SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ આ સર્વવિરતિફળને આપનારું તત્ત્વસંવેદનાત્મક જ્ઞાન સંજ્ઞાનાવરણીયકર્મના વ્યયના કારણે પ્રગટ થાય છે. વિરતિ વગેરે સ્વરૂપ ફળને આપનારું જ્ઞાન સજ્ઞાન છે. તે તેના આવરણભૂત કર્મના ક્ષયોપશમથી પ્રગટ થાય એ સ્પષ્ટ છે. ત્રણ જ્ઞાનના નિરૂપણમાં મતિજ્ઞાનાદિની અવસ્થા ત્રણનો વિભાગ યાદ રાખવો જોઇએ. જે જ્ઞાન વિષયપ્રતિભાસ સ્વરૂપ છે તે અજ્ઞાન છે. જે જ્ઞાન આત્મપરિણતિમદ્ છે તે જ્ઞાન છે અને જે જ્ઞાન તત્ત્વસંવેદનસ્વરૂપ છે, તે સદ્જ્ઞાન છે, જે સજ્ઞાનાવરણના અપાય(અપગમ-ક્ષયોપશમ)થી પ્રાદુર્ભત થાય છે-એમ અષ્ટકપ્રકરણના નવમા અષ્ટકમાં જણાવ્યું છે. //૬-પા ઉપર જણાવેલાં ત્રણ જ્ઞાનોનાં લિંગો જણાવાય છે निष्कम्पा च सकम्पा च प्रवृत्तिः पापकर्मणि । निरवद्या च सेत्याहु लिङ्गान्यत्र यथाक्रमम् ॥६-६॥ निष्कम्पा चेति-अत्रोक्तेषु त्रिषु भेदेष्वज्ञानसज्ज्ञानत्वेन फलितेषु । यथाक्रमं । पापकर्मणि । निष्कम्पा दृढा प्रवृत्तिः । सकम्पा चाढा । निरवद्या च । सा प्रवृत्तिरिति । लिङ्गान्याहुः । तदुक्तं“निरपेक्षप्रवृत्त्यादि लिङ्गमेतदुदाहृतम् ।” तथा “तथाविधप्रवृत्त्यादिव्यङ्ग्यं सदनुबन्धि च” तथा “न्याय्यादौ શુદ્ધવૃજ્યાખ્યતત્વર્તિતમ્ ” તિ //દ્દ-દા પાપકાર્યને વિશે દઢ પ્રવૃત્તિ અને અદઢ પ્રવૃત્તિ તેમ જ નિરવદ્ય પ્રવૃત્તિ : આ અનુક્રમે વિષયપ્રતિભાસ, આત્મપરિણતિમદ્ અને તત્ત્વસંવેદન જ્ઞાનનાં લિંગો છે.” - આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે મિથ્યાત્વગુણસ્થાનકે વિષયપ્રતિભાસ જ્ઞાન વખતે પાપના વિષયમાં નિષ્કપ પ્રવૃત્તિ હોય છે. પાપ કરતી વખતે સહેજ પણ કંપ-દયાદિનો પરિણામ હોતો નથી. શ્રી વીતરાગપરમાત્માની (દવની) આજ્ઞા શું છે? ગુરુજનો શું કહે છે? આનું પરિણામ કયું આવશે? પરલોકાદિમાં આથી શું થશે ?.. વગેરે પ્રકારની વિચારણાથી શૂન્ય એવી નિરપેક્ષપણે દૃઢતાથી પાપપ્રવૃત્તિ થતી હોય ત્યારે ત્યાં વિષયપ્રતિભાસજ્ઞાનનો આવિર્ભાવસમજવો. આત્મપરિણતિમ જ્ઞાન વખતે પાપની પ્રવૃત્તિ કંપવાળી હોય છે. શ્રી વીતરાગપરમાત્માની આજ્ઞા વગેરેની વિચારણાના કારણે સાપેક્ષપણે શિથિલ (અદઢ) પ્રવૃત્તિ બને છે. સમ્યગ્દર્શનના પ્રભાવે પાપની પ્રવૃત્તિમાં પણ પાપનો બંધ અલ્પ (નહિવતુ) થાય છે અને સદ્નો અનુબંધ પડે છે. આવા સ્થાને આત્મપરિણતિમદ્ જ્ઞાનનો આવિર્ભાવ સમજવો. “તત્ત્વસંવેદન' જ્ઞાન તો વિરતિથી યુક્ત હોવાથી નિરવઘ પ્રવૃત્તિ જ ત્યાં હોય છે. પાપની પ્રવૃત્તિ હોતી જ નથી. મોક્ષમાર્ગની શુદ્ધ (અતિચારરહિત) આરાધના અને ભવમાર્ગની "અનારાધનાથી જણાતું તત્ત્વસંવેદનશાન છે. શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલા સર્વવિરતિધર્મનો જેમને પરિચય છે, તેઓ નિરવઘપ્રવૃત્તિ અને સાવઘની નિવૃત્તિને સારી રીતે સમજી શકે છે. ૨૧૨ સાધુસામગ્રય બત્રીશી
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy