SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ जिनगेहमिति-अव्ययनीवि परिपालनसंवर्धनद्वाराऽहीयमानमूलधनम् ।।५-१०॥ “આ રીતે શુદ્ધ શ્રી જિનમંદિર અને અક્ષયનીવિને કરીને જેમ બને તેમ શીઘ શ્રી જિનબિંબ કરાવવું. કારણ કે શ્રી જિનબિંબના અધિષ્ઠાનવાળું શ્રી જિનાલય વૃદ્ધિને પામે છે.” - આ પ્રમાણે દશમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે પૂર્વે જણાવેલા વિધિવિધાનથી શ્રી જિનાલયનું નિર્માણ કરીને પૂ. સાધુભગવંતોને સોંપી ના દેવું. “આ તમને સોંપ્યું. જીર્ણ-શીર્ણ થાય તો તમે જ તેની સારસંભાળ રાખશો...વગેરે કહીને શ્રી જિનાલયના સારસંભાળની જવાબદારી પૂ. સાધુભગવંતનો ઉપર નાંખવી નહિ પરંતુ અક્ષયનીવિનું નિર્માણ કરી ભવિષ્યમાં શ્રી જિનાલયની સુરક્ષા સરળતાથી થાય તેમ કરવું. શ્રી જિનાલયના જીર્ણોદ્ધારાદિ માટે સ્થાપન કરેલી મૂડી(મૂલધન)ને અક્ષયનીવિ કહેવાય છે. શક્ય પ્રયત્ન તેનો ઉપયોગ કર્યા વિના તેનું પરિપાલન અને સંવર્ધન કરવા પ્રયત્નશીલ બનવું જોઈએ. જેથી ભવિષ્યમાં કોઈ વાર વિષમસ્થિતિમાં શ્રી જિનાલયની સારસંભાળ સારી રીતે કરી શકાય. આ રીતે શ્રી જિનમંદિરોનું નિર્માણકાર્ય કરાય તો શ્રી જિનાલયોના જીર્ણોદ્ધારાદિનાં કાર્યો વ્યવસ્થિત થાય. આ વિષયમાં વર્તમાન કાર્યપદ્ધતિનો નવેસરથી વિચાર કરવાની આવશ્યકતા છે. શ્રી જિનાલયનું નિર્માણ, તેનો જીર્ણોદ્ધાર, તેની સારસંભાળ અને તેનો વહીવટ તેમ જ આ બધામાં પૂ. સાધુભગવંતોનો પુરુષાર્થ... વગેરે બાબતો ફરીથી વિચારણા માંગે છે. આ શ્લોકમાં જણાવ્યા મુજબ આપત્કાલમાં જેનો ઉપયોગ કરવાનો છે એવાં દ્રવ્યોથી નૂતન મંદિરોનું નિર્માણ થઈ રહ્યું છે - એ કેટલા અંશે ઉચિત છે, તે વિચારવું જોઈએ. શ્રી વીતરાગપરમાત્માનું મંદિર પૂર્ણ થયે છતે તુરત જ શ્રી જિનબિંબ ભરાવીને શ્રી જિનાલયમાં પ્રતિષ્ઠિત કરવું જોઇએ. કારણ કે શ્રી જિનબિંબથી અધિષ્ઠિત થયેલું એ મંદિર વૃદ્ધિવાળું બને છે. //પ-૧ના શ્રી વીતરાગપરમાત્માના પરમતારક બિંબના નિર્માણને આશ્રયીને વિધિ જણાવાય છે– विभवोचितमूल्येन कर्तुः पूजापुरस्सरम् । देयं तदनघस्यैव यथा चित्तं न नश्यति ॥५-११॥ विभवेति-पूजाभोजनपत्रपुष्पफलादिना । अनघस्याव्यसनस्य । एवकारेण स्त्रीमधद्यूतादिव्यसनिनो निषेधः । यथा येन प्रकारेण । चित्तं न नश्यति । कारयितृवैज्ञानिकयोः कालुष्यलक्षणः चित्तनाशो न भवति । प्रतिषिद्धो होष धर्मप्रक्रमेऽमङ्गलरूपस्तत्त्वज्ञैरिति ।।५-११।। “પોતાની સંપત્તિને અનુરૂપ મૂલ્ય આપવા વડે; (શ્રી જિનબિંબના કર્તા શિલ્પીની) ભોજનપાનપુષ્પાદિથી પૂજા કરવા પૂર્વક; જે રીતે બંન્નેના ચિત્તનો નાશ ન થાય તે રીતે જુગારાદિ વ્યસનથી રહિત એવા શિલ્પીને શ્રી જિનબિંબ ઘડાવવા (ભરાવવા) આપવું.” - આ પ્રમાણે અગિયારમા શ્લોકનો સામાન્ય અર્થ છે. ૧૭૪ ભક્તિ બત્રીશી
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy