SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધપંચાશિકા પ્રકરણ ૧૪૯ વિવેચનઃ–પ્રત્યેકબુદ્ધ અને સ્વયંબુદ્ધમાં બધિ, ઉપાધિ, વ્યુત અને લિંગવડે ભેદ છે, તેથી તે પ્રત્યેક એટલે જુદા વિહાર કરે પણ ગચ્છવાસીની પેઠે સાથે વિચરતા નથી. સ્વયં બુદ્ધને પાત્રાદિક બાર પ્રકારની ઉપાધિ હોય અને પ્રત્યેક બુદ્ધને જઘન્યથી રજોહરણ અને મુહપત્તિરૂપ બે પ્રકારની અને ઉત્કૃષ્ટથી પ્રાવરણ (વસ્ત્ર) વજીને નવ પ્રકારની ઉપાધિ હોય. સ્વયં બુદ્ધને પૂર્વે ભણેલું શ્રત હોય અથવા ન હોય. જે હોય તે દેવતા લિંગ અપે અથવા ગુરુ પાસે અંગીકાર કરે અને એકલા વિહાર કરવા સમર્થ હોય તો તે એકલા વિહાર કરે, નહિ તો ગચ્છમાં રહે. જો પૂવોધીત કૃત ન હોય તે નિશ્ચ ગુરુ પાસે લિગ અંગીકાર કરે અને ગ૭નો ત્યાગ કરે જ નહિ. પ્રત્યેક બુદ્ધને પૂવાધીત શ્રત અવશ્ય હોય. જઘન્યથી અગિયાર અંગનું અને ઉત્કૃષ્ટથી કાંઈક ઊણા દશ પૂર્વનું હોય. તેમને લિગ દેવતા અપે અથવા કદાચિત્ લિંગ રહિત પણ હોય. હવે ગાથાને બાકીનો અર્થ કહે છે – - અર્થ – જ્ઞાન દ્વારે-જ્ઞાન પાંચ પ્રકારે–મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનપર્યવજ્ઞાન, કેવલજ્ઞાન. તેમાં કેવલજ્ઞાને વર્તતા સિઝે. તે ભવમાં પૂર્વે અનુભવેલ જ્ઞાનની અપેક્ષાએ (સુ-તિ-જાના) કેટલાક મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન એ બે જ્ઞાની, કેટલાક મતિ, શ્રુત, અવધિ અથવા મતિ, શ્રુત અને મન:પર્યવ એ ત્રણ જ્ઞાની અને કેટલાક મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યવ એ ચાર જ્ઞાની સિઝે. તીર્થકર તો ચાર જ્ઞાની જ સિઝે. ૧૦ અવગાહનાદ્વારે–અવગાહના બે પ્રકારે-( ૪ઘુતળુ થ ) જઘન્યથી બે હાથની અવગાહનાવાળા (ગુe gધપુરથમ ) અને ઉત્કૃષ્ટથી પાંચ સે ધનુષ્યની અવગાહનાવાળા સિઝે. મરુદેવીમાતા આદિ પાંચસોથી અધિક પચીશ ધનુષ્યના શરીરવાળા પણ સિઝે, કારણ કે મરુદેવીની અવગાહના નાભિકુલકર તુલ્ય પરપ ધનુષ્યની હતી. “સંઘયણ, સંસ્થાન અને ઊંચપણું કુલકરની સ્ત્રીનું કુલકર સરખું હોય છે. આ પ્રમાણે સિદ્ધપ્રાભૂતની ટીકામાં કહ્યું છે. બે હાથની ઉપર અને પાંચ સે ધનુષ્યની અંદરની મધ્યમ અવગાહનાએ વર્તતા સિઝે. તીર્થકર તે જઘન્યથી સાત હાથના અને ઉત્કૃષ્ટથી પાંચસો ધનુષ્યના પ્રમાણવાળા જ સિઝે. બાકીના જી મધ્યમ અવગાહનાએ પણ સિઝે. ૭. कालमणंतमसंखं, संखं चुअसम्म अचुअसम्मत्ता ११ । लहुगुरुअंतर समओ, छमास १२ अडसमय अवहिआ १३ ॥८॥ અર્થ–૧૧ ઉત્કર્ષ દ્વારે-(સુગણક્ય) સમ્યક્ત્વથી પડીને કેટલાક (જાન્ટમળત) ઉત્કૃષ્ટથી અર્ધ પુદગલ પરાવર્તન કાળરૂપ અનંતકાળ સુધી સંસારમાં ભમીને, ફરી સમ્યકૃવાદિ રત્નત્રય પામીને સિઝે. (વાસં સં ) કેટલાક બીજા અનુત્કૃષ્ટથી અસંખ્યાતકાળ સુધી અને સંખ્યાતકાળ સુધી ભમીને સિઝે. (અરુઅસત્તા) કેટલાક સમ્યક્ત્વથી પડ્યા વિના પણ સિઝે.
SR No.022164
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorPurvacharya, Kunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy