SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ પ્રકરણસંગ્રહ. અર્થ ને વિવેચન-૩ ગતિદ્વારે (ત્રકાર) સામાન્ય ચારે ગતિમાંથી આવેલા (નાર દિ) મનુષ્યગતિમાં રહેલા (શિવ) સિઝે. વિશેષથી નરકગતિની અપેક્ષાએ પ્રથમની ચાર નરકથી આવેલા સિઝે. તિર્યંચગતિની અપેક્ષાએ પૃથ્વીકાય, અપકાય, પ્રત્યેક વનસ્પતિકાય અને પંચેન્દ્રિય તિર્યંચમાંથી આવેલા સિઝે. મનુષ્યગતિની અપેક્ષાએ સ્ત્રી, પુરુષ, નપુંસક ત્રણે વેદમાંથી આવેલા સિઝે. દેવગતિમાં ચારે નિકાયના દેવોમાંથી આવેલા સિઝે, પણ તીર્થકર તો દેવગતિમાંથી એટલે વૈમાનિક દેવમાંથી આવેલા અને નરકગતિમાંથી એટલે પ્રથમની ત્રણ નરકમાંથી આવેલા જ સિઝે. વર્તમાન નયને આશ્રીને મનુષ્યગતિમાં રહેલા જ મેક્ષ પામે. ૪ વેદદ્વારે (વેતા ) ત્રણે વેદમાં સ્ત્રી, પુરુષ અને નપુંસક વેદમાં સિઝે. તેમાં પ્રત્યુત્પન્ન નયને આશ્રીને અવેદી જ સિઝે. તે ભવમાં પૂર્વે અનુભવેલ વેદની અપેક્ષાએ અને બાહા આકાર માત્રની અપેક્ષાએ ત્રણે વેદમાંથી સિઝે. તીર્થકર તે સ્ત્રીવેદ અને પુરુષવેદે વર્તતા જ સિઝે. ૫ તીર્થદ્વારે (સુવિતિ ) તીર્થ બે પ્રકારે-તીર્થકરે પ્રવર્તાવેલ અને તીર્થકરીએ પ્રવર્તાવેલ, એ બંને તીર્થમાં સિઝે. ૬ લિંગદ્વારે-(જિ-જન્સર્જિતુ જ) લિંગ બે પ્રકારે દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્યલિંગ ત્રણ પ્રકારે ગૃહસ્થલિંગ, અન્યલિંગ અને સ્વલિંગ. એ ત્રણે લિગે સિઝે, અને સંયમરૂપ ભાવલિંગની અપેક્ષાએ તો સ્વલિગે જ સિઝે. ૭ ચારિત્રકારે ( જો શકવાર વતા) ચારિત્રના પાંચ પ્રકાર-સામાયિક, છેદો પસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂમસં૫રાય અને યથાખ્યાત. તેમાંથી ક્ષાયિક યથાખ્યાત ચારિત્રમાં વર્તતા જ સિઝે. (ઉપશમ યથાખ્યાતમાં વર્તતા ન સિઝે) ૬. ति चउ पण पुचि तिचरण, जिणा ७ सयं बुद्धि-बुद्ध-पत्तेया ८। दु-ति-चउनाणा ९लहुतणु, दुहत्थ गुरु पणधणुसयाओ १०॥७॥ અર્થ -(ga તિરણ) તે ભવમાં પૂર્વ અનુભવેલા ચારિત્રની અપેક્ષાએ (તિ ૩ પા) ત્રણ, ચાર અથવા પાંચ ચારિત્ર પામીને સિઝે. એટલે કેટલાક પહેલું, ચોથું અને પાંચમું એ ત્રણ ચારિત્રપામીને સિઝે, કેટલાક પહેલું, બીજું, શું અને પાંચમું એ ચાર પામીને સિઝે, કેટલાક પહેલું, ત્રીજું, ચોથું અને પાંચમું એ ચાર પામીને સિઝે અને કેટલાક ઉપર કહેલા પાંચે ચારિત્ર પામીને સિઝે. (ગિળા ) તીર્થકર તો સામાયિક, સૂમસં૫રાય અને યથાખ્યાત એ ત્રણ ચારિત્ર પામીને જ સિઝે. ૮ બુદ્ધદ્વાર ચાર પ્રકારે છે:(ાર્થ) સ્વયં બુદ્ધ, ( યુ વુક્ર) બુદ્ધિબુદ્ધ, (૩૬) બુદ્ધબુદ્ધ અને (ઉત્તેયા ) પ્રત્યેકબુદ્ધએ ચારમાંથી સિઝે. સ્વયં એટલે બાહા હેતુ વિના જાતિસ્મરણાદિ પામીને બોધ પામેલા તે સ્વયં બુદ્ધ, બુદ્ધિ એટલે મલ્લિસ્વામી તીર્થકર અથવા સામાન્ય સ્ત્રી તેમનાથી બંધ પામેલા તે બુદ્ધિબુદ્ધ, આચાર્યાદિક તે બુદ્ધ તેમનાથી બોધ પામેલા બુદ્ધબુદ્ધ અને પ્રત્યેક એટલે કાંઈક બાહ્ય હેતુ જેઈને બોધ પામેલા તે પ્રત્યેકબુદ્ધ જાણવા.
SR No.022164
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorPurvacharya, Kunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy