SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ વિવક્ષા કરાતી નથી. સકલ વિષયપ્રતિભાસજ્ઞાનથી ગ્રાહ્યતાદિનો નિર્ણય થતો નથી. આ વસ્તુને જણાવવા શ્લોકનું છેલ્લું પદ છે. II૬-all આત્મપરિણતિમદ્ જ્ઞાનનું સ્વરૂપ વગેરે જણાવાય છે– भिन्नग्रन्थे द्वितीयन्तु ज्ञानावरणभेदजम् । श्रद्धावत् प्रतिबन्धेऽपि कर्मणा सुखदुःखयुक् ॥६-४॥ भिन्नग्रन्थेरिति-भिन्नग्रन्थेः सम्यग्दृशस्तु । द्वितीयमात्मपरिणामवत् । ज्ञानावरणस्य भेदः क्षयोपशमस्तज्जं । तदाह-“ज्ञानावरणहासोत्थम्” इति । श्रद्धावद् वस्तुगुणदोषपरिज्ञानपूर्वकचारित्रेच्छान्वितं । प्रतिबन्धेऽपि चारित्रमोहोदयजनितान्तरायलक्षणे सति । कर्मणा पूर्वार्जितेन । सुखदुःखयुक् सुखदुःखान्वितं। तदाह–“पातादिपरतन्त्रस्य तद्दोषादावसंशयम् । अनर्थाद्याप्तियुक्तं चात्मपरिणतिमन्मतम् ।।१।।” ॥६-४।। “જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલું; પ્રતિબંધ (અવરોધ) હોવા છતાં શ્રદ્ધાવાળું અને પૂર્વકર્મના યોગે સુખદુઃખથી યુક્ત એવું બીજું આત્મપરિણતિમદ્ જ્ઞાન સમ્યગ્દષ્ટિ આત્માઓને હોય છે.” - આ પ્રમાણે ચોથા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે, રાગદ્વેષની તીવ્ર પરિણતિ સ્વરૂપ ગ્રંથિનો ભેદ જેણે કરી લીધો છે – એવા ભિન્નગ્રંથિક સમ્યગ્દષ્ટિ આત્માઓને બીજું આત્મપરિણતિમદ્ જ્ઞાન હોય છે, જે જ્ઞાનાવરણીયકર્મના ભેદથી (ક્ષયોપશમથી) થતું હોય છે. એ પ્રમાણે અષ્ટકપ્રકરણમાં જણાવ્યું છે કે એ આત્મપરિણતિમજ્ઞાન; જ્ઞાનાવરણીયકર્મના હ્રાસં(ક્ષયોપશમ)થી ઉત્પન્ન થાય છે. એ જ્ઞાન શ્રદ્ધાવાળું હોય છે. વસ્તુના ગુણ અને દોષના પરિજ્ઞાનપૂર્વકની ચારિત્રગ્રહણ કરવાની ઇચ્છાને શ્રદ્ધા કહેવાય છે. સમ્યગ્દષ્ટિ આત્માને સંસારની અસારતાનું અને મોક્ષની પરમાર્થતાનું જ્ઞાન હોવાથી સંસારથી મુક્ત બની મોક્ષને પ્રાપ્ત કરવા માટે એકમાત્ર ચારિત્ર ગ્રહણ કરવાની ઇચ્છા હોય - એ સમજી શકાય છે. એવી ઇચ્છા સ્વરૂપ જ અહીં શ્રદ્ધા છે. એ શ્રદ્ધાથી પૂર્ણ એવું બીજું જ્ઞાન છે. ચારિત્રમોહનીયકર્મના ઉદયથી ચારિત્ર ગ્રહણ કરવામાં અંતરાય (પ્રતિબંધ-વિM) હોવા છતાં સમ્યગ્દર્શનના પ્રભાવે ચારિત્રની ઇચ્છા સ્વરૂપ શ્રદ્ધા હોવામાં કોઈ જ બાધ નથી. પૂર્વકાળમાં બાંધેલા કર્મના કારણે આત્મપરિણતિમદ્ જ્ઞાન સુખદુઃખથી સંબદ્ધ હોય છે. શ્રી અષ્ટક પ્રકરણમાં આ અંગે જણાવ્યું છે કે “નીચે પડવા વગેરેમાં પરતંત્ર એવા માણસને તેના સંબંધમાં દોષ અને ગુણનો નિર્ણય હોવા છતાં જેમ પડવા વગેરેનું બને છે તેમ સમ્યગ્દષ્ટિ આત્માને વિષયકષાયાદિની પરિણતિ અને તેના વિપાક વગેરેનું સંશય વિનાનું નિર્ણયાત્મક જ્ઞાન હોવા છતાં પૂર્વબદ્ધ કર્મની પરવશતાથી અનર્ણાદિની પ્રાપ્તિથી યુક્ત એવું એ જ્ઞાન આત્મ-પરિણતિમદ્ મનાય છે. અહીં શ્લોકમાં સુવ પદ અને કુલ પદ અનુક્રમે અર્થ અને અનર્થને સમજાવનારાં છે. કહેવાનો આશય એ છે કે જે કોઈ પણ માણસ પડવા વગેરેમાં પરવશ હોય ત્યારે ત્યારે તે ૨૧૦ સાધુસામગ્રય બત્રીશી
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy