SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ विरईए ।।१।।” सोपक्रमस्यापवर्तनीयस्य । पापस्य चारित्रमोहनीयस्य नाशात् । तन्निवृत्तिरपि हिंसानिवृत्तिरपि । स्फुटा प्रकटा । स्वाशयस्य शुभाशयस्य न कमपि हन्मीत्याकारस्य वृद्धितोऽनुबन्धात् ।।८-२९।। આ રીતે પરિણામી આત્મા વગેરેને માનવાથી પૂ. ગુરુદેવાદિના સદુપદેશશ્રવણાદિના કારણે સોપક્રમ પાપનો નાશ થતો હોવાથી પરિણામની વૃદ્ધિને લઈને હિંસાની નિવૃત્તિ સ્પષ્ટ છે.” - આ પ્રમાણે ઓગણત્રીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે પૂર્વે જણાવ્યા મુજબ આત્માને પરિણામી નિત્યાનિત્ય અને શરીરથી ભિન્નભિન્ન માનવાથી મૌનીન્દ્રના પ્રવચનમાં હિંસાદિનો સંભવ હોવાથી જ્ઞાની ગુરુભગવંતોના ઉપદેશશ્રવણથી તેમ જ તેઓશ્રીની પ્રત્યે વિનય આચરવાદિથી હિંસાદિથી નિવૃત્ત થવાનું પણ શક્ય બને છે. પૂ. ગુરુદેવશ્રીને જોતાંની સાથે ઊભા થવું, તેઓશ્રી આવે ત્યારે લેવા માટે સામે જવું, તેઓશ્રીને બેસવા માટે આસન આપવું... વગેરે અભુત્થાનાદિ વિનય છે. આ અંગે શાસ્ત્રમાં જણાવ્યું છે કે – “અભુત્થાન, વિનય, ધર્મમાં પરાક્રમ અને સાધુ મહાત્માઓની સેવાથી સમ્યગ્દર્શન, દેશવિરતિ અને સર્વવિરતિનો લાભ થાય છે. જ્ઞાની ગુરુભગવંતોના ઉપદેશાદિથી સોપક્રમ-અપવર્તનીય(અનિકાચિત) એવા ચારિત્રમોહનીયસ્વરૂપ પાપકર્મનો નાશ થવાથી હિંસાદિથી નિવૃત્તિ શક્ય બને છે. ચારિત્રમોહનીયકર્મના ઉદયથી અવિરતિ હોય છે. ચારિત્રમોહનીયકર્મના તાદશ નાશથી વિરતિ પ્રાપ્ત થાય છે. ચારિત્રમોહનીયકર્મના નાશ માટે પૂ. ગુરુભગવંતોના પરમતારક ઉપદેશનું શ્રવણ, અભ્યત્થાનાદિ વિનય અને સંયમમાં પુરુષાર્થ વગેરે પ્રબળ સાધનો છે. ચારિત્ર-મોહનીયકર્મ નિકાચિત ન હોય તો તેની સ્થિતિ અને રસનું અપવર્તન તે સાધનોથી થાય છે અને તેથી તે પાપકર્મનો નાશ થવાથી હિંસાદિના પરિણામથી નિવૃત્તિની પ્રાપ્તિ થતી હોય છે. હિંસાદિની પ્રવૃત્તિનો અભાવ અને તેના પરિણામનો અભાવ એ બંન્નેમાં ઘણો ફરક છે. ચારિત્રમોહનીયકર્મના નાશ વિના પણ હિંસાદિની પ્રવૃત્તિ અટકી શકે છે. પરંતુ હિંસાદિના પરિણામની નિવૃત્તિ તો ચારિત્રમોહનીયકર્મના નાશ વિના શક્ય નથી. એ કર્મના નાશથી “આને હું હણું' - આવા સંક્લેશની નિવૃત્તિ થાય છે અને કોઈને પણ હું ન હણું'... ઇત્યાદિ શુભ પરિણામનો સતત અનુબંધ ચાલતો હોવાથી તે શુભ પરિણામની વૃદ્ધિ થાય છે. પરંતુ આ બધું મૌનીન્દ્ર શ્રી વીતરાગપરમાત્માના પરમતારક પ્રવચનમાં જ સંગત છે, અન્ય દર્શનોમાં એ બધું સંગત બનતું નથી. પરમાર્થથી હિંસા, અહિંસા વગેરે વ્યવસ્થા અહીં શ્રી જૈન દર્શનમાં જ સંગત છે. II૮-૨લા જ્ઞાની ગુરુભગવંતોના ઉપદેશશ્રવણાદિથી સોપક્રમ એવું ચારિત્રમોહનીયકર્મ નાશ પામે છે - એ બરાબર; પરંતુ ચારિત્રમોહનીયકર્મ સોપક્રમ છે કે નિરુપક્રમ છે – એ કઈ રીતે જણાય?... ઇત્યાદિ શંકાનું સમાધાન જણાવાય છે– " એક પરિશીલન
SR No.022116
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages310
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy