને પણ માઠી ચિંતા, સંતાપ, દારિદ્ર અને રોગ વિગેરેથી ઘણો ઉગ પામીને મરી જાય છે. દેવભવમાં પણ અવન, પરાભવ, અદેખાઈ વગેરે છે જ. વળી કહ્યું છે કે - અદેખાઈ, ખેદ, મદ, અહંકાર, ક્રોધ, માયા, લોભ વગેરે દોષથી દેવતાઓ પણ લપટાણા છે; તેથી તેમને સુખ કયાંથી હોય? વગેરે. ' ધર્મના મનોરથો ધર્મના મનોરથ આ રીતે ભાવવા :- શ્રાવકના ઘરમાં જ્ઞાન-દર્શનધારી દાસ થવું સારું. પણ મિથ્યાત્વથી ભરેલી બુદ્ધિવાળા ચક્રવર્તી પણ થવું ઠીક નથી. હું સ્વજનાદિકનો સંગ મૂકી કયારે ગીતાર્થ અને સંવેગી એવા ગુરુ મહારાજના ચરણકમળ પાસે દીક્ષા લઈશ? હું તપસ્યાથી દુર્બળ શરીરવાળો થઈ ક્યારે ભયથી અથવા ઘોર ઉપસર્ગથી ન ડરતાં સ્મશાન વગેરેને વિષે કાઉસ્સગ્ન કરી ઉત્તમ પુરુષોની કરણી કરીશ? વગેરે. અત્રે દશમી ગાથાનો વિસ્તરાર્થ સંપૂર્ણ થયો. તપાગચ્છીય શ્રીરનશેખરસુરિ વિરચિત "શ્રાદ્ધવિધિપ્રકરણ'ની શ્રાદ્ધવિધિ કૌમુદી ટીકામાં દ્વિતીય રાત્રિત્ય પ્રકાશ સંપૂર્ણ થયો.
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy