SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ પ્રકરણસંગ્રહ, एहि अणंतरसिद्धा, परंपरा सन्निकरिसजुत्तेहिं । तेहिं विआरणिज्जा, इमेसु पनरससु दारेसु ॥ ३॥ અર્થ –(ઈં) એ આઠ દ્વાર દ્વારાએ (અત્તરવિદા) અનંતર સિદ્ધને અને (સિલસિલુહિં) સન્નિકર્ષયુક્ત નવ દ્વારવડે (પરંપરા) પરંપરસિદ્ધને (હિં) તે ( ૩) આ આગલી ગાથામાં કહે છે તે (જનરલg g) પંદર દ્વારને વિષે (વિભાગ) વિચાર કરવો. ૩. વિવેચન—ઉપરની ગાથામાં કહેલા આઠ દ્વારવડે અનંતર સિદ્ધો વિચારવા. એક સમયનું પણ અતર જેઓને ન હોય તે અનન્તર સિદ્ધ એટલે સિદ્ધત્વના પ્રથમ સમયમાં વર્તતા–અમુક વિવક્ષિત સમયે સિદ્ધ થયેલા તે અને તે આઠ દ્વાર સાથે સન્નિકર્ષ દ્વાર વધારતાં નવ દ્વારવડે પરંપરસિદ્ધ વિચારવા. વિવક્ષિત પ્રથમ સમયે જે સિદ્ધ થયા તેની અપેક્ષાએ તેના પૂર્વના સમયે સિદ્ધ થયેલા તે પરસિદ્ધ અને તે પૂર્વ સમયે સિદ્ધ થનારથી પૂર્વના સમયે સિદ્ધ થયા તે પરંપરસિદ્ધ. તાત્પર્ય એ કે અનન્તરસિદ્ધમાં અમુક એક સમયની અપેક્ષાએ વિચારવું અને પરંપરસિદ્ધમાં અમુક વિવક્ષિત સમયથી પૂર્વે પૂર્વે અનંતા ભૂતકાળ સુધીમાં થઈ ગયેલા સિદ્ધોની અપેક્ષાએ વિચારવું. તે પરંપરસિદ્ધને વિષે સન્નિકર્ષ સાથે નવ દ્વાર કહેશે. ( સન્નિક એટલે સંગગત અ૯પબહત્વ વિશેષ જાણો.) પ્રથમ પંદર દ્વારના નામ કહે છે. खित्ते काले गैइ वेअ, तित्थ लिंगे चरित्त बुद्धे य । नाणोगीहुकस्से, अंतरेमणुसमयगैणणअॅप्पबहू ॥ ४ ॥ અર્થ અને વિવેચન– ) ક્ષેત્ર દ્વારા ત્રણ પ્રકારે-ઊર્ધ્વ, અધે અને તિછ ૧. ( ) કાળ દ્વાર બે પ્રકારે-ઉત્સપિણી અને અવસર્પિણ ૨. (૧૬) ગતિ દ્વારા ચાર પ્રકારે-નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવ ૩. (૨) વેદ દ્વારા ત્રણ પ્રકારે–સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ ૪. (તિર્થી) તીર્થ દ્વારા બે પ્રકારે–તીર્થકરનું તીર્થ અને તીર્થકરીનું તીર્થ પ. (&િ ) લિંગ દ્વાર બે પ્રકારે દ્રવ્યલિંગ અને ભાવલિંગ. દ્રવ્યલિંગ ત્રણ પ્રકારે–૧ ગૃહસ્થલિંગ, ૨ અન્યલિ ગ, ૩ - (ારિત) ચારિત્ર દ્વારા પાંચ પ્રકારે-સામાયિક, છેદેપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂમસં પરાય, યથાખ્યાત ૭. (ગુ જ) બુદ્ધ દ્વાર ચાર પ્રકારે–બુદ્ધિબોધિત, બુદ્ધિબેધિત, સ્વયં બુદ્ધ, પ્રત્યેકબુદ્ધ ૮. (નાન ) જ્ઞાન દ્વારા પાંચ પ્રકારે–મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન ૯. ( ૬) અવ વલિંગ ૬.
SR No.022164
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorPurvacharya, Kunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy