________________
૧૮૯
તિર્યંચમનુષ્યાધિકાર. ] મનુષ્યને તિર્યચેનું આયુષ્ય. संवच्छराणि बारस, राइंदिय इंति अउणपन्नासा । छम्मास तिन्नि पलिया, पुढवाईणं ठिइ उक्कोसा ॥ ३१३ ॥
ટીકાર્થ-એકેંદ્રિયાદિ મનુષ્ય પર્વતની ઉત્કૃષ્ટ સ્થિતિ આ પ્રમાણેપૃથ્વીકાયની રર૦૦૦ વર્ષની, અપકાયની ૭૦૦૦ વર્ષની, તેઉકાયની ત્રણ રાત્રીદિવસની, વાઉકાયની ત્રણ હજાર વર્ષની અને વૃક્ષની એટલે વનસ્પતિકાયની દશ હજાર વર્ષની જાણવી. ૩૧૨.
બેઇદ્રિય જીવોની બાર વર્ષની, ત્રીન્દ્રિયની ૪૯ દિવસની અને ચતુરિંદ્રિની છ માસની તથા પચેંદ્રિય તિર્યંચ મનુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પત્યેપમની જાણવી. ૩૧૩
ઉપર પ્રમાણે સામાન્ય પૃથ્વીકાયાદિની ઉત્કૃષ્ટ સ્થિતિ કહીને હવે પૃથ્વીકાયના ભેદમાં પ્રતિભેદનું આયુ કહે છે – सण्हा य सुद्धवालुअ, मणोसिला सक्करा य खरपुढवी । एगं बारस चउदस, सोलस अट्ठार बावीसा ॥३१४ ॥
ટીકાર્થ–આ ગાથાના અર્થમાં પૂર્વાર્ધના પદોની ઉત્તરાર્ધના પદે સાથે યથાક્રમ યોજના કરવી. તે આ પ્રમાણે-ક્ષણ એટલે મરુસ્થલ્યાદિગત સ્થાનમાં રહેલી નિરુપદ્રવસ્થાનસ્થિત પૃથ્વીકાયનું આયુ ઉત્કૃષ્ટ એક હજાર વર્ષનું, શુદ્ધ-કુમારમુસ્તિકાનું ઉપદ્રવના અભાવે બાર હજાર વર્ષનું, વાલુકા-સિતા-રેતીનું ચૌદ હજાર વર્ષનું, મનઃશિલા-પ્રસિદ્ધ છે તેનું સોળ હજાર વર્ષનું, શર્કરાપથ્થરના કાંકરાનું અઢાર હજાર વર્ષનું અને ખપૃથ્વી-પાષાણરૂપ શિલાઓનું બાવીશ હજાર વર્ષનું જાણવું. ૩૧૪.
હવે તિર્યંચપઢિયે ગર્ભજનું આયુષ્ય વિશેષ કહે છે गप्अभुअजलचरोभयउरगेसु अ पुवकोडि उक्कोसा। मणुअ चउप्पय तिपलिअ, पलिआसंखिज्ज परकीसु ॥३१५॥
ટીકાર્થ –પ્રારંભમાં ગષ્ણ એટલે ગજ શબ્દ છે તે ઉભય શબ્દોપાધિવાળા જળચર શબ્દને મૂકીને બીજા સર્વે પદમાં જેડ. ભુજપરિસર્પ ધા, નકુળ વિગેરે ગર્ભજનું, જળચર મસ્યાદિનું ગજને સંમૂછિમ બંનેનું અને ઉરગ