SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ निमित्तत्वनियोगतः । हिंसकस्य भवेदेषा दुष्टा दुष्टानुबन्धतः ||१ ||" परप्रेरितस्यापि चाभिमरादेरिव दुष्टत्वं व्यपदिश्यत एव । हिंस्यकर्मनिर्जरणसहायत्वेऽपि च तथाविधाशयाभावान्न हिंसकस्य वैयावृत्त्यकरत्वव्यपदेश રૂતિ દ્રષ્ટવ્યમ્ ।।૮-૨૮ા “હિંસનીય પ્રાણીના અશુભ કર્મનો ઉદય થયે છતે તે પ્રાણીની હિંસામાં બીજા પ્રાણીનો દુષ્ટાશય જેથી નિમિત્ત બને છે, એ નિમિત્તતા હિંસકત્વ છે, તેથી શત્રુની જેમ વૈદ્યમાં હિંસકતા મનાતી નથી.” – આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે હિંસનીય પ્રાણીના કર્મનો ઉદય થાય ત્યારે તે સ્વરૂપ મુખ્ય કારણે થનારી હિંસામાં; ‘આને હું હણું' - આવો બીજાનો(હિંસકનો) સંક્લેશસ્વરૂપ દુષ્ટાશય નિમિત્ત બને છે. એ નિમિત્તતા જ હિંસકનું હિંસકત્વ છે. આથી સમજી શકાશે કે હિંસાની પ્રત્યે હિંસનીય પ્રાણીના અશુભ કર્મનો ઉદય પ્રધાન – મુખ્ય કારણ છે અને હિંસક પ્રાણીનો તાદેશસંક્લેશ સ્વરૂપ દુષ્ટાશય નિમિત્ત છે, તસ્વરૂપ હિંસકત્વ છે. તેથી આવી જાતિનું હિંસકત્વ શત્રુમાં મનાય છે. પરંતુ શસ્ત્રક્રિયાને કરનાર વૈઘમાં મનાતું નથી. કારણ કે વૈદ્યને એવો દુષ્ટ આશય નથી. શસ્ત્રક્રિયાજન્ય હિંસામાં વૈદ્ય નિમિત્ત હોવા છતાં એ નિમિત્તતા દુષ્ટાશયને આધીન નથી. તેથી શત્રુની જેમ વૈદ્યમાં હિંસકત્વ મનાતું નથી. આ વાતને જણાવતાં શ્રી અષ્ટકપ્રકરણમાં જણાવ્યું છે કે— “હિંસનીય પ્રાણીના અશુભ કર્મનો વિપાક હોવા છતાં તેની હિંસામાં નિમિત્ત બનવાથી આ હિંસા દુષ્ટ આશયના કારણે હિંસા કરનાર માટે દોષનું કારણ બને છે. પૂ. ગુરુભગવંતાદિને નિર્જરામાં સહાયક બનવાના કારણે સહાયકને જેમ વૈયાવચ્ચ કરનાર તરીકે વર્ણવાય છે તેમ હિંસા કરનાર પણ હિંસનીયનાં અશુભ કર્મોની નિર્જરામાં નિમિત્ત બની સહાયક થતો હોવાથી તેને દુષ્ટ નહિ મનાય - આ પ્રમાણે નહીં કહેવું જોઇએ. કારણ કે હિંસા કરનારને ‘આને હું હસું...' ઇત્યાદિ સંક્લેશસ્વરૂપ દુષ્ટ આશય હોવાથી નિર્જરામાં સહાયક થવાનો આશય નથી. તેથી તેવા પ્રકારના આશયના અભાવના કારણે હિંસકમાં વૈયાવચ્ચ કરનાર તરીકે વ્યવહાર કરવામાં આવતો નથી... ઇત્યાદિ બરાબર સમજી લેવું જોઇએ. ૮-૨૮।। આ રીતે હિંસા વગેરેનો મૌનીન્દ્ર પ્રવચનમાં સંભવ હોવાથી તેની વિરતિ વગેરેનો પણ ત્યાં જ સંભવ છે – તે જણાવાય છે— इत्थं सदुपदेशादेस्तन्निवृत्तिरपि स्फुटा । सोपक्रमस्य पापस्य नाशात् स्वाशयवृद्धितः ॥८- २९॥ इत्थमिति - इत्थं परिणामिन्यात्मनि हिंसोपपत्तौ । सतां ज्ञानगुरूणामुपदेशादेः । आदिना अभ्युत्थानादिपरिग्रहः । तदाह - " अब्भुठाणे विणए परक्कमे साहुसेवणाए य । संमद्दंसणलंभो विरयाविरईइ વાદ બત્રીશી ૩૮
SR No.022116
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages310
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy