SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ इत्थं चैषोऽधिकत्यागात् सदारम्भः फलान्वितः । प्रत्यहं भाववृद्ध्याप्तै र्भावयज्ञः प्रकीर्तितः ॥५-९॥ इत्थमिति-इत्थं च यतनावत्त्वे च । एष प्रकृत आरम्भः । अधिकत्यागानिष्फलाधिकारम्भनिवृत्तेः । फलान्वितः श्रेयः-फलयुक्तः सदारम्भः । प्रत्यहं प्रतिदिवसं । भाववृद्ध्या कृताकृतप्रत्युपेक्षणादिशुभाशयानुबन्धरूपया । आप्तैः साधुभिः । भावयज्ञो भावपूजारूपः प्रकीर्तितः । तदाह-"एतदिह भावयज्ञः" इति । न चैवं द्रव्यस्तवव्यपदेशानुपपत्तिः, द्रव्यभावयोरन्योऽन्यसमनुवेधेऽपि द्रव्यप्राधान्येन तदुपपादनादिति દ્રષ્ટવ્યમ્ || -૬/l. આ પ્રમાણે યતના હોવાથી નિષ્ફળ એવા આરંભની નિવૃત્તિના કારણે આ શ્રી જિનાલયના નિર્માણનો આરંભ કલ્યાણનું કારણ બને છે. દરરોજ ભાવની વૃદ્ધિ થતી હોવાથી તે કાર્યને ભાવયજ્ઞ તરીકે વર્ણવ્યું છે.” - આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. તેનો આશય એ છે કે – પૂર્વે જણાવ્યા મુજબની વિધિ અનુસાર શ્રી જિનાલયનું નિર્માણકાર્ય કરતી વખતે નિષ્ફળ (બિનજરૂરી) અન્ય આરંભનો ત્યાગ કરવાથી; જયણાથી યુક્ત જે આરંભ થાય છે; તે કલ્યાણકર ફળનું કારણ બને છે. શ્રી જિનાલયના નિર્માણકાર્યના કાળમાં દરરોજ “કેટલું કામ થયું, કેટલું કામ બાકી છે; એ બાકીનું કામ કેવી રીતે વિલંબ વિના પૂર્ણ કરવું...' ઇત્યાદિ શ્રી જિનમંદિર સંબંધી વિચારણામાં મગ્ન હોવાથી ભાવની વૃદ્ધિ થાય છે. આવા શુભ આશયના અનુબંધના કારણે આ સદારંભને (શ્રી જિનમંદિરના નિર્માણકાર્યને) આત-સાધુજનોએ ભાવયજ્ઞ અર્થાત ભાવપૂજા સ્વરૂપ વર્ણવ્યો છે. ષોડશકપ્રકરણના છઠ્ઠા ષોડશકની ચૌદમી ગાથામાં નંદિ માવલ: આ પદોથી ઉપર જણાવ્યા મુજબ સદારંભને ભાવપૂજા-ભાવયજ્ઞ સ્વરૂપ વર્ણવ્યો છે. “આ રીતે શ્રી જિનાલયના નિર્માણકાર્યને ભાવપૂજાસ્વરૂપ ભાવયજ્ઞરૂપે વર્ણવવામાં આવે તો તેને દ્રવ્યસ્તવ તરીકે વર્ણવવાનું ઉચિત નથી' - આ પ્રમાણે નહિ કહેવું જોઇએ; કારણ કે આ સદારંભમાં દ્રવ્ય અને ભાવમાં એકબીજાનો સારી રીતે અનુવેધ હોવા છતાં શ્રી જિનાલયના નિર્માણકાર્યમાં દ્રવ્યનું (ધનાદિ દ્રવ્યનું) પ્રાધાન્ય હોવાથી તે કાર્યને દ્રવ્યસ્તવ તરીકે ઉપપન્ન કર્યું છે, તેથી તેમાં કોઈ દોષ નથી. ઉપર જણાવ્યા મુજબ વિધિ અને શુદ્ધિપૂર્વક કરાયેલું આ શ્રી જિનાલયનું નિર્માણકાર્ય દ્રવ્યસ્તવ સ્વરૂપ હોવા છતાં શ્રી તીર્થંકર પરમાત્માની પરમતારક આજ્ઞાની આરાધના સ્વરૂપ ભાવથી ગભિત હોવાથી ભાવપૂજાસ્વરૂપ પણ છે. //પ-૯ શ્રી જિનાલયના નિર્માણ પછી જે કરવાનું છે તે જણાવાય છે– जिनगेहं विधायैवं शुद्धमव्ययनीवि च । द्राक् तत्र कारयेद् बिम्बं साधिष्ठानं हि वृद्धिमत् ॥५-१०॥ એક પરિશીલન ૧૦૩
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy