SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ મેળવતાં કેટલીક હકીકતમાં ફરક છે, જુઓ શ્રી મહાવીર જૈન વિદ્યાલય દ્વારા પ્રકાશિત રિસૂત્ત મજુમો દ્દારાડું ર” ગ્રંથમાં અનુયોગદ્વારનું ૩૬૭મું સૂત્ર. જ્યોતિષ્કરંડકમાં ૨૮ નક્ષત્રોનો ક્રમ અભિજિતથી ઉત્તરાષાઢા પર્વત છે, જુઓ ગાથા ૧૪૪ થી ૧૪૬. જ્યારે અનુયોગદ્વારમાં કૃતિકાથી ભરણી પર્વત છે, જુઓ ઉપર સૂચિત અનુયોગદ્વારનું ૧૨૭મું સૂત્ર. અન્યાન્ય જૈન આગમોમાં આવેલ, જ્યોતિષ્કરંડકમાં નિરૂપિત વસ્તુને સરખાવતાં કોઈક સ્થળે ભિન્નતા પણ જણાશે. ઉદાહરણ તરીકે જુઓ જ્યોતિષ્કરંડકની પચીસમી ગાથા અને અનુયોગદ્વારનું ૩રરમું સૂત્ર. આ ઉપરાંત જ્યોતિષ્કરંડકમાં નિરૂપિત તુલાવિધાન, તોલ-માપ તથા કાલમાન વગેરેના સંબંધમાં વિશેષ માહિતી છે, તેની સમગ્ર ભારતીય સાહિત્ય સાથે તુલના કરવામાં આવે તો વિશેષ ઉપયોગી જ્ઞાતવ્ય વસ્તુ મળવાની સંભાવના છે.” (યો.ક.પ્ર.મહાવીર વિદ્યાલય, પ્રસ્તાવના, પૃ. ૨૨-૨૫) જેસલમેર અને ખંભાતની શ્રી શિવાનંદિવાચકના ટિપ્પણ સાથેની જ્યોતિષ્કરંડકની પ્રતોના આધારે આ. પ્ર. મુનિશ્રી પુણ્યવિજયજી મ. દ્વારા સંપાદિત અને જૈન આગમ ગ્રન્થમાલા ૧૭(૩) માં શ્રી મહાવીરવિદ્યાલય દ્વારા પ્રકાશિત “જ્યોતિષ્કરંડકદ્વારા ગ્રન્થની શુદ્ધવાચના મળી. આ કારણે મૂળગ્રન્થની કેટલીક અશુદ્ધિઓ દૂર થઈ. પ્રસ્તુત પ્રકાશનમાં સંપાદક મુનિશ્રીએ આ સંસ્કરણનો ઉપયોગ કરી શુદ્ધવાચના તૈયાર કરવાનો પ્રયાસ કર્યો છે. મૂળ અને ટીકાનો અનુવાદ પ્રથમવાર પ્રગટ થાય છે ત્યારે ગણિત વિષયક આ ગ્રન્થને સમજવાનું કાર્ય વધુ સુગમ બન્યું છે. આ માટે સંપાદક મુનિશ્રી ધન્યવાદને પાત્ર છે. અધિકારી વિદ્વાનો આનો અભ્યાસ કરી આત્મકલ્યાણ કરે એજ મંગલ કામના. ટીકાકાર આ. મલયગિરિ સૂરિ | વિક્રમના બારમા અને તેરમા સૈકામાં જિનાગમોના અને અન્ય પ્રકરણગ્રન્થોના આઠ મહાન વ્યાખ્યાકારો થયા છે. (૧) અભયદેવસૂરિ (૨) દ્રોણાચાર્ય (૩) મલયગિરિસૂરિ (૪) મલધારી હેમચન્દ્રસૂરિ (૫) નેમિચન્દ્રસૂરિ (૬) શ્રીચન્દ્રસૂરિ (૭) યશોદેવસૂરિ (૮) શ્રીતિલકસૂરિ આ. મલયગિરિ એક મહાન વ્યાખ્યાકાર થયા છે. એમણે વિપુલ પ્રમાણમાં સાહિત્ય રચ્યું છે. એમની ટીકાને માના ધાવણની ઉપમા આપવામાં આવી છે. દસ્ક વસ્તુને ખૂબ
SR No.022166
Book TitleJyotish Karandakam
Original Sutra AuthorN/A
AuthorParshvaratnasagar
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2013
Total Pages466
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anykaalin
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy