SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ શ્રાદ્ધવિધિ પ્રકરણ જળ એ જીવમય જ છે એ વિષે ઉત્તરમીમાંસામાં કહ્યું છે કે : કરોળીઆના મુખમાં જે તંતુ છે, તે તંતુમાં પડેલા પાણી મળેના એક બિંદુમાં જેટલા જીવો છે, તે જીવોની સૂક્ષ્મ ભ્રમરના પ્રમાણે કલ્પના કરી હોય તો ત્રણે જગતમાં પણ સમાઈ શકે નહીં. ભાવનાનનું સ્વરૂપ ધ્યાનરૂપી જળે કરીને જીવને સદાય જે શુદ્ધિનું કારણ થાય અને જેનો આશ્રય લઈને કર્મરૂપ મેલ ધોવાય તેને ભાવસ્નાન કહે છે. જે કોઈક પ્રાણીને સ્નાન કરવાથી પણ જો ગુમડું, ચાઠું, ઘાવ વિગેરેમાંથી પરૂ કે રસી ઝરતાં બંધ ન થવાને લીધે દ્રવ્યશુદ્ધિ ન થાય તો તે પુરુષે અંગપૂજા માટેના પોતાના ફૂલ-ચંદનાદિક બીજા કોઈને આપીને તેની પાસે ભગવાનની પૂજા કરાવવી, અને પોતે દૂરથી અગ્રપૂજા (ધૂપ, અક્ષત, ફળ ચડાવીને) તથા ભાવપૂજા કરવી. કેમકે, શરીર અપવિત્ર હોય ત્યારે પૂજા કરે તો લાભને બલે આશાતનાનો સંભવ થાય છે, માટે અંગપૂજા કરવાનો નિષેધ છે. કહ્યું છે કે : આશાતના થવાનો ભય ન રાખતાં અપવિત્ર અંગે (શરીરના કોઈપણ ભાગમાંથી પરૂ કે રસી વિગેરે વહેતું હોય તો) દેવપૂજા કરે, અથવા જમીન ઉપર પડી ગયેલાં ફૂલથી પૂજા કરે, તો તે ભવાંતરમાં ચંડાળની ગતિને પામે. અશુદ્ધિપૂર્વક પૂજા કરવાનું ફળ કામરૂપ નગરમાં કોઈક ચંડાળને ઘેર એક પુત્ર ઉત્પન્ન થયો, તેનો જન્મ થતાં જ, તેના પૂર્વભવના વૈરી વ્યંતર દેવતાએ ત્યાંથી હરણ કરીને તેને વનમાં મૂક્યો. એ વખતે કામરૂપ પટ્ટણનો રાજા, વનમાં ફરવા નીકળેલો હતો. તેણે તે બાળકને વનમાં પડેલો દેખી પોતે અપુત્રીઓ હોવાથી, તેને પોતાના દરબારમાં લાવીને, પુણ્યસાર એવું નામ આપી, પાળીપોષીને યૌવનાવસ્થા સુધી પહોંચાડયો. છેવટે તેને રાજ્ય આપી, રાજાએ દીક્ષા લીધી અને સંજમ પાળતાં વિચરીને, કેટલેક કાળે તે કેવળજ્ઞાન પામી, પાછા કામરૂપ પટ્ટણે આવ્યા. ત્યારે પુણ્યસાર રાજા તેમજ નગરલોકો તેમને વંદન કરવા આવ્યા. આ અવસરે પુણ્યસારને જન્મ આપનારી, જે તેની ચંડાળણી માતા હતી, તે પણ ત્યાં આવી. સર્વ સભા સમક્ષ રાજાને જોયો કે, તરત જ તેણીનાં સ્તનમાંથી દૂધની ધારા છૂટી અને ધરતી પર પડવા લાગી. આ જોઈ રાજાના મનમાં ઘણું આશ્ચર્ય લાગવાથી, કેવળી મહારાજને પૂછવા લાગ્યો કે - હે મહારાજ ! મને દેખીને આ ચંડાળણીના સ્તનમાંથી દૂધની ધારા કેમ છૂટી? કેવળીએ કહ્યું હે – રાજન્ ! એ તારી માતા છે, તું તો મને વનમાંથી મળ્યો હતો. તે એકદા જિનેશ્વરની પૂજા કરતાં પુષ્પ જમીન ઉપર પડેલું હતું તે ચડાવવા લાયક નથી એમ જાણવાં છતાં પણ એમાં શું થયું? એમ અવજ્ઞા કરીને પ્રભુને તે ચડાવ્યું હતું, તેથી તું ચંડાલ થયો છે. કહેલું છે કે :- અયોગ્ય ફળ, ફૂલ કે નૈવેદ્ય ભગવાનને ચડાવે તો તે પ્રાયઃ પરલોકમાં નીચ કુળમાં ઉત્પન્ન થવાનું કર્મ બાંધે છે.
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy