________________
શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ તિર્યંચમનુખ્યાધિકાર. विगलिंदियाण बारस, उ जोयणा तिन्नि चउर कोसा य । सेसाणोगाहणया, अंगुलभागो असंखतमो ॥३१० ॥
ટીકાર્થ –વિકલેંદ્રિયનું એટલે બે, ત્રણને ચાર ઇંદ્રિયવાળાઓનું શરીરમાન અનુક્રમે બાર એજન, ત્રણ ગાઉ ને ચાર ગાઉનું જાણવું. આને સાર એ કે-બેઇંદ્રિય શંખાદિનું ઉત્કૃષ્ટ દેહમાન બાર એજનનું, રીંદ્રિય મકડા વિગેરેનું ત્રણ ગાઉનું અને ચરિંદ્રિય ભ્રમરાદિકનું ચાર ગાઉનું સમજવું. બીજા પૃથિવી, અપૂ, તેજ, વાયુ અને સાધારણ વનસ્પતિકાયનું તથા સંમૂછિમ મનુવ્યનું દેહમાન અંગુળના અસંખ્યાતમા ભાગનું જાણવું. ૩૧૦. - હવે વનસ્પતિકાય વિગેરે એકેંદ્ધિના દેહમાનમાં તારતમ્ય કહે છે – वणणंतसरीराणं, एगं निलसरीरगं पमाणेणं । अनलोदगपुढवीणं, असंखगुणिआ भवे वुढी ॥ ३११ ॥
ટીકાર્થ –સાધારણ વનસ્પતિકાયના શરીરનું પ્રમાણ એક વાયુકાય જીવના શરીર પ્રમાણે જાણવું. ત્યાર પછી અનલ (તેઉકાય), ઉદક (અપકાય) અને પુઢવી (પૃથ્વીકાય) ના શરીરમાં અસંખ્યાત અસંખ્યાતગુણી વૃદ્ધિ સમજવી. એનો સાર એ કે–જેટલા પ્રમાણવાળું એક વાયુકાયનું શરીર છે તે કરતાં અસંખ્યાતગુણ એક અગ્નિકાયિક જીવોનું શરીર જાણવું. તે કરતાં અસંખ્યાતગુણ એક અપ્રકાયિકનું શરીર જાણવું. તેથી અસંખ્યાતગુણ એક પૃથ્વીકાયનું શરીર જાણવું. આ બધા સાધારણ વનસ્પતિકાયના, વાયુકાયના, અગ્નિકાયના અને પૃથ્વીકાયના શરીર સ્વસ્વસ્થાને અંગુળના અસંખ્યાતમા ભાગના જાણવા. મૂળ ટકામાં પણ આ પ્રમાણે જ કહ્યું છે. (અસંખ્યાતાના અસંખ્યાતા ભેદ થતા હોવાથી એમાં વિરોધ સમજ નહીં.) ૩૧૧.
તિર્યંચે ને મનુષ્યનું દેહમાન કહ્યું, હવે તેમના આયુનું પ્રમાણ કહે છે– बावीस सहस्साई, सत्त सहस्साई तिन्नि होरत्ता। वाए तिन्नि सहस्सा, दसवाससहस्सिया रुका ॥ ३१२ ॥
૧ ઉપરની ગાથામાં કાનખજુરા કહ્યા છે.