SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ દિનકૃત્યપ્રકાશ તારા પૂર્વભવની જે માતા હતી તેણીએ એક દિવસ સ્ત્રીધર્મ (રજસ્વળા)માં આવેલી છતા પણ દેવપૂજા કરી; તે કર્મથી મરણ પામ્યા પછી ચંડાળણી થઈ છે. આવાં વચન સાંભળીને રાજાએ વૈરાગ્ય પામી દીક્ષા ગ્રહણ કરી. અપવિત્રતામાં અને જમીન પ૨ પડેલા પુષ્પથી પૂજા કરવાને લીધે નીચગોત્ર બાંધ્યું તે ઉપર માતંગની કથા કહી. ૧૦૯ ઉપરના દૃષ્ટાંતમાં બતાવ્યા મુજબ નીચગોત્ર બંધાય છે, માટે પડી ગયેલ પુષ્પ સુગંધીયુક્ત હોય તો પણ પ્રભુને ચડાવવું નહીં. જરા માત્ર પણ અપવિત્રતા હોય, તો પ્રભુપૂજા કરવી નહીં. ખાસ કરીને સ્ત્રીધર્મમાં આવેલી સ્ત્રીએ મોટી આશાતનાઓનો દોષ હોવાથી પૂજા કરવી નહીં. પૂજા કરતી વખતે કેવા વસ્ત્ર જોઈએ ? પૂર્વોક્ત રીતે સ્નાન કર્યા પછી, પવિત્ર, સુકોમળ, સુગંધી, રેશમી કે સુતરાઉ વસ્ત્ર રૂમાલ પ્રમુખથી અંગલુંહણ કરી, બીજાં શુદ્ધ વસ્ત્ર પહેરતાં ભીનું વસ્ત્ર યુક્તિપૂર્વક ઉતારી ભીના પગથી મલિન જમીનને નહીં ફરસતા પવિત્ર સ્થાનકે આવીને ઉત્તર દિશા સામે ઉભા રહીને મનોહર, નવાં, ફાટેલાં નહીં, સાંધેલાં નહીં, તેમજ પહોળાં અને સફેદ બે વસ્ત્ર પહેરવાં. શાસ્ત્રમાં કહેલું છે કે - યથાયોગ્ય નિર્મળ જળથી શરીરને શુદ્ધ કરીને પછી નિર્મળ ધૂપથી ધૂપેલા અને ધોએલાં બે વસ્ત્ર પહેરે. લૌકિકમાં પણ કહેલું છે કે - હે રાજન્ ! દેવપૂજાના કાર્યમાં સાધેલું, બળેલું, ફાટેલું કે પારકું વસ્ત્ર પહેરવું નહીં. એક વાર પણ પહેરેલું, જે પહેરીને વડીનીતિ, લઘુનીતિ કે મૈથુન કીધું હોય તેવું વસ્ત્ર ન પહેરવું. એક જ વસ્ત્ર પહેરીને ભોજન કરવું નહીં, તેમજ દેવની પૂજા પણ કરવી નહીં. સ્ત્રીઓએ પણ કંચુકી(કાંચળી) પહેર્યા વિના પૂજા ન કરવી. એવી રીતે પુરુષને બે અને સ્ત્રીને ત્રણ વસ્ત્ર પહેર્યા વિના પૂજા કરવી કલ્પે નહીં. દેવપૂજા પ્રમુખમાં ધોએલાં વસ્ત્ર મુખ્ય વૃત્તિએ અતિવિશિષ્ટ (સારાં) ક્ષીરોદકાદિક જેવાં ધોળાં જ વાપરવાં. ઉદયન રાજાની રાણી પ્રભાવતી આદિનાં સફેદ અને ધોળાં જ વસ્ત્ર નિશીથ આદિમાં કહેલાં છે. “સેઅવનિઅસળો” સફેદ વસ્ત્ર પહેરીને (પૂજા કરવી) એમ શ્રાવકદિનકૃત્યમાં પણ કહેલું છે. ક્ષીરોદક વસ્ત્ર પહેરવાની શક્તિ ન હોય તો સુંદર રેશમી ધોતીયાં વાપરવા. પૂજાષોડશકમાં પણ "સિતશુમવસ્ત્રેળ" "સફેદ શુભ વસ્ત્રો” એમ લખ્યું છે. તેની (પૂજાષોડશકની) વૃત્તિમાં કહ્યું છે કે, સિતવસ્ત્રે શુમવસ્ત્રેળ ઃ શુમમિત્ત સિતાવન્યવત્તિ પટ્ટયુ માવિત્તપીત વિવર્ષાં પરિવૃદ્ઘતે સફેદ અને શુભ વસ્ત્રો વાપરવાં, શુભ અહિંયા કોને ગણવાં ? તો કે-સફેદ કરતાં જુદાં પણ પટોળાં વિગેરે કલ્પે. રાતાં પીળાં વિગેરે વર્ણવાળાં પણ ગ્રહણ કરાય છે. પ્રાપ્તાડિએ ઉત્તરાખંગ રેફ એવા આગમના પ્રમાણથી ઉત્તરાસંગ અખંડ એક જ કરવું પણ બે ખંડ જોડીને કરેલું ન જોઈએ. રેશમી વસ્ત્ર ભોજનાદિ કરવા છતાં પણ હંમેશાં પવિત્ર જ છે એ લોકોક્તિ જિનપૂજામાં અપ્રમાણિક છે. રેશમી વસ્ત્રો પણ બીજાં વસ્ત્રોની માફક, ભોજન, મલમૂત્ર, અશુચિસ્પર્શ-વર્જન આદિથી સાચવવાં, દેવપૂજામાં વા૫૨વાનાં વસ્ત્ર વારંવાર ધોવાં, પવાં વિગેરેથી સાફ રાખવાં. થોડી વાર જ વાપરવાં.
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy