SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ १८ સરસ રીતે સમજાવવા એમણે પ્રયાસ કર્યો છે. કોઈપણ જટીલ વસ્તુને સમજાવવા તેઓશ્રી અનેકવિધ રીતે ચર્ચા કરે છે. ક્યારેક એક ગાથાની વ્યાખ્યા ૫૦૦ શ્લોક પ્રમાણના વિસ્તાર સુધી પણ પહોંચી જાય તો વાંધો નહીં પણ વાચકને પૂરો સંતોષ કરવાનું એમનું લક્ષ્ય રહ્યું છે અને એમાં તેઓ પૂરેપૂરા સફળ થયા છે. આ. મલયગિરિસૂરિએ પોતે પોતાના ગ્રન્થના છેડે પોતાનો પરિચય કે ગુરુપરંપરાની કોઈ વિગત આપી નથી. એક બે અપવાદ સિવાય તેઓએ પોતાની આચાર્યપદવીનું સૂચન કરવાનું ટાળ્યું છે. મોટેભાગે “મનયરિણા' એવો ઉલ્લેખ જ પ્રાપ્ત થાય છે. પ્રભાવકચરિત્ર, પ્રબંધ ચિંતામણિ કે પુરાતનપ્રબંધમાં આચાર્યશ્રીના જીવનવિષે કશી વિગત સાંપડતી નથીં. સદ્દભાગ્યે જિનમંડન ગણિએ (પંદરમા સૈકામાં) કુમારપાલ પ્રબંધમાં આ. મલયગિરિસૂરિ કલિકાલસર્વજ્ઞ આ. હેમચન્દ્રસૂરિ અને આ. દેવેન્દ્રસૂરિને અધ્યયન માટે ગૌડદેશ તરફ પ્રયાણ કર્યાનો પ્રસંગ છે. પ્રસન્ન થયેલી દેવી પાસે શ્રી મલયગિરિજી આગમોની ટીકા રચવામાં સહાય કરવાનું માંગેલું. કુમારપાલપ્રબંધના અનુવાદની પ્રસ્તાવનામાં આ... પુણ્યવિજય મ. આ પ્રસંગ આ પ્રમાણે અપાયો છે. “આચાર્ય શ્રી હેમચન્દ્ર ગુરુની આજ્ઞા લઈ અન્યગચ્છીય શ્રીદેવેન્દ્રસૂરિ અને શ્રીમલયગિરિ સાથે કલાઓમાં કુશળતા મેળવવા માટે ગૌડદેશ તરફ વિહાર કર્યો. રસ્તામાં આવતા ખિલૂર ગામમાં એક સાધુ માંદા હતા તેમની ત્રણે જણાએ સારી રીતે સેવા કરી. તે સાધુ ગિરનાર તીર્થની યાત્રા માટે ખૂબ ઝંખતા હતા. તેમની અંતસમયની ભાવના પૂરી કરવા માટે ગામના લોકોને સમજાવી પાલખી વગેરે સાધનનો બંદોબસ્ત કરી રાત્રે સૂઈ ગયા. સવારે ઉઠીને જુએ છે તો ત્રણે જણા પોતાની જાતને ગિરનારમાં જુએ છે. આ વખતે શાસનદેવતાએ આવી તેમને કહ્યું કે – આપ સૌનું ધારેલું બધું ય કામ અહીંજ પાર પડી જશે, હવે આપને આ માટે ગૌડદેશમાં જવાની જરૂરત નથી. અને વિધિ, નામ, માહાભ્ય, કહેવાપૂર્વક અનેક મંત્ર ઔષધી વગેરે આપી દેવી પોતાને ઠેકાણે ચાલી ગઈ. ૧.જિનરત્નકોશમાં પૃ. ૩૦રમાં ‘મયfa' બિકાનેર ક્ષમાકલ્યાણ ભંડાર બંડલ ૧૨માં હોવાની નોંધ છે. અમે આ પ્રત મેળવવા પ્રયત્ન કર્યો પણ સફળતા મળી નથી. ૨. “પ્રબંધપારિજાત' પૃ. ૧૪૭માં ૫. કલ્યાણવિ. ગણિએ ૧૫મી સદીમાં તપગચ્છીય કર્તાએ રચેલા એક “કલ્પ અંતવ'નો પરિચય આપ્યો છે. એમાં સ્થવિરાવલિના અંતે કેટલાક સ્થવિરોના નામ અપાયા છે. તેમાં છેલ્લા બે નામ ક.સ.હેમચન્દ્રસૂરિ અને શ્રી મલયગિરિસૂરિના છે.
SR No.022166
Book TitleJyotish Karandakam
Original Sutra AuthorN/A
AuthorParshvaratnasagar
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2013
Total Pages466
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anykaalin
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy