SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ १९ એક વખત ગુરુમહારાજે તેમને સિદ્ધચક્રનો મંત્ર આમ્નાય સાથે આપ્યો, જે કાળીચૌદશની રાત્રે પદ્મિની સ્ત્રીના ઉત્તરસાધકપણાથી સિદ્ધ કરી શકાય. ત્રણે જણાએ વિદ્યાસાધનના પુરશ્ચરણને સિદ્ધ કરી, અંબિકાદેવીની સહાયથી ભગવાન શ્રીનેમિનાથ સામે બેસી સિદ્ધચક્રમંત્રની આરાધના કરી. મંત્રના અધિષ્ઠાયક શ્રીવિમલેશ્વરદેવે પ્રસન્ન થઈ ત્રણે જણાને કહ્યું કે – તમને ગમતું વરદાન માગો ત્યારે શ્રીહેમચન્દ્ર રાજાને પ્રતિબોધ કરવાનું, શ્રીદેવેન્દ્રસૂરિએ એક રાતમાં કાન્તિનગરીથી સેરીસામાં મંદિર લાવવાનું અને શ્રીમલયગિરિસૂરિએ જૈન સિદ્ધાન્તોની વૃત્તિઓ રચવાનું વર માગ્યું. ત્રણેને તેમની ઈચ્છા પ્રમાણેનું વર આપી દેવ પોતાને સ્થાને ચાલ્યો ગયો.” “ઉપર કુમારપાલપ્રબન્ધમાંથી જે ઉતારો આપવામાં આવ્યો છે એમાં મલયગિરિ નામનો જે ઉલ્લેખ છે એ બીજા કોઈ નહિ, પણ જૈન આગમોની વૃત્તિઓ રચવાનું વર માગનાર હોઈ પ્રસ્તુત મલયગિરિ જ છે. આ ઉલ્લેખ ટૂંકો હોવા છતાં એમાં નીચેની મહત્ત્વની બાબતોનો ઉલ્લેખ થયેલો આપણે જોઈ શકીએ છીએ – (૧) પૂજ્ય શ્રીમલયગિરિ ભગવાન શ્રીહેમચન્દ્ર સાથે વિદ્યાસાધન માટે ગયા હતા. (૨) તેમણે જૈન આગમોની ટીકાઓ રચવા માટે વરદાન મેળવ્યું હતું અથવા એ માટે પોતે ઉત્સુક હોઈ યોગ્ય સાહાધ્યની માગણી કરી હતી. (૩) “મલયગિરિસૂરિણા' એ ઉલ્લેખથી શ્રીમલયગિરિ આચાર્યપદ વિભૂષિત હતા.” આ મલયગિરિસૂરિજીએ જણાવ્યું છે કે જ્યોતિષ્કરંડક ગ્રન્થ વાલભવાચનાનુસારી છે. એટલે અનુયોગદ્વાર સૂત્ર વગેરે માથુરીવાચનાનુસારી ગ્રન્થોથી આમાં ગણિતની બાબત કેટલીક ભિન્નતા જોવા મળે છે એટલે વ્યામોહ ન કરવો. આ ગ્રન્થ સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્રના આધારે રચાયો છે અને ઘણી ઉપયોગી બાબત આમાં છે. ટીકાનું પ્રમાણ ગ્રન્થાઝ ૫૦૦૦ શ્લોક પ્રમાણે છે. ૫. કલ્યાણવિજયગણિના મતે આ. મલયગિરિસૂરિ એમની દરેક રચનામાં “કુશલ' શબ્દનો પ્રયોગ કરે છે. જેવી રીતે આ. મુનિસુંદરસૂરિજી “જયશ્રી' શબ્દનો પ્રયોગ કરે છે તેવી રીતે.) પ્રસ્તુત ગ્રંથની પ્રશસ્તિમાં પણ “શત' શબ્દ છે જ. આ. મલયગિરિસૂરિની રચનાઓ ટીકાનું નામ શ્લોક પ્રમાણ ૧. ભગવતીસૂત્ર – દ્વિતીયશતક વૃત્તિ ૩૭૫૦ ૨. રાજપ્રશ્નીયોપાંગ ટીકા ૩૭૦૦ મુદ્રિત
SR No.022166
Book TitleJyotish Karandakam
Original Sutra AuthorN/A
AuthorParshvaratnasagar
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2013
Total Pages466
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anykaalin
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy