SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પ્રકાશ પર્વકૃત્ય રાત્રિજ્ય કહ્યું, હવે પર્વત્ય કહીએ છીએ. पव्वेसु पोसहाई बंभअणारंभतवविसेसाइ । आसोअचित्तअट्ठाहिअपमुहेसुं विसेसेणं ||११|| पर्वसु पौषधादि-ब्रह्म-अनारम्भ-तपोविशेषादि । आश्विन-चैत्राष्टाहिनक-प्रभुखेषु विशेषेण ||११|| સુશ્રાવકે પર્વોને વિષે તથા ઘણું કરી આસો મહિનાની તથા ચૈત્ર મહિનાની અઢાઈ-(ઓળી)ને વિષે પૌષધ વગેરે કરવું. બ્રહ્મચર્ય પાળવુ, આરંભ વર્જવો અને વિશિષ્ટ તપશ્ચર્યા વગેરે કરવી. (૧૧) પૌષ ધર્મની પુષ્ટિને, ધ=ધારણ કરે તે પૌષધ કહેવાય છે. શ્રાવકે સિદ્ધાંતમાં કહેલા આઠમ, ચૌદશ વગેરે પર્વોને વિષે પૌષધ આદિ વ્રત જરૂર કરવું. આગમમાં કહ્યું છે કે - જિનમતમાં સર્વે કાળ પર્વોને વિષે પ્રશસ્ત યોગ છે જ. તેમાં પણ શ્રાવકે આઠમ તથા ચૌદશને વિષે અવશ્ય પૌષધ કરવો. ઉપર પૌષધ વગેરે કહ્યું છે માટે વગેરે શબ્દવડે શરીરે આરોગ્ય ન હોવાથી અથવા બીજા એવા જ કાંઈ યોગ્ય કારણથી પૌષધ ન કરી શકાય, તો બે વાર પ્રતિક્રમણ, ઘણાં સામાયિક, દિશા વગેરેના અતિશય સંક્ષેપવાળું દેશાવકાસિક વ્રત વગેરે જરૂર કરવાં. તેમજ પર્વોને વિષે બ્રહ્મચર્ય પાળવું, આરંભ વર્જવો, ઉપવાસ વગેરે તપશ્ચર્યા શક્તિ માફક પહેલાં કરતાં વધારે કરવી. ગાથામાં આદિ શબ્દ છે તેથી સ્નાત્ર, ચૈત્યપરિપાટી, સર્વ સાધુઓને વંદના, સુપાત્રદાન વગેરે કરીને, હંમેશાં જેટલું દેવ-ગુરુપૂજન, દાન વગેરે કરાય છે તે કરતાં પર્વને દિવસે વિશેષ કરવું. કેમકે – જો દરરોજ ધર્મની ક્રિયા સમ્યફ પ્રકારે પાળો. તો તો ઘણો લાભ છે; પણ જો તેમ કરી શકાતું ન હોય, તો પર્વને દિવસે તો અવશ્ય પાળો. દશેરા, દિવાળી, અખાત્રીજ વગેરે લૌકિક પર્વોને વિષે જેમ મિષ્ટાન્ન ભક્ષણની તથા વસ્ત્ર, આભૂષણ પહેરવાની વિશેષ યતના રખાય છે, તેમ ધર્મના પર્વ અને ધર્મને વિષે પણ વિશેષ યતના રાખવી. પર્વ દિવસો અને તેનું ફલ અન્યદર્શની લોકો પણ અગિયારશ, અમાસ વગેરે પર્વોને વિષે કેટલોક આરંભ વર્જે છે, અને ઉપવાસ વગેરે કરે છે. તથા સંક્રાંતિ, ગ્રહણ વગેરે પર્વોને વિષે પણ પોતાની સર્વ શક્તિથી દાનાદિક આપે છે, માટે શ્રાવકે તો સર્વે પર્વદિવસો અવશ્ય પાળવા જોઈએ. પર્વ દિન આ રીતે કહ્યા છે, આઠમ ૨, ચૌદશ ૨, પૂનમ ૧ અને અમાસ ૧ એ છ પર્વદરેક માસમાં આવે છે, અને દરેક પખવાડિયામાં ત્રણ (આઠમ, ૧ ચૌદર ૧ અને પૂનમ ૧ અથવા અમાસ ૧) પર્વ આવે છે. તેમજ "ગણધર શ્રી ગૌતમસ્વામીએ બીજ, પાંચમ, આઠમ, અગિયારસ અને ચૌદશ” એ પાંચ
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy