SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રમાણે મૌનીન્દ્ર પ્રવચનમાં હિંસાનો સંભવ હોવા છતાં પ્રકારોતરથી બીજી રીતે) તેનો સંભવ નથી : એ જણાવીને તેનું નિરાકરણ કરાય છે हन्तुर्जाग्रति को दोषो हिंसनीयस्य कर्मणि । પ્રસ્તિત્વમાવે વાચત્રપિ મુથા વ: ૮-૨૭ી. हन्तुरिति-हिंसनीयस्य कर्मणि हिंसानिमित्तादृष्टे । जाग्रति लब्धवृत्तिके सति । हन्तुः को दोषः ? स्वकर्मणैव प्राणिनो हतत्वात्, तत्कर्मप्रेरितस्य च हन्तुरस्वतन्त्रत्वेनादुष्टत्वव्यवहारात् । तदभावे च हिंसनीयकर्मविपाकाभावे च । अन्यत्राप्यहिंसनीयेऽपि प्राणिनि प्रसक्ति हिंसापत्तिरिति हिंसाऽसम्भवप्रतिपादकं वचो मुधाऽनर्थकम् ।।८-२७।। જેની હિંસા થઈ રહી હોય એવા હિંસનીય જીવનું અશુભ કર્મ ઉદયમાં આવ્યું હોય ત્યારે તે જીવને હણનારને કયો દોષ છે? હિંસનીય જીવના અશુભ કર્મનો વિપાક ન હોય તો હિંસનીય પ્રાણીની જેમ અહિંસનીય પ્રાણીની પણ હિંસાનો પ્રસંગ આવશે - આ, હિંસાના અસંભવને જણાવનારું વચન નિરર્થક છે.” આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો ભાવ એ છે કે જે કોઈની પણ જે કોઇ જ્યારે પણ હિંસા કરે છે ત્યારે તે હિંસનીય પ્રાણીનું અશુભ કર્મ ઉદયમાં આવ્યું હોવાથી તેને લઇને તે જીવ હિંસા કરે છે. ખરી રીતે તો તે તે પ્રાણીઓ પોતપોતાના કર્મથી જ હણાયેલા છે. તેના કર્મથી પ્રેરાયેલ પ્રાણી સ્વતંત્ર ન હોવાથી પરાધીનતાને કારણે હણવાની પ્રવૃત્તિ કરનારાનો કોઈ જ અપરાધ નથી. તેથી તેમાં દુષ્ટત્વનો વ્યવહાર નહિ કરવો જોઇએ. હિંસનીય પ્રાણીના કર્મનો ઉદય હિંસામાં કારણ નથી અને હિંસક જ એમાં કારણ છે : એમ માની લેવામાં આવે તો અહિંસનીય પ્રાણીની પણ હિંસા કરવાનો પ્રસંગ આવશે. તેથી હિંસનીયની હિંસામાં હિંસકને કોઈ દોષ ન હોવાથી હિંસાનો વાસ્તવિક રીતે સંભવ જ નથી, આ પ્રમાણે બીજાઓ દ્વારા કહેવાય છે પરંતુ તે અર્થહીન છે. - એ સત્તાવીસમા શ્લોકનો ભાવાર્થ છે. ll૮-૨૭ ઉપર જણાવ્યા મુજબ હિંસાના અસંભવને જણાવનારું વચન ને કારણે અર્થહીન છે તે જણાવાય છે– हिंस्यकर्मविपाके तु यद् दुष्टाशयनिमित्तता । हिंसकत्वं न तेनेदं वैद्यस्य स्याद् रिपोरिव ॥८-२८॥ हिंस्येति-हिंस्यस्य प्राणिनः कर्मविपाके सति । यद्यस्मात् । दुष्टाशयेन हन्मीति सङ्क्लेशेन निमित्तता प्रधानहेतुकर्मोदयसाध्यां हिंसां प्रति निमित्तभावो हिंसकत्वं । तेन कारणेनेदं हिंसकत्वं रिपोरिव वैद्यस्य न स्यात्, तस्य हिंसां प्रति निमित्तभावेऽपि दुष्टाशयानात्तत्वात् । तदिदमाह-“हिंस्यकर्मविपाकेऽपि એક પરિશીલન ૩૭.
SR No.022116
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages310
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy