________________
શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ તિર્યંચમનુષ્યાધિકાર. સર્પ જાતિનું (ગભેજનું) ઉત્કૃષ્ટ આયુ પૂર્વોટીનું જાણવું. ગર્ભજ મનુષ્ય અને ચતુષ્પદનું ત્રણ પાપમનું ઉત્કૃષ્ટાયુ જાણવું અને ગર્ભજ પક્ષીનું પાપમના અસંખ્યાતમાં ભાગનું જાણવું. ૩૧૫
અહીં ગર્ભજ ભુજપરિસર્પાદિનું ઉત્કૃષ્ટાયુ પૂર્વ કેટીનું કહ્યું તેથી પૂર્વનું પરિમાણ કહે છે. (પૂર્વ કેટલા વર્ષનું થાય તે કહે છે.) पुवस्स उ परिमाणं, सयरिं खलु हुंति कोडिलकओ। छप्पण्णं च सहस्सा, बोधव्वा वासकोडीणं ॥३१६ ॥
ટીકાર્યક—એક પૂર્વનું પરિમાણ સીતેર લાખ ક્રોડ અને છપ્પન હજાર કોડ વર્ષનું જાણવું. ૮૪ લાખ વર્ષનું પૂર્વાગ જાણવું, તેને ૮૪ લાખે એટલે પૂર્વગે ગુણવાથી પૂર્વ થાય, તેથી ઉપર કહ્યા પ્રમાણેનું પૂર્વનું પરિમાણ બરાબર છે. ૩૧૬.
હવે મૂરિઝમ પંચંદ્રિય સ્થળચરાદિનું આયુ કહે છે – वाससहस्स पणिदिसु मुच्छिम चुलसी बिसत्तरि तिवन्ना। बायाला उक्कोसा, थल खह उरगे भुयगे य ॥ ३१७ ॥
ટીકા–અહીં સંમૂછિમ વિશેષણ બધે જોડવું અને હજાર વર્ષ એ પદ રાશી વિગેરેની સાથે જોડવું. એની યથાસંખ્ય આ પ્રમાણે યોજના કરવી. સંમૂછિમ પંચંદ્રિય સ્થળચરનું ઉત્કૃષ્ટ આયુ ૮૪ હજાર વર્ષનું જાણવું. સંમૂછિમ પંચંદ્રિય ખચર, બગલા વિગેરેનું ઉત્કૃષ્ટ આયુ ૭૨૦૦૦ વર્ષનું જાણવું સંમૂછિમ પંચંદ્રિય સપોદિ ઉરપરિસર્પનું ઉત્કૃષ્ટ આયુ પ૩૦૦૦ વર્ષનું જાણવું અને સંમૂછિમ પંચેંદ્રિય ભુજ પરિસર્પનું ઉત્કૃષ્ટ આયુ ૪૨૦૦૦ વર્ષનું જાણવું. (સંમૂછિમ જળચરનું ઉપર કહેલું છે.) ૩૧૭.
હવે મૂચ્છિમ મનુષ્યની અવગાહના ને સ્થિતિ કહે છે – अंगुलअसंखभागो, उक्कोसोगाहणा मणुस्साणं । संमुच्छिमाण जाणसु, अंतमुहुत्तं च परमाउं ॥ ३१८ ॥
ટીકાર્ય–સંમૂછિમ મનુષ્ય તે ગર્ભજ મનુષ્યના વાતપિત્તાદિમાં ઉપજે તે સમજવા. શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે-“હે ભગવંત! સંમૂચ્છમ