SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ શ્રાદ્ધવિધિ પ્રકરણ આપણા જેવા જ સાધારણ માણસ હતા, એમ સમજી તમે દોષનો ત્યાગ કરવામાં ઘણા ઉત્સાહવંત થાઓ. કાંઈ કોઈ એવું ખેતર નથી કે, જેમાં પુરુષો ઉત્પન્ન થાય છે. અને શરીર, ઈન્દ્રિયો વગેરે વસ્તુ જેમ માણસને સ્વાભાવિક હોય છે, તેમ સાધુપણું સ્વાભાવિક નથી મળતું; પરંતુ જે પુરુષ ગુણોને ધારણ કરે છે તે સાધુ કહેવાય છે. માટે ગુણોને ઉપાર્જન કરો. અહો! હે પ્રિય મિત્ર વિવેક ! તું ઘણા પુણ્યથી મને મળ્યો. તારે કયારે પણ અમારી પાસેથી ક્યાંય પણ ન જવું. હું તારી સહાયથી ઉતાવળથી જન્મનો તથા મરણનો ઉચ્છેદ કરું છું. કોણ જાણે ફરીથી તારો અને મારો મેળાપ થાય કે ન થાય. ઉદ્યમ કરવાથી ગુણોની પ્રાપ્તિ થાય છે, અને પ્રયત્ન કરવો આપણા હાથમાં છે, તેમ છતાં ફલાણો મોટો ગુણી છે.” એ વાત કોણ જીવતો પુરુષ સહન કરી શકે? ગુણથી જ સન્માન મળે છે. જ્ઞાતિ-જાતિના આડંબરથી કાંઈ ન થાય. વનમાં ઉત્પન્ન થયેલું પુષ્પ લેવાય છે, અને પ્રત્યક્ષ પોતાના શરીરથી ઉત્પન્ન થયેલ મળ નાંખી દેવાય છે. ગુણથી જ જગમાં મહિમા વધે છે; પણ મોટા શરીરથી અથવા પાકટ-મોટી વયથી વધતો નથી. જુઓ, કેવડાનાં મોટા અને જૂનાં પાંદડાં કોરે રહે છે, અને વચ્ચે આવેલાં નાનાં અને નવાં પાંદડાં સુગંધી હોવાથી તેને સર્વે સ્વીકારે છે. વળી જેથી કષાયાદિકની ઉત્પત્તિ થતી હોય તે વસ્તુનો અથવા પ્રદેશનો ત્યાગ કરવાથી તે તે દોષનો નાશ થાય છે. કેમકે જે વસ્તુથી કપાયરૂપ અગ્નિની ઉત્પત્તિ થાય તે વસ્તુ મૂકવી, અને જે વસ્તુથી કપાયનો ઉપશમ થાય તે વસ્તુ અવશ્ય લેવી એમ સંભળાય છે કે, સ્વભાવે ક્રોધી એવા ચંદ્રચૂડ આચાર્ય ક્રોધની ઉત્પત્તિ ન થવાને માટે શિષ્યોથી જુદા રહ્યા હતા. નારકી આદિની વેદનાઓ હવે સંસારની અતિશય વિષમ સ્થિતિ, પ્રાયે ચારે ગતિમાં દુઃખ ઘણું ભોગવાય છે. તે ઉપરથી વિચારવી. તેમાં નારકી અને તિર્યંચ એ બન્નેમાં બહુ દુઃખ છે. તે તો પ્રસિદ્ધ જ છે. કેમકે – સાતે નરકભૂમિમાં ક્ષેત્રવેદના અને શસ્ત્ર વિના એકબીજાને ઉપજાવેલી વેદના પણ છે. પાંચ નરકભૂમિમાં શસ્ત્રજન્ય વેદના છે અને ત્રણમાં પરમાધામી દેવતાની કરેલી વેદના પણ છે. નરકમાં અહોનિશ પચી રહેલા નારકી જીવોને આંખ મીંચાય એટલા કાલ સુધી પણ સુખ નથી. એક સરખું દુઃખ જ છે. હે ગૌતમ! નારકી જીવો નરકમાં જે તીવ્ર દુઃખ પામે છે, તેના કરતાં અનંતગણું દુઃખ નિગોદમાં જાણવું. તિર્યંચ પણ ચાબુક, અંકુશ, પરોણા આદિનો માર સહે છે વગેરે. મનુષ્યભવમાં પણ ગર્ભવાસ, જન્મ, જરા, મૃત્યુ, નાનાવિધ પીડા, વ્યાધિ, દરિદ્રતા વગેરે ઉપદ્રવ હોવાથી દુઃખ જ છે. કહ્યું છે કે – હે ગૌતમ ! અગ્નિમાં તપાવી લાલચોળ કરેલી સોયો એક સરખી શરીરમાં ઘોંચવાથી જેટલી વેદના થાય છે, તે કરતાં આઠગણી વેદના ગર્ભવાસમાં છે. જીવ ગર્ભમાંથી બહાર નીકળતાં યોનિયંત્રમાં પીલાય છે. ત્યારે તેને ઉપર કહેલી વેદનાથી લક્ષગણી અથવા ક્રોડક્રોડગણી વેદના થાય છે. બંદીખાનામાં અટકાવ, વધ, બંધન, રોગ, ધનનો નાશ, મરણ, આપદા, મનમાં તાપ,
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy