SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ તે ક્રિયાથી કોઈ પણ રીતે તે અટકી શકતો નથી. પડવા વગેરેના કારણે શું થવાનું છે તેનો તેને ચોક્કસ જ નિર્ણય હોય છે. તેમાં તેને સંશય, વિપર્યય કે અનધ્યવસાય જેવું કશું જ હોતું નથી. છતાં પરતંત્રતાના કારણે દુઃખાદિની પ્રાપ્તિ થઇને જ રહે છે. બસ ! આવું જ અહીં સમ્યગ્દષ્ટિ આત્માઓ માટે બને છે. તેમને સંસારની અસારતાનો અને વિષયકષાયાદિની ભયંકરતાનો ચોક્કસ જ ખ્યાલ હોવાથી એક ક્ષણ માટે પણ તેમને સંસારમાં રહેવાનું મન નહિ હોવા છતાં ભૂતકાળનાં કર્મોની પરતંત્રતાદિના કારણે અનર્યાદિને પ્રાપ્ત કરવા જ પડે છે. આમ છતાં તેમની શ્રદ્ધા અને જ્ઞાનની પરિણતિમાં કોઈ જ ફરક પડતો નથી. કર્મની પરતંત્રતાનો જેને અનુભવ છે, તેને એ સમજાવવાની આવશ્યકતા નથી. રોજિંદા વ્યવહારમાં કંઈકેટલીયે એવી પ્રવૃત્તિઓ છે કે જે પરતંત્રતાથી થતી હોય છે. તેથી સમ્યગ્દષ્ટિ આત્માઓને જે કાંઈ પણ કરવું પડે છે તે પ્રાયઃ કર્મપરવશતાથી કરવું પડે છે... ઇત્યાદિ ઉપયોગપૂર્વક વિચારવું જોઇએ. ૬-૪ ત્રીજા “તત્ત્વસંવેદન' જ્ઞાનનું સ્વરૂપ વગેરે જણાવાય છે स्वस्थवृत्तेस्तृतीयन्तु सज्ज्ञानावरणव्ययात् । साधोर्विरत्यवच्छिन्नमविघ्नेन फलप्रदम् ॥६-५॥ स्वस्थेति-स्वस्थाऽनाकुला वृत्तिः कायादिव्यापाररूपा यस्य तस्य साधोः तृतीयं । विरतिः सदसत्प्रवृत्तिनिवृत्त्यात्मिका तयाऽवच्छिन्नमपहितम् । अविघ्नेन विघ्नाभावेन । फलप्रदं । तदाह“स्वस्थवृत्तेः प्रशान्तस्य तद्धेयत्वादिनिश्चयम् । तत्त्वसंवेदनं सम्यग् यथाशक्ति फलप्रदम् ।।१।।” इदं च सज्ज्ञानावरणस्य व्ययात् क्षयोपशमात् प्रादुर्भवति । तदाह-सज्ज्ञानावरणापायम्” इति ॥६-५॥ અનાકુલવૃત્તિવાળા સાધુમહાત્માને સજ્ઞાનાવરણીયકર્મના વ્યયથી(ક્ષયોપશમથી) પ્રગટ થતું; વિરતિથી યુક્ત અને વિના વિને ફળને આપનારું ત્રીજું ‘તત્ત્વસંવેદન’ જ્ઞાન હોય છે.” - આ પ્રમાણે પાંચમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે મન, વચન અને કાયાની પ્રવૃત્તિ, અનાકુલ છે જેમની એવા સાધુભગવંતને આ ત્રીજું તત્ત્વસંવેદનજ્ઞાન હોય છે. ગૃહસ્થોની પ્રવૃત્તિ સ્વસ્થ નથી હોતી. અનેક જાતની ઉપાધિથી ગૃહસ્થોને સ્વસ્થ રહેવાનું શક્ય બનતું નથી. તેથી તેમને તત્ત્વસંવેદન હોતું નથી. કારણ કે એ જ્ઞાન વિરતિથી યુક્ત હોય છે. સની પ્રવૃત્તિ અને અસદુની નિવૃત્તિ સ્વરૂપ વિરતિ પૂ. સાધુભગવંતોને જ હોય છે. ગૃહસ્થોને એનો સંભવ નથી. વિના વિખે ફળનું પ્રદાન તત્ત્વસંવેદનશાન કરે છે. આ વાત નવમા અષ્ટકમાં જણાવતાં કહ્યું છે કે “સ્વસ્થવૃત્તિવાળા પ્રશાંત અવસ્થાને પામેલા સાધુમહાત્માને; હેત્વાદિ ધર્મોનો નિશ્ચય કરાવનારું અને શક્તિ અનુસાર સારી રીતે વિરતિ આદિ ફળને આપનારું જે જ્ઞાન છે, તે તત્ત્વસંવેદન છે.” એક પરિશીલન ૨૧૧
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy